ઊંઘ મનુષ્ય માટે ખૂબ જરૂરી હોય છે. એ જ કારણ છે કે મનુષ્યને એક સ્વસ્થ જીવન જીવવા માટે ૭ થી ૮ કલાકની ઊંઘ જરૂર લેવી જોઈએ. કારણ કે જ્યારે એક સારી ઊંઘ લઈને તમે ઉઠો છો તો તમારું કામમાં પણ મન લાગે છે. તેવામાં તમારો દિવસ પણ ખૂબ જ સારો પસાર થાય છે. ફક્ત એટલું જ નહીં પણ તમને ટેન્શન પણ રહેતું નથી. જેના કારણે તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારે કઈ રીતે સૂવું જોઈએ ?
હવે તમને મારી આ વાત મજાક લાગી રહી હશે. પરંતુ ખરેખર મોટાભાગના લોકો આ વાતથી અજાણ છે કે તેમણે આખરે કઈ રીતે સૂવું જોઈએ. કારણ કે એક ઊંઘની સાથે સાથે તે પણ જરૂરી હોય છે કે તમારી સૂવાની રીત કેટલી યોગ્ય છે. એક રિસર્ચનું માનીએ તો ઘણા લોકોની સુવાની રીતે ખોટી હોય છે. જેમના કારણે તેનું પરિણામ તેમના સ્વાસ્થ્ય પર પડતું હોય છે. ડોક્ટર પણ સુવાની અમુક રીતો યોગ્ય બતાવે છે. આજે અમે તમને એ જણાવશું કે તમારી આખરે કઈ રીતે સૂવું ના જોઈએ.
તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે લોકો જમણી બાજુ, ડાબી બાજુ, સીધા અને ઉંધા અથવા તો ઘૂંટણ વાળીને સુતા હોય છે. પરંતુ સુતા સમયે યોગ્ય પોઝિશન એટલે કે રીત કઈ છે તે તમારે જાણવી ખૂબ જ જરૂરી છે. ઘણા લોકોનું એવું માનવું હોય છે કે બેડ પર પડી જાઓ અને નીંદર આવી જાય બસ તેનાથી જ શરીરને આરામ મળી જાય છે. પરંતુ એવું નથી હોતું. હવે અમે તમને જણાવીશું કે તમારે સૂતા સમયે શું ભૂલ ના કરવી જોઈએ.
ઉંધા સુવાની રીત
મોટાભાગના લોકોને ઊંધા સૂવાની આદત હોય છે. પરંતુ આવું કરવાથી તમારા લીવર પર ખરાબ અસર પડે છે. ફક્ત એટલું જ નહી તમારું લીવર ખરાબ પણ થઈ શકે છે. એવામાં તમારે ક્યારેય પણ ઊંધું સૂવું ના જોઈએ. તેના સિવાય પણ આ રીતે સૂવાથી તમારા હૃદય પર પણ ખરાબ અસર પડે છે.
જમણી બાજુ સુવાની રીત
ઘણીવાર લોકો જમણી બાજુ સૂવાનું પસંદ કરતાં હોય છે. પરંતુ તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. તેવામાં ડાબી બાજુ ફરીને સૂવું ફાયદાકારક રહે છે. કારણકે ડાબી બાજુ માણસનું પાચનતંત્ર અને હૃદય હોય છે. તેના સિવાય હૃદયના દર્દીઓને ડાબી બાજુ જ સૂવું જોઈએ. તેનાથી તેને ખૂબ જ ફાયદો થાય છે.
ઘૂંટણવાળી ને સુવાની રીત
ઘૂંટણવાળી ને સૂવું લોકોની પહેલી પસંદગી માનવામાં આવે છે. પરંતુ તે ખૂબ જ હાનિકારક છે. તેવામાં જો તમે ઘૂંટણવાળી ને સુવો છો તો આ આદત તમે અત્યારે જ બદલી નાખો. કારણકે આવી રીતે સૂવાથી ઘૂંટણના સાંધા પ્રભાવિત થાય છે. જેના કારણે ઘૂંટણના સાંધામાં દુખાવો રહેવા લાગે છે. તેવામાં જો તમારે ઘુંટણને વાળીને સૂવું જ હોય તો બંને ઘૂંટણોની વચ્ચે તકિયો રાખીને સૂવું જોઈએ. તેનાથી તમને આરામ મળશે.
સીધું સુવાની રીત
સીધા સૂતા સમયે તમારે ઓશીકું રાખવું ના જોઈએ. કારણકે ઓશીકું રાખવાથી તમારી કરોડરજ્જુમાં તકલીફ થઈ શકે છે. તેવામાં જો તમારે ઓશીકું લગાવવાની આદત હોય તો તમારે એક બાજુ ફરીને સૂવું જોઈએ.