સુંદરતામાં એકબીજાને ટક્કર આપે છે આ અભિનેત્રીઓ, સુંદર દેખાવા માટે નથી પડતી ભારે મેકઅપની જરૂર

Posted by

કોઇપણ યુવતિ માટે તેની સુંદરતા સૌથી વધારે મહત્વ રાખે છે. દરેક ઈચ્છે છે કે તે સૌથી સુંદર અને આકર્ષક દેખાય. બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રીઓ રહેલી છે, જે આકર્ષક દેખાવા માટે જાતજાતની સર્જરી કરાવી ચૂકી છે. જ્યારે અમુક અભિનેત્રીઓ એવી પણ છે જે સુંદર દેખાવા માટે ઘણો બધો મેકઅપ લગાવે છે. તેમના ચહેરા પર એટલા પિમ્પલ અને ડાઘ-ધબ્બા છે કે તેને છુપાવવા માટે તેમને મેકઅપની જરૂર પડે છે. જો તમે આ અભિનેત્રીઓને મેકઅપ વગર જોશો તો તેમને ઓળખવી પણ મુશ્કેલ થઈ જશે. જ્યારે અમુક અભિનેત્રીઓ મેકઅપ વગર પણ એકદમ અજીબ નજર આવે છે જ્યારે અમુક અભિનેત્રીઓ મેકઅપ વગર વધારે સુંદર દેખાય છે. આજની આ પોસ્ટમાં અમે તમને બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝની અમુક એવી જ અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે મેકઅપ વગર ઘણી સુંદર દેખાય છે. તેમને સુંદર દેખાવા માટે ભારે ભરખમ મેકઅપની જરૂર પડતી નથી.

નોરા ફતેહી

થોડા જ સમયમાં નોરા ફતેહીએ બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી લીધી છે. પોતાના ડાન્સ માટે જાણીતી નોરાએ અમુક ફેમસ બોલીવુડ ફિલ્મોમાં આઈટમ નંબર કરી ચૂકી છે. દર્શકોથી લઈને ફિલ્મી કલાકાર તેમના ડાન્સના વખાણ કરે છે. નોરા એ “સ્ત્રી” (કમરિયા), “બાટલા હાઉસ” (સાકી સાકી) અને “પરમાણુ” (દિલબર દિલબર) જેવી ફિલ્મોમાં હિટ આઈટમ નંબર આપ્યા છે. નોરા દેખાવમાં ઘણી સુંદર છે અને તેમની સ્કીન એટલી ગ્લોઈંગ છે કે તેમને સુંદર દેખાવા માટે કોઈપણ મેકઅપની જરૂર પડતી નથી.

યામી ગૌતમ

યામી ગૌતમ બોલિવૂડની એક જાણીતી અભિનેત્રી છે. યામીએ પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ “વિકી ડોનર” થી કરી હતી. ત્યારબાદ તે કાબીલ, સનમ-રે, બદલાપુર, બત્તી ગુલ મીટર ચાલુ અને ઉરી જેવી ફિલ્મોમાં નજર આવી ચૂકી છે. ઉરી ફિલ્મ કર્યા બાદ યામી પોતાનું નામ બોલિવૂડની ટોપ એક્ટ્રેસમાં સામેલ કરી ચૂકી છે. તમને જણાવી દઈએ કે યામી દેખાવમાં ખૂબ જ સુંદર છે અને સોશિયલ મીડિયા પર તેમના લાખો ફોલોઅર્સ છે. જણાવી દઇએ કે યામી પ્રાકૃતિક રૂપથી ખૂબ જ સુંદર છે અને તેમને હેવી મેકઅપની જરૂર પડતી નથી.

તમન્ના ભાટિયા

તે કહેવું જરા પણ ખોટું નથી કે તમન્ના ભાટિયા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રી છે. તમન્નાએ બોલિવૂડની પણ અમુક ફિલ્મોમાં હાથ અજમાવ્યો છે. જણાવી દઇએ કે તમન્નાએ સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ “બાહુબલી” માં “અવંતિકા” નું મશહૂર પાત્ર ભજવ્યું હતું. તમન્ના ભાટિયા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક એવી એકટ્રેસ છે, જેની સાથે કામ કરવાની તમન્ના દરેક કરે છે. તેમને તેમની સુંદરતા માટે ઓળખવામાં આવે છે. એ એટલી ગોરી છે અને તેમની સ્કીન એટલી ક્લીયર છે કે તેમને સુંદર દેખાવા માટે કોઈ પ્રકારના મેકઅપની જરૂર જ પડતી નથી.

ઉર્વશી રૌતેલા

ઉર્વશીએ ફિલ્મ “સીંહ સાબ ધ ગ્રેટ” થી બોલિવૂડમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું. ત્યારે તે માત્ર ૧૭ વર્ષની હતી. અત્યાર સુધીમાં તે અમુક ગણતરીની ફિલ્મોમાં નજર આવી ચૂકી છે. ઉર્વશીએ ૨૦૧૫ માં મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધીત્વ કર્યું હતું. માત્ર ૨૪ વર્ષની ઉંમરમાં જ તેમણે લોકોના દિલમાં ઘર કરી લીધું છે. ઉર્વશીનું નામ પણ બોલિવૂડની તે અભિનેત્રીઓમાં સામેલ છે, જે દેખાવમાં ખૂબ જ સુંદર છે અને જેમને સુંદર દેખાવા માટે ભારે મેકઅપની જરૂર પડતી નથી.