સ્વિમિંગ પુલમાં તરતી જોવા મળી બજરંગી ભાઇજાનની “મુન્ની”, જુઓ તેમની તસ્વીરો

Posted by

૨૦૧૫માં સલમાન ખાનની એક ફિલ્મ આવી હતી બજરંગી ભાઈજાન. આ ફિલ્મમાં લોકોને “નાની મુનિ” નું પાત્ર ખૂબ જ પસંદ આવ્યું હતું, ખરેખર તે સલમાનની સાથે લીડ રોલમાં હતી. આ ફિલ્મને હવે ૫ વર્ષ થઈ ચૂક્યા છે. આ ફિલ્મમાં મુન્ની બનેલી હર્ષાલી મલ્હોત્રા પણ હવે મોટી થઈ ગઈ છે.

હર્ષાલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અહીંયા તે ઘણીવાર પોતાના ફેન્સની સાથે તસ્વીરો અને વીડિયો શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમને ૪ લાખ ૮૩ હજારથી વધારે લોકો ફોલો કરે છે. હાલમાં જ હર્ષાલીએ પોતાની સ્વિમિંગ કરતી એક તસ્વીર ફેન્સ સાથે શેર કરી છે. આ તસ્વીરને શેર કરતા હર્ષાલીએ કેપ્શનમાં લખ્યું છે કે, “જો ક્યાંય જાદુ હોય તો તે પાણીમાં જ છે”.

હર્ષાલી મલ્હોત્રાની સ્વિમ કરતી આ તસ્વીર ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. તે તેમના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં ૨૬ હજારથી વધારે લાઈક્સ મળી ચૂકી છે. દરેક લોકો હર્ષાલીની પ્રશંસા કરી રહ્યા છે.

હર્ષાલી પાછલા ઘણા સમયથી વેકેશન પર પણ હતી. તેવામાં તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વાદીઓમાં ટ્રેકિંગ કરતો એક વીડિયો પણ શેર કર્યો હતો. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. લોકોને બજરંગી ભાઇજાન ની “મુન્ની” નો અંદાજ ખૂબ જ પસંદ આવ્યો હતો.

૩ જૂન ૨૦૦૮નાં રોજ મહારાષ્ટ્રના મુંબઈમાં જન્મેલી હર્ષાલી મલ્હોત્રા ૧૨ વર્ષની થઇ ચૂકી છે. તેમને સાચી લોકપ્રિયતા ૨૦૧૫ માં આવેલી “બજરંગી ભાઈજાન” ફિલ્મમાં “મુનિ” નું પાત્ર ભજવીને મળી હતી. તેમાં તેમણે એક એવી મૂંગી યુવતીનું પાત્ર ભજવ્યું હતું, જે ભૂલથી પાકિસ્તાનથી ભારત આવી જાય છે. ત્યારબાદ સલમાન ખાન તેમને તેમના ઘરે છોડવા માટે જાય છે.

આ ફિલ્મ બાદ હર્ષાલીની ફેન ફોલોઈંગમાં જબરદસ્ત વધારો થયો હતો. લોકો તેમની ક્યુટનેસ ના કાયલ થઈ ગયા હતા. હર્ષાલીને હરવું-ફરવું પણ ખૂબ જ પસંદ છે. તે પોતાના મિત્રોની સાથે મજાક મસ્તી કરવાનો કોઈ ચાન્સ છોડતી નથી. અહીંયા આપવામાં આવેલ એક વિડીયો તમે પણ જોઈ લો. જેમાં તે પોતાની એક ફ્રેન્ડની સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે.