“તારક મહેતા શો” માં જો ફિલ્મી સિતારાઓ હોત તો કંઇક આવી જોવા મળત કાસ્ટ, આમને મળત બબીતા અને જેઠાનો રોલ

તારક મહેતાનાં ઉલ્ટા ચશ્મા સબ ટીવી પર આવનાર એક કોમેડી શો છે. પાછલા ઘણા વર્ષોથી આ સીરિયલ દર્શકોનું મનોરંજન કરી રહી છે. ટીઆરપી ની લિસ્ટમાં પણ આ સીરિયલ હંમેશા ટોપ ટેનમાં સામેલ રહે છે. આ સીરીયલે કોમેડીના ક્ષેત્રમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી છે. આ સિરિયલનું દરેક કેરેક્ટર પોતાનામાં અનોખું છે. તેમનાં દરેક કેરેક્ટરની એક અલગ ખાસિયત છે. જ્યાં જેઠાલાલને દરેક સમયે પરેશાનીમાં ઘેરાયેલા રહેવું આપણને હસવા પર મજબૂર કરી દે છે, વળી આત્મારામ તુકારામ ભિડે નો ઠપકો, ડોક્ટર હાથીનું દરેક વાત પર “સહી બાત હૈ” કહેવું, પોપટલાલનું દરેક વાત પર ચીડ–ચીડ કરવું આપણને પસંદ આવે છે. આ સિરિયલનું દરેક પાત્ર કમાલનું છે અને આપણને હસવા પર મજબૂર કરી દે છે. આ સિરીયલનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર સ્માઇલ આવી જાય છે.

જેમ કે તમે બધા જ જાણતા હશો કે બોલિવૂડમાં કામ કરતા ઘણા સિતારાઓ નાના પડદા પર ડેબ્યૂ કરી ચૂક્યા છે અને તેમને સફળતા પણ મળે છે પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે ટીવી સિરિયલમાં બોલીવુડ સિતારાઓ જો કામ કરતાં હોત તો સ્ટારકાસ્ટ કેવી હોત ? આજની આ પોસ્ટમાં અમે તારક મહેતા શો નાં કલાકારોને બોલીવુડ સિતારાઓથી રિપ્લેસ કરીશું. તમે પણ જોઈ લો જો આ ફિલ્મી સિતારાઓ આ સિરિયલમાં કાસ્ટ થયા હોત તો કોના પર ક્યો રોલ શૂટ થાત.

તારક મહેતા – અક્ષય કુમાર

જેઠાલાલ – આમીરખાન

રોશન સિંહ સોઢી – રણબીર કપૂર

બાપુજી – અનુપમ ખેર

અંજલી મહેતા – રાની મુખર્જી

પોપટલાલ – રાજકુમાર રાવ

દયા – વિદ્યા બાલન

માધવી – કાજોલ

અબ્દુલ – રાજપાલ યાદવ

ટપ્પુ – દર્શીલ સફારી

ડોક્ટર હાથી – સતિષ કૌશિક

નટુકાકા – ગોવિંદા

અય્યર – ઈરફાન ખાન

આત્મારામ – તુકારામ ભિડે અનિલ કપૂર

બબીતા – કરીના કપૂર

બાઘા – અપારશક્તિ ખુરાના

રોશન – જેનેલિયા ડિસુઝા