કરણ જોહરની ફિલ્મ “સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ થી ડેબ્યુ કરનાર તારા સુતારીયા હવે બોલીવુડની જાણીતી એક્ટ્રેસ બની ચૂકી છે. તારા સુતારીયા સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે ફિલ્મ “મરજાવા” માં પણ નજર આવી હતી. તેમાં તેમણે એક મુંગી યુવતીનું પાત્ર ભજવ્યું હતું, જે દર્શકોને ખુબ જ પસંદ આવ્યું હતું. ફિલ્મોની સિવાય તારા સુતારીયા આદર જૈનની સાથે પોતાની રિલેશનશિપને લઈને પણ ચર્ચામાં રહે છે.
થોડા દિવસો પહેલાં જ તારા સુતારીયાએ પોતાનો ૨૫ મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર તે માલદીવમાં પોતાના બોયફ્રેન્ડ આદર જૈનની સાથે હાજર રહી હતી. આ દરમિયાન તારાનો સુંદર અંદાજ પણ જોવા મળ્યો હતો. તારાની સુંદરતાને જોઈને લોકો તેમની તુલના દિશા પટણી સાથે પણ કરવા લાગ્યા હતા. જણાવી દઈએ કે ૧૯ નવેમ્બરના રોજ તારાનો જન્મદિવસ હતો અને આ દિવસે તેમણે આદર જૈનની સાથે સેલિબ્રેટ કર્યો હતો.
હકીકતમાં માલદીવમાંથી તારા સુતારીયાએ પોતાની એક સુંદર તસ્વીર શેર કરી હતી, ત્યારબાદ તે લાઇમ લાઇટમાં આવી ગઈ હતી. અભિનેત્રીએ તસ્વીર શેર કરી હતી જેમાં તે લાલ રંગની બિકીનીમાં જોવા મળી રહી હતી. તસ્વીરમાં તે બીચ પર પોઝ આપી રહી છે. આ તસ્વીરમાં તારાનો સુંદર અંદાજ જોવા મળી રહ્યો છે, જે તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
તારાના આ ફોટો પર ફેન્સ ખૂબ જ ઝડપથી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ફોટામાં તારાનું પરફેક્ટ ફિગર પણ જોવા મળી રહ્યું છે, જેની ફેન્સ પ્રશંસા કરતાં થાકી રહ્યા નથી. પોતાનો ફોટો શેર કરતા તારાએ એક કેપ્શન આપ્યું છે કે, “બીચ/બર્થડે બેબી”. વળી તારાની સાથે વેકેશન એન્જોય કરી રહ્યા આદર જૈન એ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. આદરની આ તસ્વીર પણ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
View this post on Instagram
આદર જૈન એ જે ફોટો શેર કર્યો છે તેમાં તે બ્લુ શોર્ટ્સમાં જોવા મળી રહી છે. તારા ના જન્મદિવસ પર આદર્શ જૈને તેમનો એક જૂનો ફોટો શેર કરતા તેમને જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા હતા. તારાનો એક ફોટો શેર કરતા આદરે લખ્યું હતું કે, “હેપ્પી 25th બર્થ ડે પ્રિન્સેસ”. જોકે આ પહેલીવાર નથી જ્યારે આદરે તારા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.
તારા અને આદર દરેક દિવસે એકબીજાની તસ્વીર શેર કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરતા રહે છે.
વાત કરીએ વર્કફ્રન્ટની તો “સ્ટુડન્ટ ઓફ ધ યર-૨” અને “મરજાવા” ફિલ્મ બાદ તારા અહાન શેટ્ટીની સાથે ફિલ્મ “તડપ”માં જોવા મળશે. તે અહાન શેટ્ટીની ડેબ્યુ ફિલ્મ હશે. તેલુગુ ફિલ્મ “RX-100” ની રિમેક છે. ટાઇગર શ્રોફની સાથે ડેબ્યુ કરવાવાળી તારા સુતારીયા આ ઇન્ડસ્ટ્રીમાં નવી નથી. તે બાળપણમાં ડીજી ચેનલના “બિગ બડા બુમ”, “ધ સ્વીટ લાઈફ ઓફ કરન એન્ડ કબીર”, “બેસ્ટ ઓફ લક નિક્કી” અને “ઓએ જસ્સી” જેવા ટીવી શોમાં કામ કરી ચૂકી છે.