સ્વર્ગ જતા પહેલા મરનાર વ્યક્તિમાં દેખાય છે આ પાંચ સંકેત, શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યું છે વર્ણન

પિતૃ-પક્ષ શરૂ થઇ ચૂક્યું છે. દરેક પરિવાર પોતાના વૃદ્ધ પરિજનોનું શ્રાદ્ધ કર્મ કરી રહ્યા છે. આ દરમિયાન આપણા મનમાં સ્વર્ગ-નર્ક અને લોક-પરલોક જેવી ચીજો પણ મગજમાં ઉમટી પડે છે. તેવામાં આપણને મનમાં એ વિચાર પણ આવે છે કે આપણે કે આપણા કોઈ પરિચિત મૃત્યુ પછી સ્વર્ગ જશે કે નર્ક ? એવું માનવામાં આવે છે કે મૃત્યુના સમયે કે પોતાના અંતિમ સમયમાં જો તમને અમુક વિશેષ ચીજ જોવા મળે તો તમે મરણોપરાંત સ્વર્ગ જાવ છો.

મૃત્યુ પહેલા આ સંકેતો જોવા મળે તો સ્વર્ગ જાય છે માણસ

  • ભગવાન કૃષ્ણની ગીતામાં જણાવવામાં આવ્યું છે કે માણસના શરીરમાં નવ મુખ્ય દ્વાર હોય છે. જીવનમાં સારા કર્મ કરનાર મહાન આત્માઓ શરીરના ઉપરના દ્વાર જેમ કે આંખ, નાક, મુખ અને કાનથી જઈને સ્વર્ગ જાય છે. તેથી કહેવામાં આવે છે કે મૃત્યુના સમયે જો કોઈ વ્યક્તિનું નાક થોડું વાંકુ થઈ જાય તો તેનો મતલબ છે કે તેમના પ્રાણ નાકથી નીકળ્યા છે. આવી રીતે જ આંખોનું બંધ ના થવું, કાન ખેંચાયેલ હોવા કે મોઢું ખુલ્લું રહી જવું પણ તે દર્શાવે છે.

  • જો મૃત્યુ સમયે વ્યક્તિના ચહેરા પર સંતોષનો ભાવ જોવા મળે તો તે સ્વર્ગ જાય છે. તેનો મતલબ છે કે તેમણે તેમના જીવનમાં ઘણા સારા કામો કર્યા છે. તેથી તેમના અંતિમ સમયમાં પણ તેમના ચહેરા પર સંતોષ જોવા મળે છે. વળી પાપ અને ખોટા કામ કરનાર વ્યક્તિના ચહેરા પર અંતિમ સમયમાં મોતનો ભય સ્પષ્ટ જોવા મળે છે અને આવા લોકો નર્ક જાય છે.
  • જે સત્પુરુષ મૃત્યુના સમયે મળ-મૂત્રનો ત્યાગ કરતા નથી તે સ્વર્ગ જાય છે. જ્યારે પાપી અને ખરાબ કામ કરનાર લોકોની આત્મા અંતિમ સમયમાં યમદૂતને જોઈને ભયના કારણે શરીરના નીચેના ભાગમાં છુપાવવા લાગે છે. તેનાથી તે પોતાના અંતિમ સમયમાં મુત્રનો ત્યાગ કરી દે છે અને આ લોકો નરક જાય છે.

  • જો અંતિમ સમયમાં મૃત્યુને ગળે લગાવનારની પાસે ગંગાજળ, તુલસી અને કુશનું આસન જેવી ચીજ હોય તો તે સ્વર્ગ જાય છે. જોકે અંતિમ સમયમાં આ ચીજો ફક્ત મહાન આત્માઓના જ નસીબમાં હોય છે. ઘણીવાર તો લોકો આ ચીજોની વ્યવસ્થા કરે છે તે પહેલા જ તે વ્યક્તિના પ્રાણ ચાલ્યા જાય છે.
  • સામાન્ય રીતે વ્યક્તિને મૃત્યુના સમયે કાળા કપડામાં યમદૂત જોવા મળે છે. પરંતુ અમુક મહાન અને સજ્જન લોકોને પીળા કપડામાં દેવ પુરુષ પણ જોવા મળે છે. આવા લોકો સીધા જ સ્વર્ગ જાય છે. આ દેવ પુરુષ મૃત્યુ પામનાર વ્યક્તિને પોતાના વિમાનમાં બેસાડીને સ્વર્ગ લઈ જાય છે.