ટેસ્ટી ઢોસા ખાઓ અને ૭૧૦૦૦ રૂપિયાનું ઇનામ લઈ જાઓ, જાણો ક્યાં મળી રહી છે આ શાનદાર ઓફર

જો તમે પણ ઢોસા ખાવાના શોખિન છો તો આ ખબર તમારા માટે જ છે. તમે ઢોસા ખાવાની સાથે જ ૭૧૦૦૦ રૂપિયા તમારા ઘરે લઈ જઈ શકો છો. બસ તમારે ઢોસાને ૪૦ મિનિટમાં સમાપ્ત કરવો પડશે. હવે તમે વિચારી રહ્યા હશો કે આવી ઓફર ક્યાં મળી રહી છે?. તો અમે તમને જણાવી દઈએ કે આ ઓફર દિલ્હીનાં એક રેસ્ટોરન્ટમાં મળી રહી છે.

દિલ્હીનાં ઉત્તમ નગરમાં છે રેસ્ટોરન્ટ

એક રિપોર્ટ અનુસાર દિલ્હીનાં ઉત્તમ નગરમાં એક રેસ્ટોરન્ટ છે, જેનું નામ સ્વામી શક્તિ સાગર રેસ્ટોરન્ટ છે. અહીં લોકોને ઢોસા ચેલેન્જ પુરી કર્યા બાદ પોતાની સાથે ૭૧૦૦૦ રૂપિયાનો ચેક ઇનામનાં રૂપમાં ઘરે લઈ જવાનો અવસર મળી રહ્યો છે. જો કે આ કોઈ સામાન્ય ઢોસા નથી પરંતુ આ ઢોસાની લંબાઈ ૧૦ ફુટ છે.

આ ઢોસા હાલનાં દિવસોમાં લોકો માટે ચેલેન્જ બનેલ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની આ રેસ્ટોરન્ટે પોતાનાં ગ્રાહકો માટે આ અનોખી ચેલેન્જ રજુ કરી છે. અહીં આવીને ઢોસા લવર્સને ૭૧,૦૦૦ રૂપિયા જીતવાનો અવસર પણ મળશે જ્યારે તેઓ માત્ર ૪૦ મિનિટમાં ૧૦ ફુટ લાંબો ઢોસો સમાપ્ત કરશે. રેસ્ટોરન્ટનાં માલિક શેખર કુમારનું કહેવાનું છે કે અમારા રેસ્ટોરન્ટમાં ૧૦ ફુટ લાંબા ઢોસા ચેલેન્જ ચાલી રહી છે.

૧૦ ફુટ વિશાળ ઢોસો


રેસ્ટોરન્ટનાં માલીકે જણાવ્યું કે, “જે પણ વ્યક્તિ ૪૦ મિનિટમાં આ ઢોસો સમાપ્ત કરી દેશે અમે તેને ૭૧ હજારનો પુરસ્કાર ચેકનાં રૂપમાં પ્રદાન કરીશું. માલિકે જણાવ્યું કે પહેલા તે નાનો ઢોસો બનાવતા હતાં. જોકે પોતાના ગ્રાહકો માટે તેમણે હવે વધારે પડકારજનક બનાવી દીધો છે. પહેલા તેઓ ૫ ફુટ, ૬ ફુટ અને ૮ ફુટ નો ઢોસો બનાવતા હતાં પરંતુ હવે તેઓ ૧૦ ફુટનો વિશાળ ઢોસો બનાવે છે.

રેસ્ટોરન્ટનાં માલીકે જણાવ્યું કે અત્યાર સુધીમાં ૨૫ થી ૨૬ લોકોએ આ ચેલેન્જને સ્વીકારી લીધી છે. જોકે હજુ સુધી કોઇપણ આ ચેલેન્જ જીતી શક્યું નથી. માલિકનું કહેવાનું છે કે આ ચેલેન્જમાં ભાગ લેવા માટે ઘણી જગ્યાએથી કોલ આવી રહ્યા છે. આ ઢોસાની કિંમત ૧૫૦૦ રૂપિયા છે. ચેલેન્જમાં ભાગ લેવા વાળા એક ગ્રાહકે જણાવ્યું કે તેમણે ચેલેન્જ સ્વીકારી લીધી તો હતી પરંતુ તે ઢોસો સમાપ્ત કરી શક્યો નહિ. ગ્રાહકે જણાવ્યું કે ઢોસો ખુબ જ સ્વાદિષ્ટ છે.