સુંદરતાની બાબતમાં બોલિવૂડ એક્ટ્રેસને પણ પાછળ છોડી દે છે વીરેન્દ્ર સહેવાગની પત્નિ, જુઓ તેમની તસ્વીરો

Posted by

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગને પોતાના વિસ્ફોટક અંદાજ માટે આજે પણ યાદ કરવામાં આવે છે. પોતાના લાંબા ક્રિકેટ કરિયરમાં વિરુએ ઘણી મેચો જીતાડતી ઇનિંગ્સ રમી છે અને તેમના દર્શકોના મગજમાં આજે પણ તેમની યાદો તાજા છે. આમ તો મુલતાનના સુલતાનનું આક્રમક રૂપ મેદાનમાં દરેક વ્યક્તિએ જોયેલ હશે પરંતુ મેદાનની બહાર વીરુનાં નરમ સ્વભાવનાં વિશે લગભગ જ તમે જાણતા હશો. હકીકતમાં વીરુને પોતાના અંગત જીવનમાં એક જેન્ટલમેન માનવામાં આવે છે. તો આજે અમે આ આર્ટિકલમાં વીરુના અંગત જીવનના અમુક કિસ્સાઓ તમને જણાવવા જઇ રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે જેટલી ચર્ચાઓ વીરેન્દ્ર સેહવાગની થાય છે એટલી જ તેમની પત્નિ આરતી પણ ચર્ચામાં રહે છે. વીરુની પત્નિ આરતી કોઈ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછી સુંદર નથી, જેના લીધે જ તે ઘણીવાર ચર્ચામાં રહે છે. જણાવી દઈએ કે આરતી સહેવાગએ થોડા દિવસો પહેલાં જ પોતાનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો.

પત્નિનાં જન્મદિવસ પર વીરેન્દ્ર સેહવાગએ ખૂબ જ ખાસ સંદેશ આપીને શુભકામનાઓ પાઠવી હતી. વીરુએ પોતાની પત્નિને વિશ કરતા એક તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. તેમાં આરતી ખૂબ જ સુંદર નજર આવી રહી હતી. આ તસ્વીરોની સાથે વીરૂ એ એક સુંદર કેપ્શન પણ લખ્યું હતું.

જાણો વિરેન્દ્ર-આરતીની પ્રેમકહાની

વીરેન્દ્ર સેહવાગ અને આરતીની પ્રેમકહાની કોઈ ફિલ્મી કહાનીથી ઓછી નથી. જણાવી દઈએ કે બંને એકબીજાને બાળપણથી જ જાણતા હતાં. વીરુ જ્યારે ૭ વર્ષના હતાં ત્યારે જ તેમની પહેલી મુલાકાત આરતી સાથે થઈ હતી. તે સમયે આરતી ફક્ત ૫ વર્ષની હતી. હકીકતમાં વીરુ ના કઝીન ભાઈનાં લગ્ન આરતીની કાકી સાથે થયા છે, જેના લીધે બંનેનો કૌટુંબિક સંબંધ પણ છે.

વીરુ જ્યારે ૨૧ વર્ષના થયા તો તેમને એ એહસાસ થવા લાગ્યો કે તે આરતીને પ્રેમ કરે છે. તેવામાં તેમણે આરતી સાથે મુલાકાત કરીને પોતાના દિલની વાત જણાવી દીધી અને લગ્ન માટે પ્રપોઝ કર્યું. જોકે આરતીએ સેહવાગના લગ્ન વાળા પ્રસ્તાવને ઠૂકરાવી દીધો હતો.

હકીકતમાં આરતીને તે સમયે એવું લાગ્યું હતું કે પરિવારના લોકો હાલમાં લગ્ન માટે મનાઈ કરી દેશે. ત્યારબાદ થોડા વર્ષો સુધી બંને એકબીજાને ડેટ કરતા રહ્યા. જ્યારે આ વાતની જાણ તેમના પરિવારના લોકોને થઈ તો પરિવારના લોકોએ બંનેના લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર કરી લીધો.

એકબીજાને ૩ વર્ષ સુધી ડેટ કર્યા બાદ વર્ષ ૨૦૦૪માં બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા. જણાવી દઈએ કે હવે આ કપલને ૨ બાળકો આર્યવીર અને વેદાંત છે. વીરુ ઘણીવાર પોતાના પરિવારની સાથેની તસ્વીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. જેમના પર ફેન્સ ખૂબ જ લાઈક અને કોમેન્ટ પણ કરે છે.

જણાવી દઈએ કે વિરેન્દ્ર સહેવાગ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દેશના દરેક મુદ્દા પર જરા પણ અચકાયા વગર પોતાના અભિપ્રાય રાખતા નજર આવે છે. તેવામાં તેમનો મજાકિયો અંદાજ તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે વીરેન્દ્ર સહેવાગની વાર્ષિક આવક ૨૮૬ કરોડ રૂપિયાની આસપાસ છે. જણાવી દઈએ કે વીરુ એ હાલમાં જ અમદાવાદમાં પહેલા સ્ટોરની સાથે એક કલોથીંગ લાઈન લોન્ચ કરી છે. જેને વીરુ રિટેલ પ્રાઇવેટ લિમિટેડ હેઠળ વી.એસ સ્ટોરીઝ કહેવામાં આવે છે. જણાવી દઈએ કે વીરેન્દ્ર સેહવાગ બુસ્ટ, સેમસંગ મોબાઇલ, એડીદાસ, રીબોક, હીરોહોન્ડા જેવી ઘણી બ્રાન્ડ્સનાં વિજ્ઞાપનોમાં નજર આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *