ફિલ્મ તેરે નામ મા તમને ભૂમિકા ચાવલાનું પાત્ર તો યાદ હશે. આ સલમાન ખાનની ફિલ્મ હતી. તેમાં ભૂમિકા ચાવલા નીર્જલાનું પાત્ર ભજવતા જોવા મળી હતી. વર્ષ ૨૦૦૩માં આ ફિલ્મ આવી હતી. આ ફિલ્મથી ભૂમિકા ચાવલાએ બોલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ ખૂબ જ સુપરહિટ રહી હતી. પહેલી જ ફિલ્મ ભૂમિકા ચાવલાના કરિયરની હિટ રહી હતી. તેનાથી તે સુપર સ્ટાર બની ગઈ હતી. છતાં પણ ભૂમિકા ચાવલા હિન્દી ફિલ્મોમાંથી ગાયબ થઈ ગઈ. તેમણે લગ્ન કરી લીધા અને પોતાના જીવનમાં સેટલ થઈ ગઈ. ફિલ્મ તેરે નામ માં એક ખુબ જ માસુમ અને નિર્દોષ યુવતીનું પાત્ર નિભાવવા વાળી ભૂમિકા ચાવલા હવે ૪૧ વર્ષની થઈ ગઈ છે.
બદલાયો દેખાવ
ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેમના દેખાવમાં ઘણો જ ફરક જોવા મળી રહ્યો છે. આમ જોઈએ તો ભૂમિકા ચાવલાના ફિલ્મી કરિયર ની વાત કરીએ તો તેરે નામ થી પહેલા તેમણે ફિલ્મ Yavakudu મા કામ કર્યું હતું. જે એક તેલુગુ ફિલ્મ હતી. ભૂમિકા ચાવલાએ ઘણી તેલુગુ ફિલ્મોમાં ત્યારબાદ પણ કામ કર્યું હતું.
ભૂમિકા ચાવલાએ દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ નામ કમાવ્યુ હતું. તે દરમિયાન સલમાન ખાનની સાથે ફિલ્મ તેરે નામ મા કામ કરવાનો તેમને અવસર મળ્યો હતો. સલમાન ખાન સાથેની આ ફિલ્મમાં ભૂમિકા ચાવલાના અભિનયના દર્શકો દિવાના થઈ ગયા હતા.
આ ફિલ્મની અપાર સફળતા બાદ ભૂમિકા ચાવલાની સામે ફિલ્મોની લાઇન લાગી ગઇ હતી. તેરે નામ ની રિલીઝના પછીના વર્ષમાં ૨૦૦૪ માં ભૂમિકા ચાવલાને રન ફિલ્મમાં જોવા મળી હતી. તેમાં તે અભિષેક બચ્ચન સાથે જોવા મળી હતી. પરંતુ આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સફળતા મળી નહોતી.
ફ્લોપ થતી ગઈ ફિલ્મો
View this post on Instagram
The BEST LIP BALM I HAVE FOUND IN YEARS 😊 thank you @aromatika_inc @arotatvika
ફિલ્મ સિલસિલે અને દિલ જો ભી કહે મા તેમને ફરીથી સલમાન ખાન સાથે કામ કરવાની તક મળી હતી. પરંતુ આ બંને ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. ભૂમિકાએ જ્યારે જોયું કે હિંદી ફિલ્મોમાં હવે તે સફળ થઈ રહી નથી તો એકવાર ફરી તે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જતી રહી. તેમનું કમબેક અહીં શાનદાર રહ્યું હતું અને ઘણી હિટ ફિલ્મો તેમણે આપી હતી.
ભૂમિકા ચાવલા ને હિન્દી ફિલ્મ ગાંધી માઈ ફાધર મા વર્ષ ૨૦૦૭ માં જોવા મળ્યા હતા. ત્યારબાદ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી તે ખુબ જ દૂર હતી. વર્ષ ૨૦૧૬ માં સુશાંત સિંહ રાજપુત ની ફિલ્મ એમ એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી રિલીઝ થઈ. જેમાં ભૂમિકા ચાવલા ને તેમની બહેન નું પાત્ર નિભાવતા જોવા મળી હતી. ભૂમિકા ચાવલાનો ખૂબ જ અલગ લુક તેમાં જોવા મળ્યો હતો.
યોગા ટ્રેનર સાથે પ્રેમ અને લગ્ન
ભૂમિકા ચાવલા એ ફિલ્મમાં જ્યારે પગલું નહોતું ભર્યું ત્યારે તે યોગા શીખતી હતી. તેમના પતિ ભરત ઠાકુર જ તેમના યોગા ટ્રેનર હતા. યોગા શીખતી વખતે જ ભૂમિકા ભરત ઠાકુર ના પ્રેમમાં પડી ગઈ હતી. લગભગ ચાર વર્ષ સુધી આ બંને એ એકબીજાને ડેટ કર્યા હતા અને ત્યારબાદ બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.
View this post on Instagram
ભૂમિકા ચાવલા એ ફેબ્રુઆરી ૨૦૧૪ માં એક પુત્રને જન્મ આપ્યો હતો. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ભૂમિકા ચાવલા એક સારા લેખક પણ છે. તેમના નામે ૧૦૦ થી પણ વધારે કવિતાઓ છે. ફક્ત તેલુગુ અને હિન્દી જ નહીં પરંતુ ભોજપુરી, પંજાબી, મલયાલમ, કન્નડ અને તમિલ ફિલ્મોમાં પણ ભૂમિકા ચાવલા કામ કરી ચૂકી છે.
View this post on Instagram
પંજાબી પરિવાર સાથે સંબંધ રાખનાર ભૂમિકા ચાવલાએ પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગથી કરી હતી. ગયા દિવસોમાં સુશાંતસિંહ રાજપૂતે જ્યારે આત્મહત્યા કરી હતી ત્યારે ભૂમિકા ખુબ જ દુખી નજરે આવી હતી. તેમણે સુશાંતને શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરી હતી અને સુશાંતની સાથે એમ એસ ધોનીના સેટ પર વિતાવેલી ક્ષણોને સોશિયલ મીડિયામાં શેર પણ કરી હતી. ભૂમિકા ચાવલાના પ્રસંશક તેમને મોટા પડદા પર એકવાર ફરી કોઈ સારા પાત્રમાં જોવા માટે રાહ જોઈ રહ્યા છે.