સ્વિમિંગ પૂલ કે વોટર પાર્કમાં કોઈએ પેશાબ કર્યો છે કે નહી, આ સરળ રીતથી જાણો

સ્વિમિંગ પુલમાં નાહવાનો શોખ લગભગ દરેક વ્યક્તિને હોય છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં તેમની અંદર નહાઈને ખૂબ જ આનંદ આવે છે. જે લોકો અમીર હોય છે તેમના ઘરે પોતાનો સ્વિમિંગ પૂલ હોય છે. જોકે મિડલ ક્લાસ લોકો સ્વિમિંગ પૂલનો આનંદ લેવા માટે પબ્લિક સ્વિમિંગ પૂલમાં જાય છે. વળી અમુક લોકો વોટર પાર્કમાં જઈને નહાવાનું પણ પસંદ કરે છે.

રોજ હજારો લોકો આવે છે ન્હાવા

આજકાલ દરેક નાના-મોટા શહેરમાં વોટરપાર્ક જરૂર હોય છે. આ વોટરપાર્કમાં પાણી વાળી રાઇડ્સની સાથે સ્વિમિંગ પૂલ પણ હોય છે. હવે આ પબ્લિક સ્વિમિંગ-પૂલમાં સૌથી મોટી સમસ્યા એ હોય છે કે તેમાં નહાવા માટે રોજ હજારો લોકો આવે છે. તેવામાં કોઈના દ્વારા આ સ્વિમિંગ પૂલ માં પેશાબ (યુરીન) કરવાની સંભાવના પણ હોય છે.

આ કારણથી સ્વિમિંગ પૂલમાં લોકો કરે છે પેશાબ

સભ્ય લોકો તો આવું કરવાથી બચે છે પરંતુ અમુક તોફાની લોકો આવું જાણી જોઈને કરતા હોય છે. વળી અમુક લોકો કંટ્રોલ ના થઇ શકવાના કારણે પણ અથવા તો બાથરૂમ સુધી ચાલીને જવાની આળસના લીધે પાણીની અંદર જ પેશાબ (યુરીન) કરી નાખતા હોય છે. સ્વિમિંગ પૂલમાં ઘણા બાળકો પણ નહાવા આવે છે તો તે જરૂર તેમની અંદર જ પેશાબ કરે છે.

યુરિનનો હંમેશા રહે છે ડર

એકંદરે કહેવામાં આવે તો સ્વિમિંગ પુલની અંદર અન્ય વ્યક્તિનું યુરીન હોવાનો વહેમ હંમેશા રહે છે. તેવામાં આજે અમે તમને એક એવી રીતે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે એ અંદાજો લગાવી શકો છો કે કોઈએ સ્વિમિંગ પુલની અંદર પેશાબ (યુરીન) કર્યો છે કે નહી. આ રીતની મદદથી તમે સ્વીમીંગ પુલને દૂરથી જ જોઇને અંદાજો લગાવી શકશો કે તે કેટલો સ્વચ્છ છે.

આવી રીતે જાણી શકાય છે

હકીકતમાં સ્વિમિંગ પૂલ વાળા પોતે જ યુરીન કરનાર લોકોની ઓળખ કરવા માટેની તૈયારી રાખતા હોય છે. આ લોકો પાણીની અંદર યુરીન ઇન્ડિકેટર ડાઇ નામનું એક કેમિકલ મેળવે છે. જ્યારે યુરીન આ કેમિકલના સંપર્કમાં આવે છે તો પુલના પાણીનો રંગ બદલાઇને વાદળી થઈ જાય છે. તેના થોડા સમય બાદ જ તેમાં ખરાબ વાસ આવવા લાગે છે. તેથી સ્વિમિંગ પૂલ વાળા લોકોએ ફટાફટ પાણીને બદલવું પડે છે. જો તે આ પાણીને બદલતા નથી તો તેમાંથી ખૂબ જ ભયંકર વાસ આવવા લાગે છે.