સુશાંતની છેલ્લી ફિલ્મ “દિલ બેચારા” ને IMDB પર બનાવ્યો જબરદસ્ત રેકોર્ડ, ટ્વિટર પર ભાવુક થયા ફેન્સ

સુશાંત સિંહ રાજપૂત ની છેલ્લી ફિલ્મ ૨૪ જુલાઇએ સાંજે ૭:૩૦ રિલીઝ થયેલ છે. ફિલ્મ ડિઝની પ્લસ હોસટાર પર બધા માટે મફતમાં રિલીઝ કરવામાં આવી છે.. ફિલ્મ જોયા બાદ ફેન્સ પોતાના આંસુ રોકી શકતા નથી. આ ફિલ્મને લઈને દરેક જગ્યાએ હાલનાં સમય સુશાંત ની ચર્ચા છે. ફેન્સ સોશિયલ મીડિયાથી લઇને રેટિંગ એપ્સ સુધી તેને સૌથી ઊંચા સ્થાન પર પહોંચાડી રહ્યા છે. ફેન્સનાં કારણે આ ફિલ્મને IMDB રેટિંગ ઉપર પણ પોતાનો રેકોર્ડ બનાવ્યો છે. જણાવી દઈએ કે એક સમય એવો પણ આવ્યો હતો, જ્યારે ફિલ્મને ૧૦ માંથી ૧૦ રેટિંગ મળ્યા હતા. તે એક રેકોર્ડ છે. તેની સાથે ફેન્સ ટ્વિટર પર પોતાની ભાવના પણ રજૂ કરી રહ્યા છે.

IMDB પર બન્યો જબરજસ્ત રેકોર્ડ

જણાવી દઈએ કે “દિલ બેચારા” પહેલા થિયેટરમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવી પડી. જો કે આ સુશાંત ની છેલ્લી ફિલ્મ હતી અને તેને સૌથી વધારે માં વધારે દર્શકો જોઈ શકે તેટલા માટે ફિલ્મને સબસ્ક્રાઈબર અને નોન સબસ્ક્રાઈબર બંને માટે મફત માં રિલીઝ કરવામાં આવી. હવે આ ફિલ્મને પહેલા દિવસે જ દર્શકોનો જબરજસ્ત પ્રેમ જોવા મળ્યો છે.

યૂઝર્સે ફિલ્મ વિશે કમેન્ટ કરતા લખ્યું છે કે “દિલ બેચારા” એક બહેતરીન ફિલ્મ છે. હું અને મારો પરિવાર આ ફિલ્મને જોયા બાદ અમે બધા રડી રહ્યા છીએ. એક યુઝર્સે લખ્યુ કે આ ફિલ્મે મને ભાવુક બનાવી દીધો અને ખાસ કરીને ફિલ્મના આખરી કિસ્સાએ મને રડાવી દીધો. સુશાંત અમારી મુસ્કાન…. શા માટે સુશાંત?

સુશાંતને યાદ કરીને ફેન્સ થયા ભાવુક

એક યૂઝરે ફિલ્મનો ડાયલોગ લખતા કહ્યું કે, “હાલમાં જ “દિલ બેચારા” ફિલ્મ જોઈ. આપણે ક્યારે જીવવાનું છે અને ક્યારે મળવાનું છે એ આપણે નક્કી કરતા નથી, પરંતુ આપણે કેવી રીતે જીવવાનું છે તે આપણા હાથમાં છે. સુશાંત, તમને હંમેશાં યાદ કરવામાં આવશે.”

એક યૂઝરે લખ્યું કે, “માનવ થી મૈની સુધી એકવાર ફરીથી તેણે આપણું દિલ જીતી લીધું. આ ફિલ્મને ઘણો બધો પ્રેમ. જોકે તે વાતનું મને દુઃખ છે કે તે હવે આપણી વચ્ચે નથી. આપણે એક સિતારો કોઈ દીધો છે અને અમે બધા તમને મિસ કરી રહ્યા છીએ.”

આ ફિલ્મમાં સુશાંતની સાથે સંજના સાંઘી નજર આવી છે. આ સંજનાની ડેબ્યૂ ફિલ્મ છે. તે સિવાય ફિલ્મોમાં સ્વસ્તિકા મુખર્જી, શાશ્વત ચેટરજી અને સાહિલ વેદ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન મુકેશ છાબડા કર્યું છે. ડાયરેક્ટર તરીકે તેમની ડેબ્યૂ ફિલ્મ છે. મહત્વપૂર્ણ છે કે મુકેશ છાબડાએ સુશાંત સિંહ રાજપુતને ફિલ્મ “કાઈ પો છે” માં કાસ્ટ કર્યા હતા.

ફિલ્મમાં બે કેન્સર દર્દીઓની લવ સ્ટોરી બતાવવામાં આવી છે. સંજનાએ ફિલ્મમાં કિજી બાસુનું પાત્ર નિભાવ્યું છે, તો થાઇરોઇડ કેન્સર સામે લડી રહી છે. વળી સુશાંતે મૈનીનું પાત્ર નિભાવ્યું છે, જે કેન્સરથી પીડિત છે. મૈની કિજી ની જિંદગીમાં ખુશીઓ અને પ્રેમ લાવે છે, પરંતુ કિજી ના જીવનમાં સૌથી મોટું દુઃખ પણ મૈની જ લાવે છે. ફિલ્મની આગળની કહાની શું છે તે તમને ફિલ્મ જોયા બાદ જ ખ્યાલ આવશે.