તમારી જન્મતારીખ પરથી જાણો કઈ વસ્તુ તમારા માટે છે લકી, જે ચમકાવી દેશે તમારું ભાગ્ય

માનવ જીવનને શ્રેષ્ઠ બનાવવામાં જ્યોતિષની સાથે વાસ્તુશાસ્ત્ર અને અંક જ્યોતિષનું પણ મહત્વ છે. જ્યાં અંક જ્યોતિષ વ્યક્તિની જન્મતારીખ અને તેનાથી સંબંધિત અંકોની ગણનાના આધાર પર ભવિષ્યની સંભાવનાઓ વિશે યોગ્ય માર્ગદર્શન કરે છે તો વળી વાસ્તુશાસ્ત્ર ઘરની દશા-દિશા અને યોગ્ય સજાવટ દ્વારા વ્યક્તિના જીવનને શ્રેષ્ઠ બનાવવાની રીત બતાવે છે. આજે અમે આ બંને વિદ્યાઓના પ્રયોગ દ્વારા તમારા નસીબને ચમકાવવાનો સૌથી આસાન અને અચૂક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. ખરેખર જ્યોતિષશાસ્ત્રના જાણકારોનું માનીએ તો જો જન્મની તારીખને ધ્યાનમાં લઈને તેમની સાથે સંબંધિત વસ્તુઓને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો તેનાથી ઘણા લાભ મળી શકે છે. તો ચાલો જાણીએ તમે તેનો પ્રયોગ કઈ રીતે કરી શકો છો.

સૌથી પહેલાં તો તમારે તમારી જન્મ તારીખથી પોતાનો મુણાંક જાણવો પડશે. તેના માટે તમારે તમારી જન્મ તારીખને સિંગલ ડિજિટમાં કાઢવી પડશે. જેમ કે જો તમારી જન્મ તારીખ ૧૦ છે તો તમારો મુણાંક હશે ૧+૦=૧, વળી જો તમારી જન્મ તારીખ ૨૬ છે તો તમારો મુણાંક હશે ૨+૬=૮. જો પરિણામ બે અંકમાં આવે છે તો આ બંને અંકોને ફરીથી એકબીજા સાથે જોડી દો. જેમ કે જો તમારી જન્મતારીખ ૨૯ છે તો ૨+૯=૧૧ થશે અને પછી ૧+૧=૨ થશે. આવી રીતે તમારી જે પણ જન્મ તારીખ છે તેના પરથી તમારો મુણાંક કાઢી લો. મહિનાના ૩૦ અને ૩૧ તારીખ અનુસાર ૮ પ્રકારના મુણાંક હોય છે. આ બધા મુણાંકના અનુસાર લકી ચાર્મ એટલે કે શુભ ફળ આપનાર વસ્તુઓ અને તેને રાખવાની દિશા કંઈક આ પ્રકારે હોય છે.

મૂળાંક ૧

જે લોકોનો જન્મ કોઈપણ મહિનામાં ૧, ૧૦, ૧૯ કે ૨૮ તારીખે થયેલ છે. તેમનો મુણાંક ૧ હોય છે અને ૧ મુણાંક વાળાની શુભ દિશા પૂર્વ છે અને તેવામાં તેમના માટે પૂર્વ દિશામાં વાંસળી રાખવી શુભકારી હોય શકે છે. તેનાથી તેમને ધનપ્રાપ્તિની સાથે સાથે દરેક પ્રકારના સુખનો લાભ મળશે.

મૂળાંક ૨

જે લોકોનો જન્મ ૨, ૧૧, ૨૦, ૨૯ તારીખે થયેલ છે તેમનો મૂળાંક ૨ છે અને તે વ્યક્તિઓ માટે ઉત્તર પશ્ચિમ દિશામાં સફેદ રંગનો કોઈપણ શો-પીસ રાખવું શુભ હોય છે. તેનાથી તેમના જીવનમાં સકારાત્મકતા આવે છે.

મૂળાંક ૩

જે લોકોનો જન્મ ૩, ૧૨, ૨૧, ૩૦ તારીખના રોજ થયો છે તેમનો મૂળાંક ત્રણ હોય છે અને ત્રણ મૂળાંક વાળા લોકોએ ઘર અથવા રૂમની ઉત્તર-પૂર્વ દિશામાં રુદ્રાક્ષ રાખવું જોઈએ. તેનાથી જીવનમાં સુખ લાવનાર બદલાવ આવશે.

મૂળાંક ૪

જે લોકોનો જન્મ ૪, ૧૩, ૨૨, ૩૧ તારીખના રોજ થયો છે તેમનો મૂળાંક ૪ હોય છે અને તે લોકો માટે દક્ષિણ પશ્ચિમ દિશામાં કાચની કોઈ વસ્તુ રાખવી શુભ હોય છે.

મૂળાંક ૫

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની ૫ ૧૪ ૨૩ તારીખના રોજ થયેલ છે તેમનો મૂળાંક ૫ છે તે લોકો માટે પોતાના ઘરની ઉત્તર દિશામાં લક્ષ્મી અને કુબેરની મૂર્તિ લગાવવી શુભ સાબિત થાય છે.

મૂળાંક ૬

જે લોકો કોઈપણ મહિનામાં ૬ ૧૫ ૨૪ તારીખના રોજ જન્મેલ છે તેમનો મૂળાંક ૬ હોય છે અને તે લોકો માટે દક્ષિણ-પૂર્વ દિશામાં મોર પંખ રાખવું લાભકારી હોય છે.

મૂળાંક ૭

જે લોકોનો જન્મ ૭, ૧૬, ૨૫ તારીખના રોજ થયેલ છે તેમનો મૂળાંક ૭ હોય છે અને તેમના માટે ઉત્તર-પૂર્વ દિશામાં રુદ્રાક્ષ રાખવું શુભ ફળ આપે છે.

મૂળાંક ૮

જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની ૮, ૧૭ કે ૨૬ તારીખના રોજ થયેલ હોય છે તેમનો મૂળાંક ૮ છે અને તે લોકો માટે પોતાના ઘરની પશ્ચિમ દિશામાં કાળા રંગના ક્રિસ્ટલ રાખવા શુભકારી માનવામાં આવે છે.

મૂળાંક ૯

જેમનો જન્મ ૯, ૧૮, ૨૭ તારીખે થયેલ હોય છે તેમનો મૂળાંક નવ છે અને તેમના માટે ઘરની દક્ષિણ દિશામાં પિરામિડ રાખવું શુભકારી હોય છે.