સુપરમેન સાથે જોડાયેલ હતો આ રહસ્યમયી શ્રાપ, આ કિરદાર નિભાવવા વાળાનું જીવન થઇ જતું હતું બરબાદ

Posted by

વિશ્વભરમાં ઘણા સુપરહીરો હોય છે જેમણે પોતાની તાકાતથી દુનિયાને બચાવી છે. આ સુપર હીરો અસલમાં તો નથી પરંતુ કોમિક્સ અને ફિલ્મોની દુનિયામાં હંમેશા દુશ્મનોને હરાવતા જોવા મળે છે. આમ તો સુપરહીરોનું લિસ્ટ ખૂબ જ લાંબુ છે પરંતુ સુપરમેન એક એવું કિરદાર છે, જેને લોકો બાળપણથી જ પસંદ કરે છે. સુપરમેન જે વાદળી કલરના કપડામાં હવામાં ઊડે છે અને ગમે તેટલી ભારે ચીજ હોય પરંતુ તેને એક હાથથી ઉઠાવી શકે છે, તે સુપરમેનનાં દિવાનાઓની કોઈ કમી નથી. જો કે સુપરમેનને લઈને એવી અફવાઓ ફેલાવવામાં આવી હતી કે લોકોએ આ કિરદારને પડદા પર ઉતારવા માટે ના પાડી દીધી હતી. આ બધાનું કારણ એક શ્રાપને જણાવવામાં આવ્યું છે.

સુપરમેન કોમિક બૂક કેરેક્ટર નથી પરંતુ ટીવીની સાથે જ સુપર હીરોના મોશલ પિક્ચરમાં પણ સુપરમેનને શ્રાપિત માનવામાં આવે છે. એવું કહેવામાં આવ્યું છે કે આજ સુધી જેમણે પણ આ પાત્રને ભજવ્યું છે એ બરબાદ થઈ ગયો અથવા તો દુનિયામાંથી જ જતો રહ્યો છે. તો ચાલો તમને જણાવી દઈએ આ શ્રાપની કહાની.

કર્ક એલન

સુપરમેનને બાળકો માત્ર બુક્સમાં જ વાંચતાં હતાં. તે કેવી રીતે ઉડે છે અને દુશ્મનોને કેવી રીતે મારે છે આ બધું અત્યાર સુધી કોઈએ બતાવ્યું ના હતું. સુપરમેનનાં ફિલ્મોની શરૂઆત કરવામાં આવી અને પહેલી ફિલ્મ આવી હતી ૧૯૪૮માં. આ ફિલ્મમાં સુપરમેનનું પાત્ર ભજવ્યું કર્ક એલને. આ ફિલ્મમાં સુપરમૈનનાં જંપને પોપ્યુલર કરવા માટે તેમને જ શ્રેય જાય છે. સુપરમેનની સીરિઝને તો ખૂબ જ પસંદ કરવામાં આવી પરંતુ ત્યારબાદ તેમને કામ ના મળ્યું. તે હીરોની એવી ઓળખાણ બની ગઈ હતી કે તેમને સામાન્ય રોલ પણ મળતો બંધ થઇ ગયો અને તેમણે પોતાની આત્મકથામાં લખ્યું હતું કે સુપરમેનનાં પાત્રએ તેમને ખૂબ જ પરેશાન કર્યા.

જોર્જ રીવ્સ

સુપરમેનને હંમેશા એક શ્રાપ બતાવવામાં આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે સુપરમેનનું પાત્ર જે એક્ટર કરે છે તેને નુકસાન જ થાય છે. બસ આ જ વાત એટલી ફેલાઈ ગઈ કે બીજા લોકો સુપરમેનનું પાત્ર ભજવવા માટે મનાઈ કરવા લાગ્યાં. આ રોલને ભજવવા વાળા બીજા એક એક્ટર હતાં જોર્જ રીવ્સ જેમણે પોતાને ગોળી મારી લીધી હતી. તેમણે આવું શા માટે કર્યું તે રહસ્ય હજુપણ એક રહસ્ય જ છે.

ક્રિસ્ટોફર રીવ્સ

જોર્જનાં મૃત્યુ પછી એક્ટર્સ વચ્ચે સુપરમેનનાં પાત્ર લઈને નકારાત્મકતા ફેલાઈ ગઈ હતી. ફિલ્મો બનવાની બંધ થઈ ગઈ તો ટીવી દ્વારા આ પાત્રને ફરી જીવિત કરવામાં આવ્યું. સુપરમેનનું પાત્ર ભજવનાર ત્રીજા એક્ટર ક્રિસ્ટોફર રીવ્સ “સુપરમૈન-દ મૂવી” થી ઘર-ઘરમાં પ્રચલિત થઈ ગયાં પરંતુ એક વખત કંઈક એવું થયું કે જેનાથી લોકોને દુઃખ થયું. ક્રિસ્ટોફર ઘોડે સવારીનાં શોખીન હતાં અને તેમાં ખૂબ જ માહિર પણ હતાં પરંતુ અચાનક તે ઘોડા પરથી પડી ગયા અને પેરાલાઈઝડ થઈ ગયા. વર્ષ ૨૦૦૪માં તેમનું મૃત્યુ થઈ ગયું. એટલું જ નહી ફિલ્મમાં સુપરમેનનાં પિતાનું પાત્ર ભજવનાર માર્લન બ્રેન્ડોનું જીવન પણ સમસ્યાઓમાં ઘેરાયેલું રહ્યું હતું.

બૈડન રુથ

આટલી વાતો પછી પણ સુપરમેન સિરીઝ બનતી રહી પરંતુ ચોથી ફિલ્મ નુકસાનના લીધે બંધ કરવી પડી. આ ફિલ્મમાં સુપરમેનનું પાત્ર બૈડન રુથ નિભાવી રહ્યાં હતાં. કારણ કંઇ પણ રહ્યું હોય પરંતુ વારંવાર આ પાત્રને ભજવતાં લોકોને મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. આ એક અજીબ રહસ્યમય શ્રાપ બની ગયો કે જેમણે આ પાત્ર ભજવતાં લોકોની જીંદગી બરબાદ કરી દીધી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *