સુંદરતામાં નવી અભિનેત્રીઓને ટક્કર આપે છે ૪૦ વર્ષની ઉંમર પાર કરી ચૂકેલી આ અભિનેત્રીઓ, જુઓ તેમની ગ્લેમરસ તસ્વીરો

Posted by

બોલિવૂડની અભિનેત્રીઓને પોતાની સુંદરતા અને ગ્લેમરસ અંદાજ માટે જાણવામાં આવે છે અને ઘણીવાર તે એક્ટ્રેસ પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરીને પોતાના ફેન્સનું દિલ જીતી લેતી હોય છે. આમ તો હાલના દિવસોમાં ઇન્ડસ્ટ્રીમાં એક થી એક ચડિયાતી સુંદર અભિનેત્રીઓ રહેલી છે, જેમને ચાહનારા દર્શકોની સંખ્યા લાખોમાં છે. વળી વીતેલા જમાનાની અમુક અભિનેત્રીઓ પણ છે, જેમની સુંદરતાના લોકો આજે પણ દિવાના છે. તો આજે અમે આ આર્ટિકલમાં તે અભિનેત્રીઓના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેની સુંદરતા ૪૦ ની ઉંમર પછી પણ જળવાયેલી છે. આખરે આ લિસ્ટમાં કઈ કઈ અભિનેત્રીઓ સામેલ છે.

અમીષા પટેલ

“કહોના પ્યાર હે” ફેમ એક્ટ્રેસ અમીષા પટેલ અવાર-નવાર પોતાના ગ્લેમરસ અંદાજથી ચર્ચામાં રહે છે અને ઘણીવાર તેમની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. હાલમાં જ તેમણે એક સિઝલિંગ ફોટોશૂટ કરાવ્યું હતું, જેમની તસ્વીરો આગની જેમ ફેલાઇ ગઇ હતી. ૪૪ વર્ષીય અમીષાનો આ અંદાજ જોઈને લોકો તેમની સુંદરતાના કાયલ થઈ ગયા હતા.

મલાઈકા અરોડા

બોલિવૂડની સૌથી સુંદર અને ફીટ એક્ટ્રેસની લિસ્ટમાં સામેલ મલાઈકા અરોડા આમ તો ૪૭ વર્ષની થઇ ચૂકી છે પરંતુ તેમની સુંદરતાની પાછળ આજે પણ ફેન્સ પાગલ છે. મલાઈકાની ફિટનેસને જોઈને તે અંદાજો લગાવવો ખૂબ જ મુશ્કેલ છે કે તે ૧૯ વર્ષના દિકરાની માતા પણ છે. જણાવી દઈએ કે મલાઈકા હાલના દિવસોમાં અર્જુન કપૂરને ડેટ કરી રહી છે અને ખૂબ જ જલ્દી તે બંને એકબીજા સાથે લગ્ન કરી શકે છે.

શ્વર્યા રાય બચ્ચન

બચ્ચન પરિવારની લાડલી વહુ ઐશ્વર્યા રાય ભલે આજે ૪૫ ની ઉંમર પાર કરી ચૂકી હોય પરંતુ તેમની સુંદરતા આજે પણ જળવાયેલી છે. જોકે તે કહેવું ખોટું નથી કે ઉંમરની સાથે તેમની સુંદરતા પણ વધી રહી છે. જણાવી દઈએ કે તેમના ફેન્સ દુનિયાભરમાં રહેલા છે અને મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ચૂકેલી ઐશ્વર્યા આજે પણ એટલી જ સુંદર નજર આવે છે. જણાવી દઈએ કે હાલના દિવસોમાં ઐશ્વર્યા રાય પોતાના લગ્નજીવનમાં ખૂબ જ ખુશ છે. તેમણે વર્ષ ૨૦૦૭માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા અને હવે તેમને એક દિકરી આરાધ્યા પણ છે.

સુસ્મિતા સેન

બોલિવૂડની સૌથી ફિટ એક્ટ્રેસની લિસ્ટમાં સામેલ સુસ્મિતા સેન ૪૫ વર્ષની થઇ ચૂકી છે, પરંતુ તેમની ફિટનેસ આજે પણ ઇન્ડસ્ટ્રીની અન્ય અભિનેત્રીઓ કરતા લાજવાબ છે. સુસ્મિતા વર્કઆઉટની સાથે યોગ પર પણ ખૂબ જ ધ્યાન આપે છે અને આ જ કારણ છે કે તેમની સુંદરતા અને ફિટનેસ આજે પણ જળવાઈ રહી છે. જોકે સુસ્મિતા હવે બોલિવૂડથી દૂર છે પરંતુ તેમણે પોતાના જમાનામાં ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જણાવી દઈએ કે સુસ્મિતા હાલના દિવસોમાં પોતાનાથી ૧૪ વર્ષ નાના યુવક રોહમન શોલને ડેટ કરી રહી છે.

ટિસ્કા ચોપડા

૪૭ વર્ષીય ટિસ્કા ચોપડાને પોતાના સુંદર અંદાજ માટે જાણવામાં આવે છે. ટિસ્કાએ બોલિવૂડની ઘણી હિટ ફિલ્મો “તારે જમીન પર”, “કિસ્સા”, “દિલ તો બચ્ચા હૈ” જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ટિસ્કા એક્ટિંગની સાથે-સાથે બ્યુટીનું એક જબરદસ્ત કોમ્બિનેશન છે.

રવિના ટંડન

વીતેલા જમાનાની ટોપ એક્ટ્રેસ રવીના ટંડનની સુંદરતા ૪૫ ની ઉંમર પછી પણ જળવાયેલી છે. રવિના નો ગ્લેમરસ અંદાજ આજે પણ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તેમની તસ્વીરો ઘણીવાર વાયરલ થતી રહે છે.

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર વધતી ઉંમરની સાથે સતત સુંદર થતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર તેમની તસ્વીરોને વાયરલ થવામાં જરાપણ સમય લાગતો નથી. એક જમાનો હતો જ્યારે ફિલ્મ નિર્માતા કરિશ્માને પોતાની ફિલ્મોમાં કાસ્ટ કરવા માટે કોઇપણ કિંમત ચૂકવવા માટે તૈયાર રહેતા હતા, જોકે હવે કરિશ્મા ફિલ્મી દુનિયાથી દૂર છે અને પોતાના બાળકોની સાથે ટાઈમ પસાર કરી રહી છે. જણાવી દઈએ કે કરિશ્માએ વર્ષ ૨૦૦૩માં સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. ૧૩ વર્ષ સુધી એકબીજાનો સાથ નિભાવ્યા બાદ બંનેએ વર્ષ ૨૦૧૬માં છૂટાછેડા લઇ લીધા હતાં. જણાવી દઈએ કે કરિશ્માને બે બાળકો સમાયરા અને કિયાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *