૪૧ વર્ષની ટીચર થઈ ગઈ પ્રેગ્નેન્ટ, બાળકનો પિતા નીકળ્યો ૧૫ વર્ષનો વિદ્યાર્થી, હકીકત જાણીને તમે પણ ચોંકી જશો

Posted by

એક ટીચર પોતાનાં વિદ્યાર્થીને સાચો માર્ગ બતાવે છે. તે તેમનું ભવિષ્ય સુધારે છે. તેમનાં માટે વિદ્યાર્થીઓ પોતાનાં બાળક સમાન હોય છે પરંતુ આજે અમે તમને એક એવી મહિલા ટીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે પોતાનાં બાળક સમાન સ્ટુડન્ટ સાથે જ બાળક પેદા કરવાનું પ્લાનિંગ કરી લીધું હતું. હકીકતમાં તેમણે પોતાનાં વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધો બનાવ્યા અને હવે તે તેમનાં બાળકની માં પણ બનવાની છે.

અમેરિકાનાં ફ્લોરિડામાં પોલીસે એક પ્રેગ્નેન્ટ ટીચરની ધરપકડ કરી છે. ધરપકડનું કારણ સામે આવ્યા બાદ લોકો આ ટીચરથી ખુબ જ નારાજ છે. લેડી ટીચર પર આરોપ છે કે તેમણે પોતાનાં સગીર વિદ્યાર્થી સાથે સંબંધ સ્થાપિત કર્યા છે. સૌથી વધારે ચોંકાવનારી વાત એ છે કે કથિત રીતે આ સંબંધ બાદ તે પ્રેગ્નેન્ટ પણ થઈ ગઈ.

પોલીસ કરી રહી છે પુછપરછ

ડેઇલી સ્ટારનાં રિપોર્ટ અનુસાર આરોપી ૪૧ વર્ષીય ટીચરનું નામ હેરી કલૈવી છે. હેરી પર આરોપ છે કે તેમણે એક ૧૫ વર્ષનાં વિદ્યાર્થી સાથે સંબંધો સ્થાપિત કર્યા છે અને હવે તે પોતાનાં વિદ્યાર્થીનાં બાળકની માતા બનવાની છે. હાલમાં તે ૮ મહિનાની ગર્ભવતી છે. પોલીસે આ ટીચરની ધરપકડ કરી લીધી છે અને તેમની પુછપરછ કરી રહી છે.

ઘણા આરોપોમાં દાખલ થયો કેશ

ટીચર પર સગીર સાથે સંબંધ બનાવવાની સાથે-સાથે બાળકોની સુરક્ષાને નજરઅંદાજ કરીને અને સ્કુલમાં બંદુક લાવવાનો પણ આરોપ છે. વળી પીડિત બાળકે ટીચર પર લગાવવામાં આવેલ તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે ટીચરે તેમનું શોષણ કર્યું નથી, જે કંઈપણ થયું તેમની મરજી થયું છે. જોકે કાયદામાં સગીરની સહમતી મહત્વ રાખતી નથી. તેથી ટીચરને કાયદાકીય બાબતોનો સામનો કરવો પડશે.

સ્કુલમાંથી હાંકી કાઢવાની તૈયારી

વિદ્યાર્થીનાં મિત્રએ પોલીસને જણાવ્યું કે તેમણે પીડિતનાં ફોનમાં ટીચર અને તેમનાં અશ્લીલ વીડિયો અને ફોટાઓ જોયા હતાં. પોલીસ પ્રવક્તાનું કહેવું છે કે હેરી ૮ મહિનાની પ્રેગનેન્ટ છે પરંતુ તે તેની સ્પષ્ટ જાણકારી આપી શકતા નથી કે બાળક કોનું છે. બીજી તરફ મિયામી ડેડ કાઉન્ટી પબ્લિક સ્કુલનાં અધિકારીઓનું કહેવું છે કે હેરી માર્ચ મહિનાથી સ્કુલ આવી નથી. તેમને સ્કુલનાં એકબીજા સેન્ટરમાં કામ કરવા માટે મોકલી દેવામાં આવી હતી. તેમની ધરપકડ થયા બાદ ટીચરને સ્કુલમાંથી હાંકી કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને હવે તે ડિસ્ટ્રિક્ટની બીજી કોઈપણ સ્કુલમાં અભ્યાસ કરાવી શકશે નહીં.