સુમસાન રસ્તા પર લોકો પાસે લિફ્ટ માંગતી હતી આ સુંદર યુવતી, બાદમાં કારમાં બેસતા જ કરતી હતી આ કામ

Posted by

નોઈડા શહેર, રસ્તા પર ટ્રાફિકની વચ્ચે દોડતી ઘણી બધી ગાડીઓ પસાર થઈ રહી હોય છે. ત્યારે એક સુંદર યુવતી રસ્તામાં કોઈ સુમસાન જગ્યાએ એકલી ઉભી રહીને પ્રેમથી હાથ આપીને લિફ્ટ માંગે છે. આ યુવતીને જોઈને એક કાર તરત જ બ્રેક મારે છે અને આ યુવતીની નજીક કાર રોકાઈ જાય છે. ત્યારબાદ આ યુવતી પ્રેમથી કાર ચલાવનાર વ્યક્તિ પાસે લીફ્ટ માંગે છે. તે વ્યક્તિ પણ ખુશી-ખુશી તેને લિફ્ટ આપી દે છે. આ યુવતી કારની અંદર બેસે છે અને બંને નીકળી પડે છે.

યુવતી અમુક સમય સુધી તો તે વ્યક્તિ સાથે વાતચીત કરે છે પરંતુ ત્યારબાદ એક વળાંક પર અચાનક ગાડી રોકવા માટે કહે છે. કારમાં બેસેલી એ વ્યક્તિ પણ આ યુવતીની વાત માનીને ગાડી રોકી દે છે. યુવતી કારમાંથી બહાર નીકળે છે અને ત્યારબાદ પોલીસને પોતાની સાથે લઈ આવે છે. આ યુવતી પોલીસની સામે જ તે વ્યક્તિ પર આરોપ લગાવે છે કે કારમાં બેઠેલા વ્યક્તિએ તેમની સાથે બળાત્કાર કર્યો છે. આ સાંભળતા જ કાર ચલાવનાર વ્યક્તિ આશ્ચર્યમાં પડી જાય છે અને ત્યારબાદ બ્લેક-મેઈલિંગ નો ખેલ શરૂ થાય છે.

આ કોઈ ફિલ્મી સ્ટોરી નથી પરંતુ એક સાચી ઘટના છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ સાચી ઘટનાના વિલન ખુદ નોઈડાના અમુક પોલીસવાળા છે. તેને તમે વર્દી વાળા ગુંડાઓ પણ કહી શકો છો. તેમની પોતાની એક ગેંગ છે. જે યુવતીની મદદથી લોકોને મૂરખ બનાવે છે અને બાદમાં ધમકી આપીને લાખો રૂપિયા વસૂલ કરે છે.

જ્યારે આ ગેંગનો પર્દાફાશ થયો ત્યારે નોઈડાના અન્ય પોલીસકર્મીઓ પણ પોતાના સાથી પોલીસવાળાની આ કરતૂત પર શરમ મહેસૂસ કરવા લાગ્યા. જરા વિચારો જનતા મુશ્કેલીમાં હોય છે તો પોલીસ પાસે જાય છે પરંતુ શું થાય જ્યારે પોલીસ વાળા પોતે જ જનતાને બ્લેકમેઇલ કરવા લાગે.

જાણકારી મુજબ સેક્ટર ૪૪ પોલીસ ચોકી ઇન્ચાર્જ, ૩ સિપાહી અને ૨ મહિલાઓ સહિત ૧૫ લોકોની એક ગેંગ છે. જે રસ્તા પર ચાલતા લોકોને પોતાના ખેલનો શિકાર બનાવે છે. આ ગેંગની યુવતી અજાણી વ્યક્તિ પાસે લીફ્ટ માંગે છે અને બાદમાં તેમના પર રેપનો ખોટો આરોપ લગાવીને પોલીસવાળાઓની સાથે મળીને ખૂબ જ મોટી રકમ વસૂલી લેતી હતી. સમાધાનના નામ પર આ લોકો પૈસા લેતા હતા.

પકડાઈ ગયેલી ગેંગ પાસે પોલીસને રિશ્વત ના ૫૦,૦૦૦ રૂપિયા અને એક હોન્ડા સિટી કાર મળી છે. વર્દી વાળી ગેંગનો આ ખેલ ખૂબ જ લાંબા સમયથી ચાલી રહ્યો હતો. તેઓએ અત્યાર સુધીમાં ૧૫ થી વધારે લોકોને આ રીતે પોતાની જાળમાં ફસાવી ચૂક્યા હતા. જોકે તેમનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે આ લોકો જાળમાં ફસાયેલ એક યુવક પાસેથી ૧ લાખ રૂપિયાની માંગણી કરી હતી તેવામાં આ યુવકે તરત જ એસ.એસ.પી ને આ વાતની જાણકારી આપી.

ત્યારબાદ જ્યારે આ મામલાની તપાસ કરવામાં આવી તો આ વર્દી વાળી ગેંગનો પર્દાફાશ થઈ ગયો. જોકે આ ઘટના ખૂબ જ જૂની છે પરંતુ તેના પરથી આપણે પણ શીખ મેળવવા જેવી છે કે રસ્તા પર કોઈ અજાણ્યા વ્યક્તિને ક્યારેય પણ લિફ્ટ આપવી ના જોઈએ. નહિતર આપણે પણ આવી મુસીબતમાં મુકાઈ શકીએ છીએ. જો તમારી પાસે પણ અજાણ્યા રસ્તા પર કોઈ સુંદર અજાણી યુવતી લીફ્ટ માંગે તો થોડું સંભાળીને રહેવું અને બની શકે તો તેને લિફ્ટ આપવી નહી, નહિતર ખૂબ જ મોટી મુશ્કેલીમાં મુકાઇ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *