ગરમીના દિવસોમાં તરબૂચ સ્વાસ્થ્ય માટે રામબાણ છે. હકીકતમાં તેમાં ૯૨% સુધી પાણી હોય છે અને તેવામાં તેના સેવનથી ગરમીના દિવસોમાં શરીરને ઠંડક અને ઊર્જા મળે છે, વળી તે ઘણા રોગો સામે લડવાની શક્તિ પણ પ્રદાન કરે છે. ગરમીના દિવસોમાં તરબૂચ આંખોથી લઈને સ્કીન સુધી ખૂબ જ ફાયદાકારક છે તેથી ગરમીના દિવસોમાં તેનાથી શ્રેષ્ઠ કોઈ ફળને માનવામાં આવતું નથી, જોકે વધારે માત્રામાં તેના સેવનથી શરીરને નુકસાન પણ પહોંચી શકે છે. આહાર વિશેષજ્ઞોનું માનીએ તો દરરોજ વધારેમાં વધારે ૫૦૦ ગ્રામ સુધી તરબૂચ ખાઈ શકીએ છીએ. જોકે તેનાથી વધારે તરબૂચનું સેવન ફાયદો પહોંચાડવાની જગ્યાએ શરીરમાં ઘણા પ્રકારની સમસ્યા ઉત્પન્ન કરી શકે છે. આજે અમે તમને તરબૂચના વધારે પ્રમાણમાં સેવનથી થનાર અમુક સમસ્યાઓની વિશે જણાવીશું.
જો કે ગરમીમાં પેટની સમસ્યાઓથી બચવા માટે તરબૂચનું સેવન ફાયદાકારક હોય છે, પરંતુ જો ખૂબ જ વધારે માત્રામાં તેનું સેવન કરવામાં આવે તો તે ડાયેરિયા જેવી સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે. હકીકતમાં તરબૂચમાં પાણીની સાથે ડાયટરી ફાઇબર પણ ભરપૂર માત્રામાં મળી આવે છે, તેવામાં તેમના વધારે પડતા સેવનથી પાચન સંબંધી સમસ્યાઓ જેવી કે ડાયેરિયા, ઉલટી, ગેસ વગેરે સમસ્યા થઈ શકે છે. વળી તરબૂચમાં સુગર પણ વધારે માત્રામાં હોવાના લીધે તે પેટમાં ગેસની સમસ્યા ઉત્પન્ન કરી શકે છે. સાથે જ તરબૂચમાં રહેલ લાઇકોપીન પણ પેટમાં ગેસ બનાવે છે.
વળી ડાયાબિટીસના દર્દીઓ માટે વધારે માત્રામાં તરબૂચનું સેવન ઘાતક સાબિત થઈ શકે છે. હકીકતમાં તરબૂચનું વધારે પડતું સેવન કરવાથી શરીરમાં બ્લડ શુગર લેવલ વધી જાય છે તેવામાં ડાયાબિટીસના દર્દીઓએ તરબૂચના સેવનથી દૂર રહેવું જોઈએ.
વળી જે લોકો શરાબ પીવાનો શોખ રાખે છે તેમણે પણ તરબૂચ ખાવાથી દૂર રહેવું જોઈએ. કારણ કે તરબૂચમાં વધારે માત્રામાં લાઈકોપીન હોય છે, જે આલ્કોહોલની સાથે રિએક્શન કરીને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે અને તેનાથી લીવરમાં સોજો આવવાની સમસ્યા પણ થઈ શકે છે.
હકીકતમાં ઓવર હાઇડ્રેશનની સમસ્યા ત્યારે થાય છે જ્યારે શરીરમાં જરૂરતથી વધારે પાણી જમા થઈ જાય છે અને તરબૂચમાં વધારે પ્રમાણમાં પાણી હોય છે. તેવામાં તેના વધારે પડતા સેવનથી પગમાં સોજો, કિડનીમાં કમજોરી જેવી સમસ્યાઓ થઈ શકે છે, તેથી સારું એ રહેશે કે તરબૂચનું વધારે પ્રમાણમાં સેવન કરવું જોઇએ નહી.
તરબૂચનું વધારે પડતું સેવન હૃદય માટે પણ ઘાતક છે. હકીકતમાં તરબૂચમાં ખૂબ જ વધારે માત્રામાં પોટેશિયમ મળી આવે છે. જોકે પોટેશિયમની વધારે માત્રા શરીર માટે ઘણીવાર ફાયદાકારક હોય છે, પરંતુ પોટેશિયમ હૃદયના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તેનાથી હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે અને પલ્સ રેટ વધી જાય છે. તેવામાં કમજોર હૃદયવાળા લોકોએ પણ તરબૂચનું સેવન મર્યાદિત રીતે કરવું જોઈએ.