તમે પહેલા ક્યારેય નહી સાંભળી હોય આવી હનુમાન ચાલીસા, વિદેશી સિંગરે અનોખા અંદાજમાં ગાઈ હનુમાન ચાલીસા, જુઓ વિડિયો

ભારત અને તેની સંસ્કૃતિની જેટલી પણ પ્રસંશા કરવામાં આવે એટલી ઓછી છે. ભારતીય સંસ્કૃતિ તરફ વિદેશીઓનું આકર્ષણ પણ જગજાહેર છે. તમે ઘણા વિદેશીઓને ભારતીય સંસ્કૃતિને ફોલ્લો કરતાં કે તેની પ્રસંશા કરતા જોયા હશે. મોટા-મોટા મંદિરો અને તીર્થસ્થળો પર આવનારા વિદેશી લોકોને આપણું ઇન્ડિયન કલ્ચર ખુબ જ પસંદ આવે છે. ત્યાં સુધી કે તેઓ હિન્દુ દેવી-દેવતાઓમાં પણ ખુબ જ દિલચસ્પી બતાવે છે. આ જ કારણ છે કે ગીતા થી લઈને હનુમાન ચાલીસા સુધી દુનિયાભરમાં જાણીતું છે.

વર્લ્ડ ફેમસ છે હનુમાન ચાલીસા

હનુમાન ચાલીસા એક એવી ચીજ છે, જેને લગભગ દરેક ભારતીયે સાંભળી હશે. વળી ઘણા લોકો દર મંગળવાર અને શનિવારે તેનો પાઠ પણ કરે છે. વિદેશમાં પણ ઘણા લોકોને હનુમાન ચાલીસાનું જ્ઞાન છે. હવે આ વિદેશી સિંગરને જ લઈ લો. આ વિલાયતી ગાયિકા એ ખુબ જ અનોખા અંદાજમાં હનુમાન ચાલીસા ગાઇ છે. હવે તેમનો હનુમાન ચાલીસા ગાવાનો વિડિયો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે.

લોકોને પસંદ આવ્યો સિંગર નો અંદાજ

વિદેશી સિંગરે જે દિલચસ્પ અંદાજમાં હનુમાન ચાલીસા ગાઇ છે. તે પ્રસંશાપાત્ર છે. લોકોને તેમનો આ અંદાજ ખુબ જ પસંદ આવી રહ્યો છે. સિંગર ખુબ જ સુંદર અંદાજથી પોતાનાં સુરીલા અવાજમાં હનુમાન ચાલીસા ગાઈ છે. તે બધા શ્લોક અને મંત્ર ખુબ જ અનોખા અંદાજથી બોલે છે. તેમના મોં માંથી હનુમાન ચાલીસા સાંભળતા એવું લાગે છે કે, બસ સતત તેને સાંભળતા જ રહીએ.

દિલ થઈ ગયું ખુશ

વિદેશી સિંગર દ્વારા ગાવામાં આવેલી હનુમાન ચાલીસાનો વિડીયો ૫ મિનિટનો જ છે પરંતુ આપણને ક્યારેય એવો અનુભવ નથી થતો કે આપણે કંટાળી રહ્યા છીએ કે વીડીયો સ્કીપ કરી દઈએ. તેમના મોંઢા માંથી હનુમાન ચાલીસા સાંભળીને દિલ ખુશ થઈ જાય છે. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર બધાનું મન મોહી રહ્યો છે. સિંગર હાથમાં માઇક પકડીને જે ધગશ સાથે હનુમાન ચાલીસા ગાઈ રહી છે, તે મનમોહક છે.

ગિટાર સાથે ગાઈ હનુમાન ચાલીસા

સિંગરે હનુમાન ચાલીસા ગિટારનાં બીટ્સ પર ગાઈ રહી છે. તેનાથી તેને એક મોડર્ન ટચ પણ મળ્યું છે. આ રીતે હનુમાન ચાલીસા ગાવાનો એક ફાયદો એ પણ છે કે ઘણા યુવાનો અને વિદેશી લોકો પણ આપણા ભારતીય કલ્ચર તરફ આકર્ષિત થશે. આ વિડીયો તેમની અંદર આધ્યાત્મમાં રૂચિ વધારવાનું કામ કરશે.

લોકોએ આપ્યા આવા રિએક્શન

આ સુંદર વિડીયો ઈન્સ્ટાગ્રામ પર “ssunnyy36” નામનાં યુઝરે શેર કર્યો છે. આ વીડીયોને જોઇને ઘણા લોકો દિલચસ્પ કોમેન્ટ પણ કરી રહ્યા છે. જેમ કે એક યુઝરે લખ્યું કે, “મારો દેશ મહાન”. વળી બીજા યુઝરે લખ્યું કે, “આ છે આપણી ભારતીય સંસ્કૃતિની તાકાત, વિદેશોમાં પણ તેનો ડંકો વાગે છે”.

બાદમાં એક કોમેન્ટ આવે છે કે, “સિંગરની પ્રાથમિક ભાષા અંગ્રેજી છે પરંતુ તેમ છતાં તેમણે સંસ્કૃતમાં હનુમાન ચાલીસા ખુબ જ સારી રીતે ગાઈ છે”. અન્ય એક કોમેન્ટ આવે છે કે, “વિદેશી સિંગરનો આભાર, તેમણે આ અનોખા અંદાજમાં આપણને હનુમાન ચાલીસા સંભળાવી”. બસ આ પ્રકારની બીજી પણ અન્ય દિલચસ્પ કોમેન્ટ આવવા લાગી હતી.