તારક મહેતા શો ના ૭ સૌથી મોંઘા કલાકારો, જેઠાલાલના બરાબર છે આ કલાકારની પણ ફી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સબ ટીવી પર આવનાર એક કોમેડી શો છે. પાછલા ઘણા વર્ષોથી આ સિરિયલ દર્શકોનું મનોરંજન કરતી આવે છે. ટીઆરપીના લીસ્ટમાં પણ આ સિરિયલ હમેશા ટોપ ૧૦ માં રહે છે. આ સિરિયલે કોમેડી ક્ષેત્રમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી છે. તેના દરેક પાત્રની પોતાની એક અલગ ઓળખ છે. જ્યાં જેઠાલાલ દરેક સમયે મુશ્કેલીમાં ઘેરાયેલા રહેવાનુ આપણને હસવા માટે મજબૂર કરી દે છે. ત્યાં જ આત્મારામ તુકારામ ભીડેનો ગુસ્સો આપણને ગમે છે. ડોકટર હાથીનું બધી જ વાતોમાં “સહી બાત હૈ” કહેવું આપણને ખૂબ જ પસંદ આવે છે તો પોપટ લાલનું દરેક વાત પર “મે દુનિયા હિલા દૂંગા’ જેવા શબ્દો આપણને ખુબ જ ગમે છે. આ સિરિયલનું દરેક પાત્ર અદ્ભુત છે અને આપણને હસાવવા માટે મજબૂરી કરી દે છે. આ સિરિયલનું નામ સાંભળતા જ આપના ચહેરા પર સ્મિત આવી જાય છે.

પરંતુ તમને જણાવી દઈએ કે જેટલી લોકપ્રિય આ સિરિયલ છે એટલા જ મોંઘા તેમના કલાકાર છે. તમને જણાવી દઈએ કે આ સિરિયલમાં કામ કરનાર સિતારાઓ ફી ના રૂપમાં ખૂબ જ મોટી રકમ વસૂલે છે. તેમની એક દિવસની સેલેરી સામાન્ય માણસના એક મહિનાના ખર્ચ બરાબર છે. તેવામાં આજની પોસ્ટમાં અમે તમને સિરિયલના ૭ સૌથી મોંઘા કલાકારો વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

મંદાર ચંદાવરકર

આ સિરિયલના અભિનેતા મંદાર ચંદાવરકર આત્મારામ તુકારામ ભીડેનું પાત્ર ભજવે છે. તે આ સિરિયલમાં ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી બને છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આત્મારામનું પાત્ર ભજવનાર મંદાર પ્રતિ એપિસોડના ૮૦ હજાર રૂપિયા ફી લે છે.

અમિત ભટ્ટ

અમિત ભટ્ટને તમે ચંપકલાલ ગડ્ડાના પાત્રમાં જોવો છો. તે આ સિરિયલમાં જેઠાલાલના પિતા બનેલ છે. તે સિરિયલમાં સૌથી વૃદ્ધ વ્યક્તિનું પાત્ર ભજવે છે. તેમની એક એપિસોડની સેલેરી ૮૦ રૂપિયા છે.

તનુજ મહાશબ્દે

વૈજ્ઞાનિક અય્યર ના પાત્રમાં અભિનેતા તનુજ મહાશબ્દે નિભાવે છે. જી હા, એ જ અય્યર જેમની પત્ની બબીતા ની પાછળ જેઠાલાલ હાથ ધોઈને પડ્યા રહે છે. તે પણ એક એપિસોડના ૮૦ હજાર રૂપિયાની ફી ચાર્જ કરે છે.

મુનમુન દત્તા

મુનમુન દત્તા આ સીરિયલમાં અય્યર ની પત્ની બબીતા નું પાત્ર ભજવે છે. આ શો માં જેઠાલાલ અને બબીતા ની કેમેસ્ટ્રી દર્શકોને ખુબ જ પસંદ આવે છે. રિપોર્ટ્સ અનુસાર મુનમુન દત્તા એક એપિસોડના ૭૦ હજાર રૂપિયા લે છે.

દિશા વાકાણી

દિશા વાકાણી આ સીરિયલમાં જેઠાલાલની પત્ની દયાનું પાત્ર ભજવે છે. જોકે ઘણા સમયથી તે આ સીરિયલમાં જોવા મળતા નથી. માં બન્યા બાદ તેમણે આ શો માંથી બ્રેક લીધો હતો. જણાવી દઈએ કે દિશા એક એપિસોડના ૧ લાખ રૂપિયા ની ફી લેતા હતા.

શૈલેષ લોઢા

શૈલેષ લોઢા આ સીરિયલમાં તારક મહેતા બનેલ છે. તે જેઠાલાલના પરમ મિત્ર પણ છે. શૈલેષ અભિનેતા હોવાની સાથે-સાથે એક શ્રેષ્ઠ કવિ પણ છે. તે પ્રતિ એપિસોડ ના લગભગ દોઢ લાખ રૂપિયા ની ફી લે છે.

દિલીપ જોશી

હવે નંબર આવે છે આ સીરિયલના સૌથી લોકપ્રિય પાત્ર જેઠાલાલ નો. જેને દિલીપ જોશી નિભાવી રહ્યા છે. જેઠાલાલ ના પાત્ર ને દર્શકો ખુબ જ પસંદ કરે છે. તે એક એવું પાત્ર છે જે હંમેશા કોઈ ને કોઈ મુશ્કેલીમાં ફસાયેલ રહે છે. જેઠાલાલ એટલે કે દિલીપ જોષી પણ પોતાના પરમ મિત્ર તારક એટલે કે શૈલેષ લોઢા જેટલી ફી લે છે. તેમની પણ ફી દોઢ લાખ રૂપિયા પ્રતિ એપિસોડ છે.