શ્રીલંકામાં રામાયણની જીવિત સાબિતી મળી, વૈજ્ઞાનિકો પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયાં

રામ અને રામાયણ અનાદિકાળથી લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યા છે. રામાયણ અનુસાર ભગવાન રામ એ અધર્મનો વધ કરીને ધર્મની સ્થાપના કરી હતી. ઘણા લોકો આશ્ચર્યચકિત છે કે શું ભગવાન રામ એ હકિકતમાં પૃથ્વી પર જન્મ લીધો હતો?. શું ખરેખર રાવણનાં ૧૦ માથા અને ૨૦ ભુજા હતી?. શું હનુમાનજી પોતાની ઈચ્છા અનુસાર પોતાનું રૂપ બદલી શકતા હતાં?. એવા ઘણા બધા સવાલ આજે પણ લોકોનાં મનમાં આવે છે. આજે અમે તમને રામાયણ સાથે જોડાયેલા અમુક એવા ફેક્ટ વિશે જ જણાવવા જઈ રહ્યાં છીએ. ત્યારબાદ તમે પણ કહેશો કે આ બધી વાતો એકદમ સત્ય છે.

Advertisement

સાપ ના માથા જેવી ગુફા

રાવણ જ્યારે માતા સિતાનું હરણ કરી શ્રીલંકા પહોંચ્યા તો તેને સૌથી પહેલા આ સ્થાન પર રાખ્યા હતાં. આ ગુફાનું માથું કોબ્રા સાપ જેવું નજર આવે છે. ગુફાની ચારેય તરફની નકશી એ વાતનું પ્રમાણ આપે છે કે રામાયણનું હકિકતમાં અસ્તિત્વ રહેલું છે.

હનુમાન ગઢી

જે સ્થાન પર હનુમાનજી ભગવાન રામની પ્રતીક્ષા કરતા હતાં, તેને હનુમાન ગઢી કહેવાય છે. રામાયણમાં પણ તેનો ઉલ્લેખ છે. અયોધ્યા પાસે આ સ્થાન પર એક હનુમાનજીનું મંદિર પણ છે. જે હનુમાન ગઢી નામથી પ્રસિદ્ધ છે.

હનુમાનજીનાં પદચિન્હો

રામાયણમાં એ પણ વર્ણન મળે છે કે જ્યારે હનુમાનજીએ સીતાને શોધવા માટે દરિયો પાર કર્યો હતો. તેમણે એક વિશાળ રૂપ ધારણ કર્યું હતું એટલા માટે જ્યારે તેઓ શ્રીલંકા પહોંચ્યા તો તેમનાં પદચિન્હ ત્યાં બન્યા હતાં, જે આજે પણ જોવા મળે છે.

રામસેતુ

રામસેતુ પણ રામાયણ અને ભગવાન શ્રીરામનાં અસ્તિત્વનું પ્રમાણ છે. રામાયણમાં દરિયો કે શ્રીલંકા સુધી આ પુલ વિશે લખવામાં આવ્યું છે. રિચર્સમાં જાણવા મળ્યું કે આ સેતુ પાણી ઉપર તરતા પથ્થરોથી બનેલો હતો, જેને આજે પણ દરિયા કિનારે જોઈ શકાય છે. ભારત થી શ્રીલંકા તરફ જવા માટે ભગવાન શ્રી રામ અને તેમની સેનાએ પથ્થરોને દરિયામાં ફેંકીને રામસેતુનું નિર્માણ કર્યું હતું. આ રામસેતુનાં પુલની મદદથી જ તમામ વાનરસેના લંકામાં પ્રવેશ કરી શકી હતી. કહેવામાં આવે છે કે જે પથ્થરોથી રામસેતુ પુલ બનાવવામાં આવ્યો હતો, તે પથ્થરો આજે પણ દરિયામાં તરતા જોવા મળે છે, જેમાં ભગવાન શ્રી રામનું નામ લખ્યું છે. નાસા એ પણ પોતાની એક શોધ બાદ જણાવ્યું કે આ રામસેતુ માનવ દ્વારા નિર્મિત છે.

દ્રોણાગીરી પર્વત

રામાયણની કથામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લક્ષ્મણ અને મેઘનાથનાં યુદ્ધમાં મેઘનાથનાં બાણથી લક્ષ્મણ મુર્છિત થઈ ગયા હતાં. તેમનું બચવું લગભગ અસંભવ માનવામાં આવી રહ્યું હતું ત્યારે રાજવૈદ્ય સુરોનનાં ઉપાય અનુસાર દ્રોણાગીરી પર્વત પરથી સંજીવની બુટ્ટી લાવવાની હતી પરંતુ હનુમાનજી આખો દ્રોણાગીરી પર્વત ઉઠાવીને લઈ આવ્યા હતાં, જેમાંથી સંજીવની બુટ્ટી કાઢીને લક્ષ્મણનાં પ્રાણની રક્ષા કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે સંજીવની બુટ્ટીમાં એટલી શક્તિ છે કે તે મૃ-ત્યુ પામનાર વ્યક્તિનો જીવ પણ બચાવી શકે છે. લક્ષ્મણજી સ્વસ્થ થયા બાદ હનુમાનજીએ દ્રોણાગીરી પર્વત પોતાનાં સ્થાન પર રાખી દીધો હતો, જે આજે પણ ઉત્તરાખંડનાં ચમોલી ગામમાં સ્થિત છે.

શ્રીલંકામાં હિમાલય જડીબુટ્ટી

શ્રીલંકામાં તે સ્થાન પર દુર્લભ હિમાલય જડીબુટ્ટીનાં અર્ક મળી આવ્યા છે જ્યાં લક્ષ્મણ મુર્છિત થઈ ગયા હતાં અને તેમને સંજીવની બુટ્ટી આપવામાં આવી હતી. શ્રીલંકામાં હિમાલયની જડીબુટ્ટીની શોધ ભગવાન શ્રી રામનાં અસ્તિત્વનું પ્રમાણ છે.

અશોક વાટિકા

સીતા હરણ બાદ જ્યારે રાવણ તેમને લંકા લઈ ગયા હતાં તો માતા સીતા એ તેમનાં મહેલમાં રહેવાની મનાઈ કરી દીધી હતી ત્યારે રાવણે તેમને અશોક વાટિકામાં રાખ્યા હતાં જ્યાં તે એક ઝાડની નીચે બેસતા હતાં. આ જગ્યાને “અલિયા” ના નામથી જાણવામાં આવે છે.

લેપાક્ષી મંદિર

સીતા હરણ બાદ રાવણ માતા સીતાને જે માર્ગથી લંકા લઈને જઈ રહ્યાં હતાં, તે માર્ગ પર રામભક્ત જટાયુ એ રાવણને રોકવા માટે તેમની સાથે યુદ્ધ કર્યું હતું પરંતુ રાવણે જટાયુની બંને પાંખ કાપીને તેને ગંભીર રૂપથી ઘાયલ કરી દીધા હતાં ત્યારબાદ તે ઘાયલ અવસ્થામાં શ્રીરામ સામે પડ્યા હતાં અને તેમણે તેનાં ખોળામાં જ પોતાનું શરીર ત્યાગી દીધું હતું. જે સ્થળ પર જટાયું ઘાયલ અવસ્થામાં પડ્યા હતાં ત્યાં લેપાક્ષી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે આજે પણ આંધ્રપ્રદેશમાં જોઈ શકાય છે.

પંચવટી

માન્યતા છે કે જ્યારે ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને માતા સીતા વનવાસ માટે નીકળ્યા હતાં તો તે નાસિક પંચવટી જંગલમાં રહેતા હતાં. આ જંગલમાં લક્ષ્મણે રાવણની બહેન સુપર્ણખાનું નાક કાપી નાખ્યું હતું. આ પંચવટી આજે પણ નાશિકમાં જોવા મળે છે.

વિશાળકા હાથીનાં અવશેષ

શ્રીલંકાનાં રક્ષકનાં રૂપમાં રાવણના દ્વાર પર વિશાળકાય હાથીને રાખવામાં આવ્યો હતો, જેને હનુમાનજીએ ધરાશાહી કરી દીધો હતો. વૈજ્ઞાનિક પ્રમાણમાં લંકાનાં સ્થળની પાસે એટલા જ વિશાળકાય હાથીના અવશેષ મળ્યા છે, જે સામાન્ય હાથી થી ઘણા મોટા છે.

શ્રીલંકાની કાળી માટી

રામાયણમાં જણાવવામાં આવ્યું છે કે રામાયણની સોનાની લંકા શ્રીલંકામાં વિશાળ સ્તર પર ફેલાયેલી હતી, જેને હનુમાનજીએ સળગાવીને રાખ કરી દીધી હતી, જેના પ્રમાણનું અનુમાન વર્તમાન સમયમાં શ્રીલંકામાં મળતી કાળી માટી પરથી લગાવી શકાય છે. આજે પણ અહિયાનાં ઘણા સ્થળોની માટી પુર્ણ રૂપથી કાળી છે.

Advertisement