સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ના કરવા જોઇએ આ ૭ કામો, નહિતર જીંદગીભર પસ્તાવું પડે છે

જ્યોતિષ શાસ્ત્રના અનુસાર અમુક કામ સૂર્યાસ્ત પછી કરવા જોઇએ નહી. સૂર્યાસ્ત થયા બાદ આ કામોને કરવાથી તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો. તો ચાલો જાણી લઈએ કે એવા કયા કામો છે જેને સૂર્યાસ્ત પછી કરવા વર્જિત માનવામાં આવે છે.

સાંજના સમયે સફાઈ કરવી

શાસ્ત્રોના અનુસાર ક્યારેય પણ સાંજના સમયે સાવરણીથી સાફ-સફાઈ કરવી ના જોઈએ. સાંજના સમયે ઘરમાં સાવરણીથી સફાઈ કરવાથી માતા લક્ષ્મીનું અપમાન થાય છે. આવા ઘરમાં રહેવાનું લક્ષ્મીજી પસંદ કરતા નથી અને હંમેશા આ ઘરમાં ધનની કમી રહેવા લાગે છે. તેથી જો તમે પણ સાંજના સમયે સાવરણીથી સાફ-સફાઈ કરો છો તો તેને બંધ કરી દેવી જોઈએ અને જો તમે પૈસાની તંગીનો સામનો કરી રહ્યા હોય તો તેનું એક કારણ આ પણ હોઈ શકે છે.

તુલસીજી ને સ્પર્શ કરવો

લગભગ દરેક હિન્દુ ઘરમાં તુલસીનો છોડ મળી આવે છે. હિન્દુ ધર્મમાં તેમનું ખૂબ જ મહત્વ છે. તેથી ક્યારેય પણ તુલસીના છોડને સૂર્યાસ્ત બાદ ગંદા હાથથી સ્પર્શ કરવો ના જોઈએ. તેના સિવાય સૂર્યાસ્ત બાદ તેના પાન પણ તોડવા ના જોઈએ. જો તમે આવું કરો છો તો લક્ષ્મીજી તમારાથી નારાજ થઈ શકે છે અને તમારા ઘરમાં હંમેશા પૈસાની તંગી રહેવા લાગે છે.

સાંજના સમયે સૂવું

શાસ્ત્રોમાં સાંજના સમયે સુવાને પણ અશુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રનું માનીએ તો જે વ્યક્તિ સાંજના સમયે સુવે છે. તે પોતે જ પોતાના ભાગ્યોદયના રસ્તા બંધ કરે છે. જોકે રોગી, ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વૃદ્ધ લોકો પર એવી કોઈ મનાઈ નથી. તે પોતાની આવશ્યકતા અનુસાર સાંજના સમયે વિશ્રામ કરી શકે છે.

રાતના સમયે સેવિંગ કરવી

રાતના સમયે વ્યક્તિએ ક્યારેય પણ સેવિંગ કરવી ના જોઈએ. તેના સિવાય ગુરુવાર અને શનિવારના દિવસે પણ સેવિંગ કરવી ના જોઈએ. તેને અપશુકન માનવામાં આવે છે. જો તમે આવું કરો છો તો તમારા ઘરમાં પૈસાની તંગી હંમેશા માટે ચાલતી રહે છે. આવા લોકોના ઘરમાં લક્ષ્મીજી નિવાસ કરતા નથી.

ઘરમાં વિવાદ

જોકે દરેક ઘરમાં કોઇને કોઇ વાતને લઇને વાદ-વિવાદ થતા રહે છે પરંતુ સાંજના સમયે થનાર વિવાદને અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રોનું માનીએ તો સાંજના સમયે દેવી-દેવતા પૃથ્વીનું ભ્રમણ કરતા હોય છે. તેવામાં સાંજના સમયે ઘરમાં વિવાદ થાય છે ત્યાં સુખ સમૃદ્ધિ રહેતી નથી.

કોઇની નિંદા કરવી

સાંજનો સમય દેવ પૂજનનો સમય હોય છે. આ દરમિયાન ઈશ્વરની આરાધના કરવી જોઈએ. સાંજના સમયે પૂજા-પાઠમાં મન લગાવવું જોઈએ ના કે કોઈની નિંદા કરવામાં. જે લોકો સાંજના સમયે બીજા લોકોની નિંદા કરે છે તેમના ઘરમાં હંમેશા અશાંતિ જ રહે છે. સાંજના સમયે કોઈની નિંદા કરવી ખૂબ જ મોટો અવગુણ માનવામાં આવે છે.

સ્ત્રીનું અપમાન

સ્ત્રીના અપમાનને માતા લક્ષ્મીજીનું અપમાન કરવાના બરાબર માનવામાં આવે છે. જે વ્યક્તિ સૂર્યાસ્ત બાદ પોતાના ઘરની સ્ત્રીની સાથે મારપીટ, ગાળા-ગાળી અને તેને અપમાનિત કરે છે તે ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય પણ નિવાસ કરતા નથી. આવા ઘરમાંથી માતા લક્ષ્મી હંમેશા માટે ચાલ્યા જાય છે. ઘરની સુખ-સમૃદ્ધિ અને શાંતિ પણ સંપૂર્ણ રીતે ખતમ થઇ જાય છે.