તારક મહેતાની આ અભિનેત્રીઓ વાસ્તવિક જીવનમાં છે ખૂબ જ ગ્લેમરસ, જોઈને તમે પણ ઓળખી નહી શકો

Posted by

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સબ ટીવી પર આવનાર એક કોમેડી શો છે. પાછલા ઘણા વર્ષોથી આ સીરિયલ દર્શકોનું ભરપૂર મનોરંજન કરી રહી છે. ટીઆરપીની લિસ્ટમાં પણ આ સીરિયલ હંમેશા ટોપ ટેનમાં સામેલ હોય છે. આ સીરિયલએ કોમેડીનાં ક્ષેત્રમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. ખાસ કરીને આ શો ની મહિલાઓને દર્શકો તરફથી ભરપૂર પ્રેમ મળ્યો છે.

બબીતા, દયા, કોમલ, માધવી, અંજલી અને રોશનની મિત્રતાને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. રિલ લાઇફમાં દરેક સુખ-દુઃખમાં એકબીજાનો સાથ આપવા વાળી આ અભિનેત્રીઓ તેમના વાસ્તવિક જીવનમાં કેવી છે તેના વિશે તેમના પ્રશંસકો પણ જરૂર જાણવા માગતા હશે તો આજની આ કડીમાં અમે તમને “તારક મહેતા શો” માં કામ કરી રહેલી તે અભિનેત્રીઓના વાસ્તવિક જીવન વિશે જણાવીશું.

દિશા વાકાણી (દયાબેન)

દિશા વાકાણી આ શો માં જેઠાલાલની પત્નિ દયાનું પાત્ર ભજવી રહી છે. જોકે થોડા વર્ષોથી તે આ શો માં જોવા મળી નથી. માતા બન્યા બાદ તેમણે શો માંથી બ્રેક લઇ લીધો હતો, પરંતુ હજુ સુધી તે પરત ફરી નથી. જો કે શો માં ઘણીવાર દયાબેનનો ઉલ્લેખ થતો રહે છે, જેના લીધે માનવામાં આવી રહ્યું છે કે દિશા વાકાણી ખૂબ જ જલ્દી આ શો માં જોવા મળી શકે છે પરંતુ તમે દિશા વાકાણીને આ શો માં હંમેશા સાડીમાં જ જોયા હશે, જોકે વાસ્તવિક જીવનમાં તે ખૂબ જ ગ્લેમરસ છે.

સુનૈના ફોજદાર (અંજલી મહેતા)

સુનૈના ફોજદાર ટીવી ઈન્ડસ્ટ્રીની એક જાણીતી અભિનેત્રી છે. સુનૈના ઘણી સિરિયલમાં પણ પોતાના અભિનયનો પરિચય આપી ચૂકી છે અને તે હાલના દિવસોમાં “તારક મહેતા શો” માં અંજલી મહેતાનાં પાત્રમાં જોવા મળી રહી છે. નેહા મહેતાએ શો છોડ્યા બાદ સુનૈના ફોજદારને નવી અંજલી ભાભી માટે સાઇન કરવામાં આવી હતી. આ શો માં ઘણીવાર સુટ પહેરવા વાળી સુનૈના વાસ્તવિક જીવનમાં ખૂબ જ સ્ટાઇલિશ છે.

મુનમુન દત્તા (બબીતાજી)

આ શો માં બબીતાજીનું પાત્ર અભિનેત્રી મુનમુન દત્તા નિભાવી રહી છે. જે રીતે જેઠાલાલના પ્રશંસકો લાખો-કરોડોમાં છે, તે રીતે જ બબીતાજીનું ફેન ફોલોઈંગ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ જબરદસ્ત છે. તમને જણાવી દઈએ કે બબીતાજી પડદા પર જેટલી સુંદર અને સ્ટાઇલિસ નજર આવે છે, ખરેખર વાસ્તવિક જીવનમાં પણ મુનમુન દત્તા એટલી જ સુંદર અને સ્ટાઇલિશ છે. સોશિયલ મીડિયા પર તેમની સુંદર તસ્વીરો જોવા મળે છે.

અંબિકા રંજનકર (કોમલ હાથી)

અંબિકા રંજનકર શો માં કોમલ હાથીનું પાત્ર નિભાવી રહી છે. આ શો માં તેમના અભિનયને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. અંબિકાનું પાત્ર તેમના પર ખૂબ જ સૂટ કરે છે. જો કે તમને જણાવી દઈએ કે ઓનસ્ક્રીન સીધી સાદી દેખાતી અંબિકા પોતાના વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે, જેમની ઝલક તમે તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોઈ શકો છો.

જેનિફર મિસ્ત્રી (રોશન સોઢી)

જેનિફર મિસ્ત્રી આ શો માં મિસિસ સોઢી એટલે કે રોશન સોઢીનું પાત્ર નિભાવે છે. આ શો માં ભલે જેનિફરનો સ્ટાઇલીશ અંદાજ જોવા ના મળતો હોય પરંતુ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના મોર્ડન લૂકની ઘણી તસ્વીરો જોવા મળે છે. જેનીફર હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસ્વીરો તેમના ફેન્સ સાથે શેર કરતી રહે છે.

સોનાલિકા જોષી (માધવી ભીડે)

આ શો માં સોનાલિકા જોષી ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેની પત્ની બની છે. સીરિયલમાં સોનાલીકાને હંમેશા તમે સાડીમાં જોઈ હશે પરંતુ તેમના વાસ્તવિક જીવનમાં તે ખૂબ જ મોડર્ન છે. જેમકે તમે તસ્વીરમાં જોઈ શકો છો. વાસ્તવિક જીવનમાં સોનાલીકા ખૂબ જ સ્ટાઇલિશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *