તમારી આ આદતોનાં લીધે જ કિડની સંપુર્ણ રીતે થઈ શકે છે ડેમેજ, આજે જ છોડી દો આ આદતો

આપણી દૈનિક આદતોની આપણા સ્વાસ્થ્ય પર સારી એવી અસર પડે છે. સારી આદતો આપણને તંદુરસ્ત રાખે છે, તો વળી અમુક ખરાબ આદતો આપણી તંદુરસ્તીને ભારે નુક્સાન પહોંચાડે છે. આમ જોવા જઈએ તો માનવ શરીર એક તંત્રની જેમ કામ કરે છે અને જો તેની તરફ બેદરકારી રાખીશું તો પછી તંત્ર (સિસ્ટમ) ફેઇલ થઈ જાય છે. જેનાં લીધે બાદમાં આપને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી રીતે જ ઉત્પન્ન થયેલી એક ઘાતક સમસ્યા છે કીડની ડેમેજ થવી. હકિકતમાં આપણી કેટલીક ખરાબ આદતો કીડનીને નુકશાન પહોંચાડે છે અને આજે અમે તમને રોજીંદી એવી ખરાબ આદતો વિશે જણાવીશું, જેનાથી કીડની અને પેશાબ સંબંધીત સમસ્યાઓ થઈ શકે છે.

આવી આદતો મોટાભાગનાં લોકોમાં જોવા મળે છે કે તે સંપુર્ણ દિવસમાં એટલું પાણી પીતા નથી, જેટલી તેમનાં શરીરમાં જરૂરિયાત હોય છે અને ઓછું પાણી પીવાથી કીડનીને સૌથી વધું નુકસાન થાય છે કારણકે કીડનીનું કામ શરીર માંથી ગંદકી બહાર કાઢવાનું છે. જો તમે દિવસમાં પુરતા માત્રામાં પાણી પીતાં ના હોય તો તેનાથી તમારી કીડનીને લોહી શુદ્ધ કરવા માટે જે દ્રવ્ય જોઇતું હોય છે તે તેને મળતું નથી, જેનાં લીધે લોહીમાં રહેલી ગંદકી આપણા શરીરમાં જ રહી જાય છે અને તેનાથી ઘણી બધી બિમારીઓ ઉત્પન્ન થવા લાગે છે.

  • જો તમે પેશાબ રોકી રાખો છો તો તે આદત તમારી કીડની માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાં લીધે કીડનીને સૌથી વધારે નુકશાન થાય છે અને પથરી થવાની સંભાવના વધી જાય છે, એટલે ક્યારેય પણ પેશાબને વધારે સમય સુધી રોકવો ના જોઇએ.

  • વધારે માત્રામાં શરાબનું સેવન કરવું સંપુર્ણ શરીર માટે હાનીકારક છે. ખાસ કરીને લીવર અને કિડનીને વધારે નુકશાન પહોંચાડે છે. શરાબનાં વધારે પડતા સેવનથી પેશાબ સંબંધિત સમસ્યાઓથી લ‌ઇને કીડની ખરાબ થવાની શક્યતા વધી જાય છે.

  • મીઠા વગરનું ભોજન આપણને ફિક્કું લાગે છે પરંતુ જો એ જ મીઠું ભોજનમાં વધારે પડી જાય છે તો સ્વાદની સાથે સાથે આપણા સ્વાસ્થ્ય પર પણ તેની ખરાબ અસર પડે છે. જોકે અમુક લોકોને વધારે પડતું મીઠું ખાવાની આદત પણ હોય છે અને તેની સીધી અસર તેમની કિડની પર પડે છે. હકિકતમાં શરીરમાં મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડની માત્રા વધારે થઈ જવાનાં લીધે બ્લડપ્રેશર વધી જાય છે, જેનાં લીધે કિડની પર વધારે જોર પડે છે અને કિડની ડેમ જ થવાનું જોખમ વધી જાય છે.

  • થોડા પ્રમાણમાં કોફીનું સેવન આપણા શરીર માટે હાનીકારક નથી પરંતુ જો તેનું સેવન વધી જાય છે તો મીઠા ની જેમ તે બ્લડપ્રેશર વધારી શકે છે, જેથી કીડની ખરાબ થવાનું જોખમ ઉભુ થશે.

  • સુતા સમયે આપણી કીડનીનું ડેમેજ રીપેર થાય છે. હકિકતમાં આપણે સુઇ જઈએ છીએ ત્યારે શરીર ડેમેજ સેલ્સનું નવનિર્માણ કરે છે, એટલા માટે પુરતી ઉંઘ લેવી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી હોય છે પરંતુ આજકાલની લાઈફસ્ટાઈલમાં લોકો પુરતી ઉંઘ લ‌ઇ શકતા નથી અને તે તેમની આ ટેવ કીડનીને ડેમેજ કરે છે.