“તારક મહેતા શો” માં જેઠાલાલનાં કારણે જ બબીતાજીને મળી હતી એન્ટ્રી, એક એપિસોડ માટે લે છે આટલી મોટી રકમ

Posted by

પાછલા ૧૩ વર્ષોથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો” લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો એ દર્શકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી છે. આ શો જોવા વાળા અને પસંદ કરવા વાળા લોકોની સંખ્યા કરોડોમાં છે. કોમેડી પર આધારિત આ શો નું  દરેક પાત્ર પોતાનામાં એક ખાસ છે. આજે અમે તમને આ શો નું દમદાર કિરદાર બબીતાજી એટલે કે મુનમુન દત્તાનાં વિશે જણાવીશું.

શો ના સૌથી પોપ્યુલર બબીતા-ઐયરનું કિરદાર પણ સામેલ છે. શો માં ઘણીવાર જેઠાલાલ એટલે કે દિલીપ જોશીનાં દિલમાં બબીતા માટે પ્રેમ જોવા મળ્યો છે. જોકે તે ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે દિલીપ જોષીનાં કારણે જ મુનમુન દત્તાને આ શો મળી શક્યો હતો.

હકીકતમાં આ પહેલા પણ દિલીપ અને મુન મુન એકસાથે એક શો માં કામ કરી ચૂક્યા હતાં. દિલીપ જોશી મુનમુન ને પહેલેથી જ જાણતા હતાં અને તેમણે મેકર્સને આ શો માટે મુનમુન દત્તાનું નામ આપ્યું હતું. મેકર્સે તેમના પર વિચાર કર્યો અને બબીતાના રોલ માટે મુનમુન ને સાઈન કરી લેવામાં આવી.

ભલે દિશા વાકાણી એટલે કે દયાબેન અને દિલીપ જોશી એટલે કે જેઠાલાલએ આ શો ને ખાસ ઓળખ અપાવી હોય પરંતુ બબીતાજી એટલે કે મુનમુન દત્તાની ફેન ફોલોવિંગ માં પણ આ શો એ ગજબનો વધારો કર્યો છે.

૨૦૦૪ માં પણ સાથે કામ કરી ચૂકયા હતાં દિલીપ-મુનમુન

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” પહેલા પણ દિલીપ અને મુનમુન એ વર્ષ ૨૦૦૪ માં પણ “હમ સબ બારાતી” નામના કોમેડી શો માં કામ કર્યું હતું. મુન મુન “મીઠી” જ્યારે દિલીપ જોશી “નાથુ મહેતા” નામનાં પાત્રમાં હતાં.

૫૦ હજાર રૂપિયા સુધીની ફી

બબીતાના કિરદારથી ઘરમાં મશહૂર થઈ ચૂકેલી મુનમુન દત્તા મીડિયા રિપોર્ટના અનુસાર “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ના એક એપિસોડ માટે ૩૫ થી ૫૦ હજાર રૂપિયા સુધીની ફી વસૂલ કરે છે.

ફિલ્મોમાં પણ કરી ચૂકી છે કામ

મુનમુન દત્તા ફક્ત ટીવી ઇન્ડસ્ટ્રી સુધી જ સીમિત નથી પરંતુ તે ફિલ્મોમાં પણ જોવા મળી ચૂકી છે. જ્યારે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો શરૂ પણ થયો ના હતો, તે પહેલાં પણ તે હોલીડે નામની ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મ ૨૦૦૬ માં આવી હતી. વળી તે મુંબઈ એક્સપ્રેસમાં પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમણે હાસન નામનું કિરદાર નિભાવ્યું હતું. મુનમુન દત્તાએ મનીષા કોઈરાલા, પૂજા ભટ્ટ, ડિનો મોરિયા જેવા ફિલ્મી કલાકારો સાથે પણ કામ કર્યું છે.

૧૩ વર્ષથી કરી રહી છે કામ

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો દુનિયાને પાછલા ૧૩ વર્ષોથી હસાવી રહ્યો છે. આજે પરિસ્થિતિ એ છે કે આ શો ને દેશના દરેક લોકો જોવાનું પસંદ કરે છે. શો માં કામ કરનાર કલાકારોને લોકો શો ના કિરદાર વાળા નામથી જ જાણે છે. આ શો પોતાની દમદાર સ્ક્રિપ્ટનાં લીધે આજે પણ ધમાકેદાર અંદાજની સાથે આગળ વધી રહ્યો છે.

૩૦૦૦ એપિસોડ કર્યા પૂરા

થોડા દિવસો પહેલાં જ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” એ ટીવી ઈન્ડસ્ટ્રીની દુનિયામાં તહેલકો મચાવ્યો હતો. આ શો એ સફળતાપૂર્વક પોતાના ૩૦૦૦ એપિસોડ પૂરા કરી લીધા છે. શો ના ૩૦૦૦ એપિસોડ પુરા થવા પર શો ના મુખ્ય કિરદાર જેઠાલાલ એટલે કે દિલીપ જોષી ખૂબ જ ભાવુક નજર આવ્યા હતાં. તેમને લઈને તેમણે સોશ્યલ મીડિયા પર પોતાની વાત સામે રાખી હતી.

દિલીપ જોષીએ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર કરી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, આ બધાની શરૂઆત થઈ તારક ભાઇના દુનિયાના ઉંધા ચશ્માના આઇકોનિક કેરેક્ટરથી. આ કાર્ટૂન જેઠાલાલનું છે, જેમની સાથે હું મોટો થયો. ધન્યવાદ તારક ભાઇ. તમે ખૂબ જ યાદ આવો છો. તમારા સ્મિત એ અમને બધાને બાંધી રાખ્યા છે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં આ શો ના ૩૦૬૧ એપિસોડ પુરા થઈ ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *