કીસમીસ સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. તે એક પ્રકારનો સૂકો મેવો છે જેનો સ્વાદ થોડો ખાટો અને મીઠો હોય છે. કીસમીસનું સેવન ઘણી રીતે કરવામાં આવે છે. ઘણા લોકો તેને ખીરમાં નાખીને ખાવાનું પસંદ કરે છે જ્યારે ઘણા લોકો તેને દૂધની અંદર નાખીને તેનું સેવન કરે છે. કીસમીસનું સેવન સામાન્ય રીતે પણ કરી શકાય છે. કીસમીસનું પાણી પણ આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે અને તેનું પાણી પીવાથી ઘણા શરીરને બધા લાભ મળે છે. તો ચાલો જાણી લઈએ કે કીસમીસનું પાણી કઈ રીતે તૈયાર કરવામાં આવે છે અને તે પાણીથી આપણા શરીરને કયા કયા લાભ મળે છે.
નથી રહેતી લોહીની ખામી
કીસમીસનું પાણી પીવાથી શરીરમાં લોહીની ખામી રહેતી નથી. તેથી જે લોકોનાં શરીરમાં લોહીનું સ્તર ઓછું હોય તે લોકોએ કીસમીસનું પાણી જરૂર પીવું જોઈએ. કીસમીસનું પાણી પીવાથી લોહીની ખામી એક સપ્તાહની અંદર જ સમાપ્ત થઈ જશે.
પેટ સંબંધિત લાભ
જે લોકો દરરોજ સવારે ખાલી પેટ કીસમીસનું પાણી પીવે છે તે લોકોને પેટ સંબંધિત રોગ થતા નથી. કીસમીસનું પાણી પીવાથી કબજિયાત, એસીડીટી અને પેટમાં દુખાવાની ફરિયાદ રહેતી નથી. જે લોકોનું પેટ હંમેશા ખરાબ રહેતું હોય તે લોકોએ કીસમીસનું પાણી જરૂર પીવું જોઈએ. આ પાણી પીવાથી પેટના સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે.
થાક થાય છે દૂર
શરીરનો થાક અને કમજોરી દૂર કરવામાં પણ કીસમીસનું પાણી સહાયક માનવામાં આવે છે. આ પાણીને પીવાથી થાક અને કમજોરી એકદમથી દૂર થઈ જાય છે અને શરીરમાં તાકાત આવી જાય છે. જ્યારે પણ તમને થાક કે કમજોરી મહેસૂસ થાય તો તમારે કીસમીસનું પાણી પી લેવું જોઈએ. તેને પીવાની સાથે જ તમારા શરીરમાં તાકાત આવી જશે.
કોલેસ્ટ્રોલ રહે છે યોગ્ય
દરરોજ કીસમીસનું પાણી પીવાથી કોલેસ્ટ્રોલનું લેવલ યોગ્ય જળવાઈ રહે છે. હકીકતમાં કીસમીસનું પાણી પીવાથી શરીરમાં ટ્રાઇગ્લીસેરાઇડ્સનું સ્તર ઓછું થવા લાગે છે અને આવું થવાથી કોલેસ્ટ્રોલ લેવલ વધી શકતું નથી.
કરચલીઓ થાય છે દૂર
આપણા ચહેરા પર કરચલીઓ થવાથી ઉંમર વધારે દેખાવા લાગે છે. કરચલીઓની સમસ્યાથી છુટકારો મેળવવા માટે દરરોજ કીસમીસનું પાણી પીવું જોઈએ. આ પાણીમાં ફલેવેનોઈડ્સ એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં મળી આવે છે. જે કરચલીઓને ઝડપથી ઓછી કરવાનું કામ કરે છે અને આવું થવા પર તમારી કરચલીઓ એકદમથી દૂર થઈ જાય છે અને તમારી ત્વચા યુવાન દેખાવા લાગે છે.
લીવર માટે ઉત્તમ
કીસમીસનું પાણી લીવરના સ્વાસ્થ્ય માટે ઉત્તમ સાબિત થાય છે. આ પાણીને પીવાથી લીવર હેલ્ધી જળવાઈ રહે છે અને લીવર સંબંધિત રોગોથી તમારી રક્ષા પણ થાય છે. તેથી જે લોકોનું લીવર સ્વસ્થ ના હોય તે લોકોએ આ પાણી જરૂર પીવું જોઈએ.
આ રીતે તૈયાર કરો પાણી
કીસમીસનું પાણી તૈયાર કરવા માટે એક પાણી બાઉલમાં કીસમીસને આખી રાત પલાળીને રાખી દો. વહેલી સવારે આ પાણીમાં કીસમીસને મસળીને ભેળવી દો. ત્યારબાદ આ પાણીને ગેસ પર ગરમ કરવા માટે રાખી દો અને ધીમા તાપે આ પાણીને ઉકાળો. પાણી સારી રીતે ઉકળી ગયા બાદ તેને ગાળી લો અને ઠંડુ કરીને તેને પી લો.