તમારી પાસે કાર છે તો જાણી લો સરકારનો આ નવો નિયમ, FASTag વગર હવે નહી ચાલે કાર

Posted by

હવે દેશમાં દરેક ગાડીમાં FASTag જરૂરી હશે. ફક્ત એટલું જ નહી હવે તેને તમારી ગાડીના ઈન્સ્યોરન્સ સાથે પણ જોડવામાં આવશે. FASTag ૧ ડિસેમ્બર ૨૦૧૭ની પહેલાની ગાડીઓમાં અનિવાર્ય થશે. સરકારનો આ નિયમ જાન્યુઆરી ૨૦૨૧ થી લાગુ થઈ રહ્યો છે. એપ્રિલ ૨૦૨૧ થી થર્ડ પાર્ટી વીમા માટે પણ FASTag જરૂરી હશે.

અત્યાર સુધીમાં લગભગ દોઢ કરોડની FASTag વેચાઈ ચુક્યા છે. ૨૦૧૭ થી રજીસ્ટ્રેશન માટે FASTag અનિવાર્ય છે. ટ્રાન્સપોર્ટ વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ માટે FASTag જરૂરી છે. જો તમે તમારી ગાડી ૧ ડીસેમ્બર ૨૦૧૭ પહેલા ખરીદી છે તો તમારા માટે FASTag લેવું અનિવાર્ય છે. નવી ગાડીઓ માટે તો પહેલાથી જ FASTag અનિવાર્ય છે. સાથે જ થર્ડ પાર્ટી વીમા માટે પણ FASTag ને અનિવાર્ય કરવામાં આવ્યું છે.

આખરે શું છે FASTag

FASTag ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન ટેકનીક છે. તેમાં રેડિયો ફ્રીક્વેન્સી આઇડેંટીફીકેશન (RFID) નો ઉપયોગ થાય છે. આ ટેકનિક વાહનના વિન્ડસ્ક્રીન પર લગાવવામાં આવે છે. તમારી ગાડી ટોલ પ્લાઝા પર પહોંચે છે ત્યારે ટોલ પ્લાઝા પર લગાવવામાં આવેલ સેન્સર તમારા વાહનના વિન્ડસ્ક્રિન પર લગાવેલ ફાસ્ટટેગને ટ્રેક કરી લે છે. ત્યારબાદ તે ટોલ પ્લાઝા પર વસૂલવામાં આવતો ચાર્જ તમારા FASTag એકાઉન્ટમાંથી કાપી લેવામાં આવે છે. આ રીતે તમે ટોલ પ્લાઝા પર રોકાયા વગર તેનો ચાર્જ ચૂકવી શકો છો. વાહનમાં લગાવવામાં આવેલા આ ટેગ તમારું પ્રીપેડ ખાતું સક્રિય થતાં જ કામ કરવાનું શરૂ કરી દે છે. વળી જ્યારે તમારા FASTag એકાઉન્ટની રકમ સમાપ્ત થઈ જાય છે તો તમારે તેને ફરીથી રિચાર્જ કરવું પડે છે.

નવા વાહન માલિકોને FASTag વિશે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તે રજીસ્ટ્રેશનના સમય પહેલા જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વાહન માલિકને ફક્ત FASTag એકાઉન્ટને સક્રિય અને રિચાર્જ કરાવવું પડશે. જો કે તમારી પાસે જુની કાર છે તો તમે બેન્કમાંથી FASTag ખરીદી શકો છો. જે સરકારના રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક ટોલ સંગ્રહ (NETC) કાર્યક્રમથી અધિકૃત છે.

ક્યાંથી લઇ શકો છો FASTag

FASTag ને કોઈપણ પોઇન્ટ ઓફ સેલ (POS) લોકેશન પર જઈને બેંક દ્વારા ઓફલાઈન ખરીદી શકો છો. જોકે લાંબી લાઈનો માથી છુટકારો મેળવવા અને સમય બચાવવા માટે તેને ઓનલાઈન આવેદન કરવું આસાન રહેશે. જોકે FASTag આવેદન કરવાની પ્રક્રિયા જુદી જુદી બેંકોમાં અલગ અલગ હોય છે. તો પણ આવેદનની મુખ્ય પ્રક્રિયા બધી જ બેન્કોમાં એક સરખી જ રહે છે. તમારા બધા જ FASTag વ્યવહારો માટે તમને એસ.એમ.એસ અને ઇ-મેઈલ એલર્ટ મળતા રહેશે.

FASTag પ્રિપેઇડ ખાતું ખોલવાની પ્રક્રિયા

FASTag પ્રિપેઇડ ખાતુ ખોલવા માટે બેંકની ઓનલાઈન FASTag એપ્લિકેશન વેબસાઈટ પર જાઓ. FASTag એકાઉન્ટ માટે ઓનલાઈન આવેદન કરવા માટે બેંકમાં ખાતુ હોવું જરૂરી નથી. તમારું નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઇ-મેલ આઇડી વગેરે ભરો. KYC દસ્તાવેજ વિગતો (ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, ચુંટણીકાર્ડ અથવા આધાર કાર્ડ) ની નોંધણી કરો. સાથે જ વાહન નોંધણીની વિગતો પણ દાખલ કરો. વાહન નોંધણીનો મતલબ વાહન રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) નંબર સાથે સંબંધિત છે. બધા જ જરૂરી દસ્તાવેજોની સ્કેન કોપી અપલોડ કરો. તેમાં KYC દસ્તાવેજ વાહન માલિકનો એક પાસપોર્ટ સાઈઝનો ફોટો અને આર.સી. બુકનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *