સુરતનાં વેપારીએ પોતાની નાની “પરી” ને આપી ખાસ ભેટ, ૨ મહિનાની દિકરી માટે ચંદ્ર પર ખરીદી જમીન

Posted by

સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે, જ્યાં દરરોજ કોઈને કોઈ ખબરો સાંભળવા કે જોવા મળી જાય છે. તમે બધા લોકોએ હંમેશા એવું સાંભળ્યું હશે કે કોઈએ તેના પ્રિય વ્યક્તિ માટે ચંદ્ર પર જમીન ખરીદી છે. આ પ્રકારની ખબરો હંમેશા તમે લોકોએ ક્યાંક ને ક્યાંક જરૂર સાંભળી હશે. તેની વચ્ચે એક ખબર સુરતમાંથી સામે આવી છે. જ્યાં એક બિઝનેસમેને પોતાની બે મહિનાની દિકરી માટે ચંદ્ર પર જમીન ખરીદી છે. સુરતના વેપારીએ પોતાની બે મહિનાની નાની “પરી” ને આ ખાસ ભેટ આપી છે.

ઇન્ટરનેટ પર ખબરોની ભરમાર છે અને આ ખબરમાંથી કોઈ ખબર એવી હોય છે, જેને જાણ્યા બાદ હંમેશા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. મળેલી જાણકારી અનુસાર સુરતનાં સરથાણા એરિયામાં રહેતા વિજય કથેરીયા એ પોતાની બે મહિનાની દિકરીને ઉપહાર ના રૂપમાં ચંદ્ર પર જમીન આપી છે. વિજય કથેરીયા એક વેપારી છે, જે મુળ રૂપથી સૌરાષ્ટ્રના છે અને તેઓ વર્તમાન સમયમાં સુરતનાં સરથાણા વિસ્તારમાં રહે છે.

વિજય કથેરીયા એ પોતાની દિકરીને ખુબ જ અનમોલ ગિફ્ટ આપી છે. ચંદ્ર પર જમીન ખરીદવા માટે તેમણે ઈન્ટરનેશનલ લુનાર લેન્ડ રજીસ્ટ્રી કંપનીને ઇ-મેલ મોકલ્યો હતો. જણાવી દઈએ કે હાલમાં જ તેમના આવેદનને કંપની દ્વારા અનુમતિ આપવામાં આવી છે. નોંધાયેલા રિપોર્ટ અનુસાર તેમણે ૧૩ માર્ચે ચંદ્ર પર જમીન ખરીદવા માટે ઓનલાઈન આવેદન કર્યુ હતું, જેને હાલમાં જ અપ્રુવલ આપવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે વિજય કથેરીયા ના ઘરે થોડા મહિના પહેલા જ તેમની દિકરી “નિત્યા” નો જન્મ થયો હતો. જ્યારે તેમની નાની પરી તેમના જીવનમાં આવી તો તેમના જન્મ સમયે જ વિજય કથેરીયા એ તેનાં વિચારી લીધું હતું કે તે પોતાની દિકરીને કંઈ ખાસ ભેટ આપશે. ત્યારે નિત્યા ના પિતા વિજય કોઠારી એ પોતાની નાની પરી ને એક એવી ભેટ આપવાનો નિર્ણય કર્યો પરંતુ તે ભેટ અન્ય ભેટ થી ખુબ જ અલગ અને ખાસ હતી.

વિજય કથેરીયાએ ૧૩ માર્ચે ચંદ્ર પર જમીન ખરીદવા માટે ઓનલાઈન આવેદન કર્યુ હતું. એક એકર જમીન ખરીદવા માટે આવેદનને કંપની દ્વારા સ્વીકાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કંપનીએ તમામ કાયદાકીય કાર્યવાહી પુરી કર્યા બાદ વિજય કથેરીયાને જમીન ખરીદવાની મંજુરી મળ્યાનો ઈ-મેઈલ પણ કર્યો હતો અને બાદમાં કંપનીએ તેની સાથે જોડાયેલા દસ્તાવેજો મોકલ્યા હતાં.

ખબરો અનુસાર એવું બતાવવામાં આવી રહ્યું છે કે વિજય કથેરીયા ચંદ્ર પર જમીન ખરીદવા વાળા પહેલા વેપારી છે પરંતુ નિત્યા કદાચ દુનિયાની સૌથી ઓછી ઉંમરની છોકરી છે, જેના નામ પર ચંદ્ર પર પોતાની જમીન છે. ભલે નિત્યા માટે ચાંદ-તારા તોડીને કોઈ ના લાવે પરંતુ હવે ચંદ્ર પર તેના નામ પર ઘર તો હોય જ શકે છે. જોકે આ વાતની કંપની તરફથી હજુ સુધી કોઇ ઘોષણા કરવામાં આવી નથી.

તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટમાં હંમેશા એવું સાંભળવા મળતું હોય છે કે કોઈ પોતાની પત્નિ કે કોઈ પ્રિય વ્યક્તિ માટે ચંદ્ર પર જમીન ખરીદી છે. વળી બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપુતના સુ-સાઈડ બાદ પણ અભિનેતાની ચંદ્ર પર જમીન હોવાની ખબરો આવી હતી.