સની દેઓલ જેવા સુપરસ્ટારની સાથે કામ કરવા માંગતી ના હતી બોલીવુડની આ ૨ ટોપ અભિનેત્રીઓ, જાણો કારણ

સની દેઓલની ગણતરી બોલીવૂડનાં એક્શન હીરોનાં રૂપમાં કરવામાં આવે છે. તેમને આપણે ઘાયલ, ઘાતક, દામિની અને ગદર જેવી ઘણી હિટ ફિલ્મોમાં જોઈ ચૂક્યા છીએ. સની દેઓલનું ફિલ્મી કરિયર ખૂબ જ શાનદાર રહ્યું છે. તેમણે પોતાના કરિયરમાં ઘણી મોટી મોટી અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે. જોકે બે અભિનેત્રીઓ એવી પણ છે જેમણે સની દેઓલ જેવા સુપરસ્ટારની સાથે કામ કરવા માટે મનાઈ કરી દીધી હતી.

હકીકતમાં શ્રીદેવી અને ઐશ્વર્યા રાય તે બે એક્ટ્રેસ છે જેમણે સની દેઓલ સાથે ફિલ્મમાં કામ ના કરવા માટે મનાઈ કરી દીધી હતી. આ વાતનો ખુલાસો ખુદ સની દેઓલે પોતાના એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. તેમણે આ વાતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ઐશ્વર્યા રાય અને શ્રીદેવીને મારી સાથે એક ફિલ્મમાં કામ કરવા માટે એપ્રોચ કરવામાં આવી હતી પરંતુ તેમણે સ્પષ્ટ મનાઇ કરી દીધી હતી.

તમને બધાને જ સની દેઓલની ઘાયલ ફિલ્મ તો યાદ હશે જ. આ ફિલ્મમાં હીરોઇન માટે શ્રીદેવી પહેલી પસંદ હતી. જોકે તેમણે જ્યારે સનીની સાથે કામ કરવાથી મનાઈ કરી દીધી તો તેમાં મીનાક્ષી શેષાદ્રીને લેવામાં આવી હતી. સનીએ આ વાત એક ઇન્ટરવ્યૂમાં જણાવી હતી. તેમણે કહ્યું હતું કે મારી પોતાની ફિલ્મ ઘાયલ માટે શ્રીદેવીને એપ્રોચ કરી હતી પરંતુ તેમણે તેમાં કામ કરવાની મનાઈ કરી દીધી હતી.

તેના સિવાય એક અન્ય ફિલ્મ માટે ઐશ્વર્યા રાયને એપ્રોચ કરવામાં આવી હતી પરંતુ તેમણે પણ સનીની સાથે ફિલ્મ કરવાની મનાઈ કરી દીધી હતી. હવે તમે બધા જ લોકો એવું વિચારી રહ્યા હશો કે આખરે શું કારણ હતું કે જેના લીધે શ્રીદેવી અને ઐશ્વર્યા રાય સની દેઓલ જેવા મોટા સુપરસ્ટારની સાથે કામ કરવાની મનાઈ કરી દીધી હતી. હકીકતમાં તે સમયમાં અમુક પોપ્યુલર અભિનેત્રી એવી ફિલ્મો કરતી ના હતી કે જેમાં તેમનો રોલ હીરોના રોલથી ઓછો પાવરફૂલ હોય.

ઘાયલ ફિલ્મ એક એવી જ ફિલ્મ હતી. આ ફિલ્મ સની દેઓલને વધારે હાઈલાઈટ કરતી હતી જ્યારે અભિનેત્રીનું કિરદાર સનીના કેરેક્ટરની તુલનામાં એટલું વધારે દમદાર હતું નહી. બસ આ જ કારણ હતું કે શ્રીદેવીએ ઘાયલ ફિલ્મમાં કામ કરવાની મનાઈ કરી દીધી હતી. જોકે બાદમાં બંને (શ્રીદેવી અને સની દેઓલ) ચાલબાઝ, નિગાહે જેવી ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં બંનેની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. ઐશ્વર્યાએ પણ બાદમાં સનીની સાથે ૨૦૦૨માં રિલીઝ થયેલી શહીદ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.