કોરોના વાયરસે એટલા લાંબા લોકડાઉનને જન્મ આપ્યો હતો કે દરેક લોકો ઘરમાં કેદ થઈ ગયા હતાં. જોકે આ સેલ્ફ-ક્વોરન્ટાઇનનાં કેટલાક સારા પાસા પણ હતાં. જીવનની ભાગદોડમાં આપણે બધા જ ઘણીવાર એટલા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આપણા પ્રિયજનો સાથે કેટલીક મજાની ક્ષણો પસાર કરવા માટે વધારે સમય મળતો નથી. જ્યારથી આ લોકડાઉન શરૂ થયું હતું, ત્યારથી જ બધા લોકો પોતાનાં પરિવારનાં સભ્યો સાથે ઘણો સારો સમય પસાર કરી રહ્યા હતાં.
બોલિવુડ એક્ટ્રેસ સની લિયોન પણ કંઇક આવું જ કરી રહી હતી. સની એ ૨૦ જાન્યુઆરી ૨૦૧૧ ના રોજ ડેનિયલ વેબર સાથે લગ્ન કર્યા હતાં. ત્યારથી જ તે બંને વચ્ચેનો સંબંધ ખુબ જ મજબુત છે. સની સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. અહીં તે અવાર-નવાર પોતાના ફોટા પોતાનાં ફેન્સ સાથે શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર ૩૫ મિલિયનથી પણ વધારે લોકો સનીને ફોલ્લો કરે છે.
સામાન્ય રીતે લોકો સની લિયોનને હોટ અને બોલ્ડ એક્ટ્રેસ તરીકે ઓળખે છે પરંતુ સની પાસે માત્ર એક સારું ફિગર અને બેજોડ સુંદરતા જ નથી પરંતુ તેમનામાં રમુજની ભાવના પણ છે. સની ખુબ જ ફની વ્યક્તિ છે. તેને હસવું અને મસ્તી કરવી ગમે છે. તાજેતરમાં સની લિયોને પોતાનાં પતિ ડેનિયલ વેબર સાથે પણ મસ્તી કરી હતી. તેણે પોતાની આંગળી રસોડામાં રહેલી ટેપ પર મુકી હતી. ત્યારબાદ તેણે કેળાનો ટુકડો લીધો અને તેને લાલ રંગથી રંગી નાખ્યો.
સની એ આ લાલ રંગને આંગળી પર પણ લગાવી દીધો. પછી સનીએ છરી લઈને જાણે હાથની આંગળી કપાઈ ગઈ હોય તેવી એક્ટિંગ કરી હતી. ત્યારબાદ સનીએ બુમ પાડીને પોતાનાં પતિ ને બોલાવ્યો હતો અને કહ્યું કે તેની આંગળી કપાઈ ગઈ છે. આ દ્રશ્ય જોઈને તેનો પતિ ડેનિયલ ગભરાઈ ગયો. જોકે બાદમાં સની હસવું આવ્યું તો તેનાં પતિ ને સમજાઈ ગયું કે આ એક પ્રાંક (મજાક) છે. સની ની આ મજાક ડેનિયલને પસંદ ના આવી અને તેણે “ભાડમાં જા” કહીને ત્યાંથી નીકળી ગયો.
View this post on Instagram
સની ની આ મજાક હવે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. લોકોને આ વીડિયો પણ ખુબ જ મજેદાર લાગે છે. સાથે જ જ્યારે ડેનિયલ ને આ મજાક વિશે પુછવામાં આવ્યું તો તે કહે છે કે, “હું એક ગંભીર વ્યક્તિત્વ ધરાવતો માણસ છું. મને મજાક બિલકુલ પણ પસંદ નથી. તેઓ સનીની આ મજાકને ઝીરો રેટિંગ આપે છે”. તે કહે છે કે મને બીજાની મજાક કરવી ગમતી નથી અને ના તો હું પોતે તેનો ભાગ બનવાનું પસંદ કરું છું”.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે આવું પહેલીવાર નથી જ્યારે સની એ આવી મજાક કરી હોય. ઘણીવાર તેના શુટિંગ સેટ પરથી પણ આવા વીડિયો સામે આવતા રહે છે, જેમાં સની પોતાનાં કો-સ્ટાર્સ અને ક્રુ-મેમ્બર્સ સાથે મસ્તી કરતી જોવા મળે છે.