ભોજન કરતાં સમયે આપણે લોકો એવી ઘણી ભૂલો કરતા હોઈએ છીએ જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. ડોક્ટરોના અનુસાર ભોજન હંમેશા યોગ્ય સમય પર કરવું જોઈએ અને ક્યારેય પણ પોતાની ભૂખને મારવી ના જોઈએ. વળી ભોજન કર્યા બાદ નીચે જણાવવામાં આવેલી વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
પાણી પીવું નહી
ભોજન કરતાં સમયે અને ભોજન કરી લીધા બાદ તરત જ પાણી પીવું ના જોઈએ. હકીકતમાં ઘણા લોકોને ભોજન કરતાં સમયે પાણી પીવાની આદત હોય છે. જ્યારે અમુક લોકો ભોજન કરી લીધા બાદ તુરંત જ પાણી પી લેતા હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. ડોક્ટરોના અનુસાર ભોજન કરતાં સમયે અને ભોજન કરી લીધા બાદ તરત જ પાણી પીવું ના જોઈએ. હંમેશા ભોજન કર્યા બાદ ઓછામાં ઓછાં અડધા કલાક પછી પાણી પીવું જોઈએ. એટલું જ નહી પરંતુ ક્યારેય પણ ઠંડું પાણી પીવું ના જોઈએ. ઠંડું પાણી પીવાથી પાચનક્રિયા બગડી જાય છે. તેથી હંમેશા નવશેકું પાણી જ ભોજન કર્યા બાદ પીવું જોઈએ.
ચા અને કોફીથી દૂર રહેવું
ઘણા લોકોને ભોજન કરી લીધા બાદ ચા અથવા કોફી પીવાની આદત હોય છે. જેને યોગ્ય માનવામાં આવતી નથી. ડોક્ટરના અનુસાર ભોજન કર્યાના તુરંત બાદ જ ચા કે કોફી પીવાથી ભોજનમાં હાજર રહેલ આયરન ખતમ થઇ જાય છે અને શરીરને પ્રોટીન મળી શકતું નથી.
તરત ના સૂવું જોઈએ
બપોરે ભોજન કર્યા બાદ તમારે તરત જ સૂવું ના જોઈએ. હંમેશા ભોજન કર્યા બાદ થોડા સમય સુધી ચાલો અને ઓછામાં ઓછા અડધા કલાક પછી જ સૂવું જોઈએ. ભોજન કર્યા બાદ તરત જ સૂઈ જવાથી ખોરાક યોગ્ય રીતે પચી શકતો નથી અને પેટમાં દુખાવાની ફરિયાદ પણ રહે છે. એટલું જ નહીં ઘણા લોકોનું પેટ પણ ફૂલી જતું હોય છે. તેથી ભૂલથી પણ ભોજન કર્યા બાદ તરત જ સૂવું ના જોઈએ.
જ્યુસનું સેવન ના કરો
ભોજન કરી લીધા બાદ જ્યુસનું સેવન પણ કરવું ના જોઈએ અને આવું કરવાથી પાચનક્રિયાને નુકસાન પહોંચે છે. તેથી ક્યારેય પણ ભોજન કર્યા બાદ તરત જ જ્યુસ કે અન્ય પ્રવાહી પદાર્થોનું સેવન કરવું ના જોઈએ. હંમેશા ભોજન કર્યા બાદ ઓછામાં ઓછા બે કલાક પછી જ જ્યુસનું સેવન યોગ્ય માનવામાં આવે છે.
ધૂમ્રપાન ના કરો
ભોજન કરી લીધા બાદ ઘણા લોકો ધૂમ્રપાન કરતા હોય છે જેનાથી આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ક્યારેય પણ ભોજન કર્યા બાદ ધુમ્રપાન ના કરો અને દારૂનું પણ સેવન ના કરો.
એકસાથે ના ખાઓ ઠંડુ અને ગરમ
ભોજન કરતાં સમયે ક્યારેય પણ એક સાથે ઠંડી અને ગરમ ચીજ ના ખાવી જોઈએ. ઘણા લોકો દહીં ખાધા પછી ઉપરથી દૂધ પી લેતા હોય છે. જેને યોગ્ય માનવામાં આવતું નથી. દહી અને દૂધનું એકસાથે સેવન કરવાથી પેટમાં દુખાવાની ફરિયાદ રહે છે. આ જ રીતે પનીરની ઉપર દહી, દૂધ, ચા કે કોફીનું પણ સેવન કરવું ના જોઈએ.
ભોજન બાદ બેસી ના જાઓ
બપોરે ભોજન કર્યા બાદ લોકો તરત જ પોતાની ખુરશી પર બેસીને કામ કરવા લાગતા હોય છે. ડોક્ટરોના અનુસાર ભોજન કર્યા બાદ તરત જ ખુરશી પર બેસી ના જવું જોઇએ. હંમેશા ભોજન કર્યા બાદ ઓછામાં ઓછું ૧૦ મિનિટ સુધી ચાલો અને ત્યારબાદ જ ખુરશી પર બેસીને કામ કરો.