એશિયા કપ માટે રોહિતને આપવામાં આવશે આરામ, વિરાટ કોહલી ફરી બની શકે છે કેપ્ટન, આવી હશે ટીમ ઈન્ડિયા

Posted by

એશિયા કપ ૨૦૨૩ ને લઈને હજુ પણ અટકળો ચાલી રહી છે. આ ટુર્નામેન્ટનાં આયોજનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ઈચ્છે છે કે પાકિસ્તાન ૨૦૨૩ ના એશિયા કપની યજમાની કરે અને બીસીસીઆઈએ કહ્યું છે કે સુરક્ષા કારણોસર ભારત પોતાની ક્રિકેટ ટીમને પાકિસ્તાન મોકલી નહિ શકે. આ દરમિયાન ભારતીય ટીમની જાહેરાતને લઈને સમાચાર તેજ થઈ ગયા છે.

આ વર્ષે એશિયા કપ ટુર્નામેન્ટમાં રોહિત શર્માને ભારતીય ટીમની કેપ્ટનશિપ નહીં આપવામાં આવે તેવી પણ અનેક વખત ખબરો સામે આવી ચુકી છે અને તેની જગ્યાએ વિરાટ કોહલીને કેપ્ટનશિપ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે વારંવાર ફ્લોપ થઈ રહેલા કેપ્ટન રોહિત શર્મા પર હવે બીસીસીઆઈને વિશ્વાસ નથી રહ્યો. તેથી આ વખતે આપણે એશિયા કપ-૨૦૨૩ માટે બીજા વિકલ્પ માટે વિચારવું પડશે. તેમાં સૌથી ઉપર વિરાટ કોહલીનું નામ આવી રહ્યું છે.

જણાવવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલીને એશિયા કપ-૨૦૨૩ માં ભારતીય ટીમનો કેપ્ટન પણ બનાવવામાં આવી શકે છે. જણાવી દઈએ કે રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ અત્યાર સુધીમાં એકપણ આઈસીસી ટ્રોફી જીતી શકી નથી, જેનાં કારણે તેને કેપ્ટનશિપમાંથી હટાવી શકાય છે પરંતુ બીસીસીઆઈ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેની સાથે જ ખરાબ ફોર્મનાં કારણે તેને ટીમમાંથી પણ બહાર કરી શકાય છે.

ત્યારબાદ શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ ટીમ માટે ઓપનિંગ કરશે. નોંધપાત્ર વાત એ છે કે ભારતીય ટીમમાં શ્રીલંકાની પીચો અનુસાર ખેલાડીઓને તક મળવાની છે કારણ કે બની શકે છે કે ટીમ ઈન્ડિયાની મેચો શ્રીલંકામાં હોવાની શક્યતા વધુ હોય. તેથી અર્શદીપ સિંહને પણ ફાસ્ટ બોલરોની યાદીમાં પસંદ કરવામાં આવી શકે છે.

તેની સાથે જ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલની પસંદગી થઇ શકે છે. એશિયા કપ-૨૦૨૩ માટે ભારતની સંભવિત ટીમ : શુભમન ગિલ, ઇશાન કિશન, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, આકાશ મધવાલ, કે.એલ.રાહુલ, શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, અર્શદીપ સિંહ.