સુરતનો ૭ ધોરણ પાસ યુવક ૧૨ વર્ષથી બાળકીઓને ફ્રી માં ખવડાવી રહ્યો છે કેક, આવું કરવા પાછળ છુપાયેલું છે આ કારણ

Posted by

દેશમાં બેટી બચાવો અભિયાન ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે અને લોકોને દિકરીઓ પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે. “બેટી બચાવો અભિયાન” ને સુરતમાં રહેતાં સંજય ચોડવડીયા એક અનોખી રીતે આગળ વધારી રહ્યા છે. સંજય દર વર્ષે બાળકીઓને ફ્રી માં કેક આપે છે. ફ્રી માં કેક આપીને સંજય ચોડવડીયા દિકરીના જન્મને પ્રોત્સાહન આપી રહ્યા છે. સંજય ચોડવડીયાનાં અનુસાર તે દર વર્ષે ૭ હજારથી વધારે કેક બાળકીઓને ફ્રી માં વહેંચી ચૂક્યા છે. જેમની કિંમત ૭ લાખ આસપાસ રહી ચૂકી છે.

હકીકતમાં સંજય ચોડવડીયાને એક કેકની દુકાન છે. જેમાં તે ઘણા પ્રકારની કેક બનાવીને વહેંચે છે. સંજય ચોડવડિયાએ પોતાની દુકાનમાં એક ખાસ સ્કીમ રાખી છે. આ સ્કીમ અંતર્ગત તે તેવા લોકોને ફ્રી માં કેક આપે છે, જેમને દિકરીઓ છે. સંજય ચોડવડીયાએ જણાવ્યું કે જો તેમની દુકાનમાં કોઈ પોતાની દિકરીનાં જન્મદિવસ પર કેક લેવા આવે છે તો તે તેમને ફ્રી માં કેક આપે છે. સંજય ચોડવડીયાનાં અનુસાર તે ૫ વર્ષની બાળકીઓને ફ્રી માં કેક આપે છે અને અત્યાર સુધીમાં દર વર્ષે ૭ લાખ રૂપિયાની કિંમતની ૭ હજારથી વધારે કેક વહેંચી ચૂક્યા છે. તેમનું આ અભિયાન પાછલા ૧૨ વર્ષોથી સતત કાર્યરત છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરના રહેવાસી સંજય ચોડવડીયા ૨૦ વર્ષોથી સુરતમાં રહે છે. પરિવારની આર્થિક સ્થિતિ સારી ના હોવાના કારણે તેમનો અભ્યાસ પૂરો થઈ શક્યો નહી અને તેમણે ૭ ધોરણ પાસ કર્યા બાદ સ્કૂલ છોડવી પડી હતી. વળી સ્કૂલ છોડ્યા બાદ તે કામની તલાશમાં નીકળી પડ્યા પરંતુ તેમને કોઈપણ જગ્યાએ કામ મળી શક્યું નહીં.

રોજગારની તલાશમાં તે સુરત આવી ગયા હતાં અને સુરત આવ્યા બાદ તેમણે ૮ વર્ષ સુધી ડાયમંડ ફેક્ટરીમાં હીરા ઘસવાનું કામ કર્યું. ત્યારબાદ એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કર્યું. થોડા વર્ષો સુધી અહીંયા કામ કર્યા બાદ તેમણે પોતાની બેકરી શરૂ કરી, જે પાછલા ૧૨ વર્ષોથી ચાલી રહી છે. આ બેકરી ડભોલી વિસ્તારમાં ઘનશ્યામ બેકરી અને કેક નામની દુકાનથી પ્રસિદ્ધ છે. હવે આ નામથી તેમની ૧૪ બ્રાન્ચ પણ છે.

આ કારણથી કેક આપે છે ફ્રી માં

સંજય જણાવે છે કે તે લગભગ ૧૨ વર્ષ જૂની વાત છે. કતારગામ વિસ્તારમાં કથાવાચક મોરારીબાપુનું પ્રવચન ચાલી રહ્યું હતું. હું આ પ્રવચન સાંભળવા માટે ગયો હતો. આ પ્રવચન દરમિયાન બાપુએ “બેટી બચાવો અભિયાન” વિશે વાત કરી. બાપુના પ્રવચનને સાંભળ્યા બાદ મેં અભિયાન સાથે જોડાવવાનો નિર્ણય કરી લીધો હતો અને તે અલગ રીતે અપનાવ્યો.

સંજયના અનુસાર તેમણે ગરીબ દિકરીઓના જન્મદિવસ પર તેમને ફ્રી કેક આપવાનું શરૂ કર્યું. તેમના માટે તેમણે સરકારી હોસ્પિટલમાંથી દિકરીઓના જન્મની જાણકારી લીધી અને તેમના ઘર સુધી કેક પહોંચાડી. ત્યારથી જ આ કાર્ય સતત ચાલી રહ્યું છે. સંજય જણાવે છે કે દિકરીઓ આગળ વધશે તો જ દેશ આગળ વધશે. તેના માટે બધા જ લોકોની વિચારસરણી બદલવાની જરૂરિયાત છે.

સંજય જણાવે છે કે ઘણા લોકો તેમને એવું પૂછે છે કે આખરે કેક વહેંચવાથી શું થશે? તેમના પર સંજય તેમને જવાબ આપે છે કે બર્થ-ડેનાં દિવસે તે દિકરીના ચેહરા પર સ્મિત આવી જાય છે, બસ એટલું જ કાફી હોય છે. પોતાના આ અનોખા અભિયાન અંતર્ગત સંજયે પહેલા વર્ષમાં ૧ હજાર કિલો કેક ફ્રી માં વહેંચી હતી.

વળી આજે તેમની ૧૪ બ્રાંચ છે, જે દર વર્ષે ૭ હજાર કિલો કેક દિકરીઓના ઘરે પહોંચાડી રહ્યા છે. સંજયની કોઈપણ બ્રાંચમાં સંપર્ક કરીને દિકરીનો પરિવાર ફ્રી માં કેક લઈ શકે છે. તેના સિવાય સંજયની બેકરીની તરફથી બાળકીઓ માટે ૧૦૦ રૂપિયાની કિંમતની ૨૫૦ ગ્રામ કેક ફ્રી માં આપવામાં આવે છે. સંજયના આ અભિયાનને લિમ્કા બૂક રેકોર્ડમાં રેકોર્ડ કરવાની તૈયારી પણ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *