સાઉથના સુપરસ્ટાર અભિનેતા અલ્લુ અર્જુન હાલના દિવસોમાં પોતાની આવનારી ફિલ્મ પુષ્પાની શૂટિંગમાં વ્યસ્ત છે. જોકે તેમની વચ્ચે એક ખરાબ સમાચાર મળી રહ્યા છે કે ફિલ્મની શૂટિંગ સેટના અમુક સદસ્યો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે, જેના લીધે મેકર્સે જાન્યુઆરી સુધી શૂટિંગ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. શૂટિંગ બંધ થયા બાદ અલ્લુ અર્જુન પોતાની પત્નિની પાસે હૈદરાબાદ પરત ફરી ચુક્યા છે. જણાવી દઈએ કે તેલુગુ ફિલ્મોમાં પોતાની જબરદસ્ત એક્ટિંગથી લોકોના દિલમાં રાજ કરવા વાળા અલ્લુ એ વર્ષ ૨૦૧૧માં હૈદરાબાદમાં સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા.
બન્નેની પહેલી મુલાકાત એક કોમન ફ્રેન્ડના રૂપમાં થઈ હતી અને પહેલી જ મુલાકાતમાં બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. આ કપલના બે બાળકો પણ છે. જેમાં એક દિકરો અલ્લુ, અયાન અને એક દિકરી અલ્લુ અરહા છે. જોકે આજે અમે આ આર્ટિકલમાં તમને સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર અભિનેતાઓની સુંદર પત્નિઓની વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
અલ્લુ અર્જુન અને સ્નેહા રેડ્ડી
અલ્લુ અર્જુન અને સ્નેહાની પહેલી મુલાકાત કોમન ફ્રેન્ડ તરીકે એક લગ્નમાં થઈ હતી અને ત્યારથી જ બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. ત્યારબાદ થોડા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા. સ્નેહા રેડ્ડી દેખાવમાં ખૂબ જ સુંદર છે અને આ સુંદરતા પર અલ્લુ અર્જુન ફિદા થઇ ગયા હતા. જણાવી દઈએ કે અલ્લુ અર્જુન વેટરન એક્ટર ચિરંજીવીના ભત્રીજા છે. તેના સિવાય ચિરંજીવીના દિકરા રામચરણ તેજા અને અલ્લુ અર્જુનની ખૂબ જ સારી બોન્ડિંગ જોવા મળે છે.
જુનિયર NTR અને લક્ષ્મી પ્રણતી
જુનિયર NTR એ લક્ષ્મી પ્રણતી સાથે વર્ષ ૨૦૧૧માં સગાઈ કરી હતી. જ્યારે તેમની સગાઇ થઇ તો લક્ષ્મી નાબાલિગ હતી. જેના લીધે તેમની વિરુદ્ધમાં વિજયવાડાના એક વકીલ સિંગુલુરી શાંતિ પ્રસાદ એ જુનિયર NTR ની વિરુદ્ધ ચાઇલ્ડ મેરીડ એક્ટનો કેસ દાખલ કર્યો હતો. વકીલ શાંતિ પ્રસાદે અભિનેતા પર આરોપ લગાવ્યા હતા કે જુનિયર NTR બિઝનેસમેન નર્ને શ્રીવાસ્તવ રાવની દિકરી સાથે લગ્ન કરી રહ્યા છે, જે ફક્ત ૧૭ વર્ષની છે. ત્યારબાદ કાનૂની ગૂંચવણોથી બચવા માટે અભિનેતાએ લક્ષ્મીના ૧૮ વર્ષ પુરા થયા બાદ જ લગ્ન કર્યા હતા. હવે આ કપલને એક દિકરો પણ છે, જેમનું નામ અભય છે.
આર.માધવન અને સરિતા બિરજે
આર.માધવનની પત્નિ સરિતા બિરજે પણ ખૂબ જ સુંદર છે. તેમની સુંદરતા કોઈ અભિનેત્રીથી ઓછી નથી. જણાવી દઈએ કે આર.માધવન એ વર્ષ ૧૯૯૯માં સરિતા બિરજે સાથે લગ્ન કર્યા હતા. આર.માધવન અને સરિતાના લવ મેરેજ હતા. આ કપલને એક દિકરો વેદાંત માધવન છે.
રામચરણ તેજા અને ઉપાસના
સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર અભિનેતા રામચરણ તેજાની એક્શનનાં લાખો લોકો દિવાના છે. પરંતુ રામ એ પોતાનું દિલ ઉપાસનાને આપ્યું હતું. જણાવી દઈએ કે ઉપાસના એપોલો હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ચેરમેન પ્રતાપસિંહ રેડ્ડીની પૌત્રી છે. રામ અને ઉપાસના એ વર્ષ ૨૦૧૨માં લગ્ન કર્યા હતાં. એકતરફ જ્યાં રામચરણ તેજા સુપરસ્ટાર છે તો વળી ઉપાસનાનું પોતાનું એક પ્રોડક્શન હાઉસ છે. જેમનું નામ કોન્નીડેલા પ્રોડક્શન હાઉસ છે. રામચરણ તેજા અભિનેતા ચિરંજીવીનાં દિકરા છે.
સુર્યા અને જ્યોતિકા
અભિનેતા સૂર્યા શિવ કુમારે પોતાની જ કો-સ્ટાર જ્યોતિકા સાથે લગ્ન કર્યા છે. જ્યોતિકા પોતાની સુંદરતાથી મોટી મોટી અભિનેત્રીઓને પાછળ છોડી દે છે. આ જ કારણ છે કે તેમના લાખો લોકો દિવાના છે. જણાવી દઈએ કે લગ્ન પહેલાં સૂર્યા અને જ્યોતિકા ઘણા વર્ષો સુધી રિલેશનશીપમાં રહ્યા હતા અને વર્ષ ૨૦૦૬માં બંનેએ એકબીજા સાથે લગ્ન કર્યા હતા. આ કપલને બે બાળકો પણ છે. જેમાં એક દિકરો દેવ અને બીજી દિકરી દિયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સાઉથ સિને વર્લ્ડમાં સુર્યા શિવકુમાર એક્ટિંગ, પ્રોડ્યુસિંગ અને એન્કરિંગનાં મામલામાં એક મોટું નામ છે.
મહેશ બાબુ અને નમ્રતા
મહેશ બાબુનાં ચાર્મિંગ લુક પર લાખો યુવતીઓ આજે પણ ફિદા થઇ જાય છે, પરંતુ મહેશ બાબુ એ ૧૫ વર્ષ પહેલા ૨૦૦૫માં નમ્રતા શિરોડકર સાથે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે નમ્રતા શિરોડકર મિસ ઈન્ડિયા રહી ચૂકી છે અને એક જાણીતી અભિનેત્રી પણ છે. તેના સિવાય એક દિલચસ્પ વાત એ પણ છે કે મહેશ બાબુ ઉંમરમાં પોતાની પત્નિ નમ્રતાથી સાડા ત્રણ વર્ષ નાના છે. આ કપલના બે બાળકો પણ છે. જેમાં એક દિકરો ગૌતમ અને એક દિકરી સિતારા છે.
નાગાર્જુન અને અમાલા
સાઉથ સીને વર્લ્ડનાં લેજેન્ડ સ્ટાર નાગાર્જુન એ વર્ષ ૧૯૯૦માં પોતાની પહેલી પત્નિ લક્ષ્મીને છૂટાછેડા આપી દીધા હતા. ત્યારબાદ તેમણે અમાલા સાથે બીજા લગ્ન કર્યા હતા. અમાલા દેખાવમાં ખૂબ જ ક્યુટ અને સુંદર છે. જણાવી દઈએ કે નાગાર્જુનની પહેલી પત્નિ લક્ષ્મીથી તેમને એક દિકરો નાગા ચૈતન્ય છે, તો વળી બીજી પત્નિથી એક દિકરો અખિલ અક્કીનેની છે.
ધનુષ અને ઐશ્વર્યા
રાંજણા ફેમ અભિનેતા ધનુષ એ વર્ષ ૨૦૦૪માં રજનીકાંતની દિકરી ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા. ઐશ્વર્યા ફિલ્મ ડાયરેક્ટર, ડાન્સર, સિંગર, રાઇટર અને આંત્રપ્રિન્યોર પણ છે. વળી ધનુષ સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર અભિનેતા છે, જેમની લગભગ દરેક ફિલ્મો મોટા પડદા પર હિટ થાય છે. જણાવી દઈએ કે ધનુષ આવનારા દિવસોમાં અક્ષય કુમાર અને સારા અલી ખાનની સાથે ફિલ્મ “અતરંગી રે” માં પણ નજર આવશે. આ ફિલ્મ ફેન્સ માટે મોસ્ટ અવેટેડ છે.
અજીત કુમાર અને શાલીની
અભિનેતા અજીતકુમાર એ પોતાની જ ફિલ્મ “અમરકલમ” માં કો-સ્ટાર રહી ચુકેલ એક્ટ્રેસ શાલીની સાથે લગ્ન કર્યા છે. બંનેએ વર્ષ ૨૦૦૦માં લગ્ન કર્યા હતા. તેના એક વર્ષ પહેલા ૧૯૯૯માં અજિત એ શાલીનીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. તેમની એક દિકરી અનુષ્કા અને એક દિકરો અદ્વિક છે.
વિજય અને સંગીતા
સાઉથ ઇન્ડિયન ફિલ્મોના સ્ટાર વિજય વર્ષ ૧૯૯૯માં શ્રીલંકાની રહેવાવાળી સંગીતા સૂર્ણલિંગમ સાથે લગ્ન કર્યા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે સંગીતા વિજયની એક્ટિંગની ફેન હતી. અભિનેતાએ પોતાના એક ફેન સાથે જ લગ્ન કરી લીધા. આમ તો વિજય એ રિલ લાઈફમાં ઘણી અભિનેત્રીઓ સાથે રોમાન્સ કર્યો છે, પરંતુ રિયલ લાઇફમાં તે પોતાની એક ફેન્સને જ દિલ આપી બેઠા. જણાવી દઈએ કે સંગીતા વિજયની ફિલ્મોની મોટી ફેન હતી. એકવાર તે શૂટિંગ સેટ પર તેમને મળવા પહોંચી ગઈ હતી.
રજનીકાંત અને લતા
દક્ષિણ ભારતીય ફિલ્મોના ભગવાન માનવામાં આવતા અભિનેતા રજનીકાંત એકદમ સિમ્પલ લાઈફ જીવવામાં વિશ્વાસ રાખે છે, પરંતુ રજનીકાંત રીલ લાઈફની સાથે-સાથે રિયલ લાઈફમાં પણ ખૂબ જ રોમેન્ટિક છે. તે કોલેજ મેગેઝીન માટે ઇન્ટરવ્યૂ લેવા આવેલી વિદ્યાર્થી લતા રંગાચારીને પહેલી જ મુલાકાતમાં દિલ આપી બેઠા હતા. હકીકતમાં લતા દેખાવમાં ખૂબ જ સુંદર હતી અને સ્વભાવથી પણ ખૂબ જ સારી હતી. આ જ કારણ હતું કે રજનીકાંત એ તરત જ લગ્ન માટે પ્રપોઝ કરી દીધું. આ સાંભળીને લતા શરમાઈ ગઈ અને તેમણે કહ્યું કે, “મારા માતા-પિતા પાસે પરમિશન માંગી લો”. વર્ષ ૧૯૮૧માં બંનેના લગ્ન થયા અને આ જોડીને બે દિકરીઓ ઐશ્વર્યા અને સૌંદર્યા છે.