જેઠાલાલ થી લઈને માધવી ભાભી સુધી, મળો “તારક મહેતા” માં કામ કરવા વાળા કલાકારોની રિયલ લાઈફ ફેમિલીને

Posted by

“સબ ટીવી” નો સૌથી લોકપ્રિય શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ૨૮ જુલાઈ ૨૦૦૮ ના રોજ શરૂ થયો હતો. અત્યાર સુધીમાં આ સીરિયલના ૨૯૫૮ એપિસોડ પુરા થઈ ચુક્યા છે. તેમ છતાં પણ તેની લોકપ્રિયતા હજુ પણ અકબંધ છે. આમ જોવા જઈએ તો “તારક મહેતા” સીરિયલમાં કામ કરતા કલાકારોને તો આજે બધા જ લોકો ઓળખે છે પરંતુ આ કલાકારોનાં અસલી પરિવાર વિશે બહુ ઓછા લોકો જાણે છે. છેલ્લા ૧૪ વર્ષથી સતત ચાલી રહેલી આ સીરિયલમાં જેઠાલાલ અને અન્ય પાત્રોની કેમેસ્ટ્રી દર્શકોને ખુબ જ પસંદ આવી છે. આજે અમે તમને “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માં કામ કરતા કલાકારોનાં અસલી પરિવાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

બાળકો, વૃદ્ધ અને યુવાન, દરેક ઉંમરના લોકો આ શો જોવાનું પસંદ કરે છે. સાથે જ લોકો આ સીરિયલના દરેક પાત્ર પર સરખો પ્રેમ વરસાવે છે. આ શો ના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીનું કહેવાનું છે કે આ શો જોતી વખતે તમને તમારા ચહેરા પર ક્યારેય ઉદાસીનો અહેસાસ નહીં થાય. આ શો થી ઘણા કલાકારોને ખ્યાતિ મળી હતી. આજે દરેક ઘરમાં તેમના નામની ચર્ચા થાય છે.

પત્નિ સ્વાતિ અને પુત્રી સાથે “તારક મહેતા” ઉર્ફે શૈલેષ લોઢા.

દયા ભાભી ઉર્ફે દિશા વાકાણી પતિ મયુર પડિયા સાથે. મયુર મુંબઇમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને દિશા એ તેની સાથે ૨૪ નવેમ્બર ૨૦૧૫ ના રોજ લગ્ન કર્યા હતાં. દિશા અને મયુર એક પુત્રીના માતા-પિતા છે.

માધવી ભીડે ઉર્ફે સોનાલિકા જોશી પતિ સમીર અને પુત્રી આર્ય સાથે.

અમિત ભટ્ટ પત્નિ કૃતિ અને જોડિયા પુત્ર દેવ અને દીપ સાથે.

જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી પુત્ર ઋત્વિક, પુત્રી નિયતિ અને પત્નિ જયમાલા સાથે.

માતા, પિતા અને બહેન સાથે અંજલી મહેતા ઉર્ફે નેહા મહેતા.

આત્મારામ ભીડે ઉર્ફે મંદાર ચંદાવરકર પત્નિ સ્નેહલ અને પાર્થ સાથે.

પત્રકાર પોપટલાલ ઉર્ફે શ્યામ પાઠક પત્નિ રેશ્મી, પુત્રી નિયતિ અને પુત્ર પાર્થ સાથે.

પતિ અરુણ અને પુત્ર અથર્વ સાથે કોમલ હંસરાજ હાથી ઉર્ફે અંબિકા રંજનકર.

બાઘા ઉર્ફ તન્મય વેકરિયા પત્નિ મિત્સુ અને દિકરી વૃષ્ટિ સાથે, જમણી બાજુ તેમના ભાઈ-ભાભી અને ભત્રીજી.