સનફાર્માએ લોન્ચ કરી કોરોનાની સારવારમાં કામમાં આવતી સૌથી સસ્તી દવા, જાણો તેની કિંમત

દુનિયાભરમાં પસાર થતા દરેક નવા દિવસે કોરોના ના નવા અને પહેલાંથી પણ વધારે કેસો સામે આવી રહ્યા છે. જેના કારણે વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તાઓ ઉપર કોરોના વેક્સિન બનાવવાનું દબાણ વધી રહ્યું છે. ત્યાં જ ઘણા દેશો એવા પણ છે. જ્યાં વેક્સિન નું ટ્રાયલ ચાલુ છે અને તેમનું પરિણામ સકારાત્મક આવતું જોવા મળી રહ્યું છે. જોકે વેક્સિન ક્યાં સુધી બજારમાં આવશે તેનો અંદાજો કોઈને પણ નથી. પરંતુ કોરોના ના દર્દીઓ ને બચાવવા અને આ બીમારીથી મુક્તિ મેળવવા માટે વિભિન્ન પ્રકારની દવાઓ બની રહી છે અને બજારમાં હાજર છે. કોરોનાને દવાથી ઠીક કરવાની રેસમાં આગળ નીકળતા સન ફાર્માસ્યુટિકલ્સએ કોરોનાના હળવાથી લઈને મધ્યમ લક્ષણવાળા દર્દીઓની સારવારમાં ઉપયોગ થવા વાળી જેનેરિક દવા ફેવિપિરાવિરને ભારતમાં ફ્લુગાર્ડ નામથી લોન્ચ કરવામાં આવી છે.

એક ગોળીની કિંમત ૩૫ રૂપિયા

ફ્લુગાર્ડના લોન્ચ પર કંપનીએ જણાવ્યું કે, કોરોનાના હળવાથી લઈને મધ્યમ લક્ષણ વાળા દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવામાં આવતી ફ્લુગાર્ડની એક ગોળીની કિંમત ફક્ત ૩૫ રૂપિયા હશે અને આ દવા ભારતમાં આ સપ્તાહ થી જ વેચાણ માટે બજારમાં ઉપલબ્ધ થશે.

અન્ય કંપનીઓ પણ દવા બનાવવામાં જોડાઈ

તમને જણાવી દઈએ કે સનફાર્મા પહેલા ફાર્મા જગતની વધુ એક મોટી દવા કંપની હેટેરો એ પાછલા સપ્તાહમાં એન્ટીવાયરલ દવા ફેવીપિરાવિરને ફેવિવિર નામથી ભારતીય બજારમાં ઉતારવામાં આવી હતી. જોકે આ દવાની એક ગોળીની કિંમત ૫૯ રૂપીયા હતી. ફક્ત એટલું જ નહીં ભારતની દિગ્ગજ દવા નિર્માતા કંપની સિપલા પણ ખૂબ જ જલ્દી આ દવાનું જેનરીક વર્ઝન લોન્ચ કરવાની તૈયારીમાં લાગેલી છે. સિપ્લાની આ દવાને  લોન્ચ કરવાની સરકાર તરફથી પરવાનગી પણ મળી ચૂકી છે અને ખબર મળી રહી છે કે તેમની એક ગોળીની કિંમત ૬૮ રૂપિયાની આસપાસ હશે. નોંધપાત્ર છે કે આ બધી જ ગોળીને ઓગસ્ટના પહેલા અથવા તો બીજા સપ્તાહ સુધીમાં બજારમાં ઉતારવામાં આવી શકે છે.

સારા પરિણામ બાદ જ આપવામાં આવી રહી છે આ દવા

દુનિયાભરમાં થયેલ ક્લિનિકલ ટ્રાયલોમાં ફેવિપિરાવિર ને ખૂબ જ સારું પરિણામ મળ્યું હતું. આ દવા દર્દીઓમાં હળવા તેમજ મધ્યમ સ્તરના સંક્રમણની સારવારમાં ખૂબ જ સફળ સાબિત થઇ હતી. ત્યારબાદ આ દવાને બધી જ હોસ્પિટલોમાં પ્રયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

રોજ આવે છે ૫૦ હજારથી વધારે કેસો

સન ફાર્મા ઇન્ડસ્ટ્રીઝના ભારતીય શાખાના સીઇઓ કીર્તિ ગાનોરકરના જણાવ્યા અનુસાર હાલની પરિસ્થિતિમાં રોજના કોરોના વાયરસના ૫૦ હજારથી વધારે કેસો સામે આવી રહ્યા છે. એવામાં આરોગ્ય કર્મીઓની સારવારના વધારે વિકલ્પો ઉપલબ્ધ કરાવવાની ખૂબ જ વધારે જરૂર છે. તેમણે જણાવ્યું કે અમારી કંપની ઓછા દરે હળવા થી મધ્યમ સંકેતો વાળા કોરોના દર્દીઓ માટે ફ્લુગાર્ડ નામની દવા લોન્ચ કરી રહી છે. કારણકે વધારેમાં વધારે લોકો સુધી સારવાર પહોંચી શકે. તેની સાથે જ મોંઘી દવાઓના ચક્કરમાં તેમના પર આર્થિક ભાર પણ ના આવે.

કંપની સરકાર સાથે કામ કરવા માટે તૈયાર

કીર્તિ એ કહ્યું કે કંપની આ દવાને દેશભરમાં દર્દીઓને ઉપલબ્ધ કરવા માટે સરકારની સાથે મળીને કામ કરવા માટે તૈયાર છે.

કેટલી કિંમત છે દુનિયાભરમાં

જણાવી દઈએ કે સનફાર્મા પહેલા દવા કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ પણ ફેવિપીરાવિરને બીજા નામથી બજારમાં ઉતારવામાં આવી હતી. જેની કિંમત પ્રતિ ટેબલેટ ૧૦૩ રૂપિયા રાખવામાં આવી હતી. પરંતુ બાદમાં કંપનીએ ભાવમાં ઘટાડો કરીને તેમની કિંમત ૭૫ રૂપિયા પ્રતિ ટેબલેટ કરી નાખવામાં આવી હતી. વાત કરીએ દુનિયાભરની તો આ દવાની કિંમત રશિયામાં ૬૦૦ રૂપિયા પ્રતિ ટેબલેટ, જાપાનમાં ૩૭૮ રૂપિયા, બાંગ્લાદેશમાં ૩૫૦ રૂપિયા અને ચીનમાં ૨૧૫ રૂપિયા પ્રતિ ટેબલેટ વેચાઈ રહી છે.