સ્વાસ્થ્યને આ ૬ રીતે નુકસાન પહોચાડે છે હેન્ડ સેનિટાઈઝરનો વધારે પડતો ઉપયોગ

ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયના એડિશનલ ડાયરેક્ટર જનરલ ડોક્ટર આર.કે. વર્મા તરફથી કહેવામાં આવ્યું છે કે હેન્ડ સેનિટાઈઝર નો વધારે પડતો ઉપયોગ કરવાથી તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેનાથી બચવા માટે તેમણે સલાહ આપી હતી કે જ્યારે તમે લોકો ઘરમાં હોય તે સમયે સેનીટાઇઝર નો ઉપયોગ કરવાને બદલે સાબુથી હાથ ધોવા જોઈએ. તો ચાલો જાણીએ કે આખરે કઈ રીતે હેન્ડ સેનિટાઈઝર આપણા હાથને નુકસાન પહોંચાડે છે.

હાનિકારક હોય છે કેમિકલ

હેન્ડ સેનિટાઈઝર બનાવવામાં જે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં સામાન્ય રીતે બેન્જાલ્કોનિયમ ક્લોરાઈડ હોય છે. તે રસાયણ હાથની ત્વચામાં રહેલા કિટાણુને લગભગ પૂરી રીતે ખતમ કરી નાખે છે. કોઈપણ પ્રકારના બેક્ટેરિયા અને ઈન્ફેક્શન ફેલાવવા વાળા પૈથોજેન્સ ત્વચા પર એક્ટિવ રહી શકતા નથી. પરંતુ જ્યારે આ રસાયણનો ઉપયોગ વધારે પડતો હાથ પર કરવામાં આવે તો તેનાથી અમુક લોકોને એલર્જી, ખંજવાળ અથવા બળતરા થઈ શકે છે. સામાન્ય રીતે આવું તે લોકોની સાથે બનતું હોય છે, જેમની ત્વચા ખૂબ જ વધારે સંવેદનશીલ હોય છે.

ચામડીને નુકસાન થઈ શકે છે

હેન્ડ સેનિટાઈઝર તૈયાર કરતા સમયે તેમાં ટ્રાઈક્લોસોનનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક એવું રસાયણ છે જે ત્વચા દ્વારા અવશોષિત કરી લેવામાં આવે છે. એટલે કે આપણી ત્વચા આ રસાયણને શોષી લે છે. આ કારણે તે આપણા શરીરમાં પ્રવેશી જાય છે. એક સીમિત માત્રા બાદ થી વધારે આ રસાયણ શરીરમાં જાય તો તેના સાઇડ ઇફેક્ટ નિશ્ચિત રૂપથી થાય છે.

ખૂબ જ વધારે હેન્ડ સેનિટાઈઝર નો ઉપયોગ કરવાથી હાથની ચામડી ડ્રાય થવા લાગે છે. વારંવાર સાબુથી હાથ ધોવાથી પણ આવી સમસ્યા થાય છે. આ સ્થિતિથી બચવા માટે યોગ્ય રહેશે કે તમે પોતાના હાથને સાબુથી સાફ કર્યા બાદ તેને નેપકીન વડે કોરા કરી લો અને ત્યારબાદ હાથમાં એક ટીપુ સરસવનું તેલ લગાવીને માલિશ કરો. સરસવનું તેલ વધારે માત્રામાં લેવું નહીં, નહીંતર તો તે હાથને ચીકણા બનાવી દેશે. આ તેલ એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. એટલા માટે ત્વચા પર અન્ય કોઈ મોઈશ્ચરાઈઝર થી વધારે ઉપયોગી છે. ખાસ કરીને આજના સમયમાં સ્થિતિને જોતા આ તેલ યોગ્ય છે.

મુડ પર ખરાબ અસર

હેન્ડ સેનિટાઈઝરનો વધારે પડતો ઉપયોગ કરવાથી અમુક એવા નુકસાન પણ થાય છે, જેના પર આપણું ધ્યાન જતું નથી. મતલબ કે સેનેટાઈઝર ને સુગંધી બનાવવા માટે તેમાં જે રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણીવાર તે રસાયણ સ્ટ્રેસ અને એંગ્જાઈટીને ટ્રિગર કરવાવાળા હોય છે. આવું સામાન્ય રીતે તે લોકોની સાથે થાય છે જે ખૂબ જ વધારે સંવેદનશીલ હોય છે.

પાચન પર ખરાબ અસર

હેન્ડ સેનિટાઈઝરને સારી સુગંધ આપવા માટે જે રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં ફૈથલેટ્સ પણ સામેલ છે. આ એક એવું રસાયણ છે જેના વધારે પડતા ઉપયોગથી લીવર અને કિડની પર નકારાત્મક અસર જોવા મળે છે. જેના કારણે તે લોકોને વધારે પરેશાની થાય છે, જેઓ પહેલાથી જ પેટ અથવા પાચન સાથે જોડાયેલી બીમારીઓથી ગ્રસ્ત હોય.

બાળકો માટે પણ નથી સુરક્ષિત

હેન્ડ સેનિટાઈઝર નો વધારે પડતો ઉપયોગ બાળકોના સ્વાસ્થ્ય માટે પણ યોગ્ય નથી. ઉપર અમે જેટલી પણ વાતો જણાવી છે તેમાંથી કોઈ પણ પ્રકારની સમસ્યા થવા પર સામાન્ય રીતે બાળકો માતા-પિતાને એક્સપ્લેન કરી શકતા નથી કે તેમને શું મહેસુસ થઇ રહ્યું છે અને શું પરેશાની થઇ રહી છે. તેઓ ફક્ત ચીડચીડીયા અને બીમાર થઈ જાય છે. એટલા માટે બાળકોનાં હાથ પણ સાબુથી હાથ ધોવા વધારે યોગ્ય રહેશે.