થઈ જાઓ તૈયાર, આવી રહ્યું છે હોન્ડા એક્ટિવા ઇલેક્ટ્રિક સ્કુટર, ઓછી કિંમતમાં આપશે શાનદાર ડ્રાઇવિંગ રેન્જ

દેશનાં ગ્રાહકો લાંબા સમયથી હોન્ડા એક્ટિવા ઇલેક્ટ્રિક સ્કુટરની રાહ જોઈ રહ્યા છે. તેનું પેટ્રોલ મોડેલ પોતાનાં સેગમેન્ટમાં બેસ્ટ સેલિંગ મોડેલ છે. કંપની દર મહિને આ સ્કુટરનાં લાખો યુનિટનું વેચાણ કરે છે. ત્યાં સુધી કે સેલિંગની બાબતમાં તે દેશની બેસ્ટ સેલિંગ બાઇક હિરો સ્પેલેન્ડરને પણ ટક્કર આપે છે. હવે ખબરો આવી રહી છે કે કંપની ખુબ જ જલ્દી તેના ઈલેક્ટ્રીક વર્ઝનને પણ બજારમાં ઉતારી શકે છે.

ઇન્ડિયન માર્કેટમાં સ્કુટર સેગમેન્ટમાં હોન્ડા એક્ટિવાનું સૌથી મોટું નામ છે. દર્શકો પાસે આ  સ્કુટર બજારમાં સૌથી આગળ છે. જ્યારથી દેશમાં ઈલેક્ટ્રીક સ્કુટરની એન્ટ્રી થઇ છે ત્યારથી ગ્રાહકો હોન્ડા એકટીવાનાં ઈલેક્ટ્રીક સ્કુટરની રાહ જોઈ રહ્યાં છે. છેલ્લા થોડા મહિનાઓમાં તો ઘણા દિગ્ગજ પ્લેયર્સ જેમકે હીરો મોટોકોર્પ, સુઝુકી અને યામાહાએ ઈલેક્ટ્રીક સ્કુટર સ્પેસમાં એન્ટ્રી કરવાની પોતાની યોજનાનો ખુલાસો કર્યો છે. હવે જાપાની પ્લેયર હોન્ડા પણ જલ્દી ભારતીય બજારમાં પોતાના પહેલા ઇલેક્ટ્રિક વાહનને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કુટર ઇન્ડિયાનાં અધ્યક્ષ, અત્સુશી ઓગાટા એ હાલમાં જ મીડિયાને આપેલા એક નિવેદનમાં તેની પુષ્ટિ કરી છે કે કંપની ઇલેક્ટ્રિક વાહન માટે આપણા બજારનું મુલ્યાંકન કરી રહી છે અને ઉલ્લેખ કર્યો છે કે આગામી વિત્તીય વર્ષમાં એક ઇલેક્ટ્રીક વાહનને રજુ કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર આ વર્ષે હોન્ડા BENLY E  ઈલેક્ટ્રીક સ્કુટર પુણેમાં ARAI (ઓટોમોટીવ રીસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા) ફેસેલીટીમાં ટેસ્ટ દરમિયાન જોવા મળ્યું હતું.

જાપાની કંપનીએ એ વાત સ્પષ્ટ કરી છે કે હોન્ડા આપણા બજારમાં B2B ઉત્પાદન લાવવા પર વિચાર કરી રહી નથી પરંતુ બેટરી સ્વેપિંગ ટેકનીકનું પરીક્ષણ કરી રહી છે. તેના માટે હોન્ડાએ પોતાની સહાયક કંપની હોન્ડા પાવર પેક એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની પણ સ્થાપના કરી છે અને વર્તમાન સમયમાં બેંગ્લોરમાં થ્રી-વ્હિલર વાહનો સાથે પાયલટ રન કરી રહી છે.

હોન્ડા એક્ટિવા કંપની તરફથી ઇન્ડિયન માર્કેટમાં બેસ્ટ સેલિંગ મોડેલ છે. કંપની દર મહિને લાખોની સંખ્યામાં આ સ્કુટરનું વેચાણ કરે છે. તેવામાં એક્ટિવા નેમ પ્લેટનો ઉપયોગ પોતાનાં ઇલેક્ટ્રિક વાહન માટે કરવો કંપની માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે દેશનું સૌથી વધારે વેચાતું સ્કુટર છે. હાલનાં સમયમાં બજારમાં બજાજ ચેતક, ટીવીએસ આઇક્યુબ, ઓલા એસ-૧, એથર એનર્જી ઈલેક્ટ્રીક સ્કુટર જેવા મોડેલ વેચાણ માટે ઉપલબ્ધ છે અને હોન્ડા એકટીવા ઈલેક્ટ્રીક સીધી રીતે આ મોડલને ટક્કર આપશે.

સ્વેપેબલ બેટરી સિસ્ટમથી લેસ હશે સ્કુટર

મીડિયા રિપોર્ટ પ્રમાણે તો આવનારા નવા હોન્ડા એકટીવા ઇલેક્ટ્રિક સ્કુટરમાં કંપની સ્વેપેબ્લ બેટરી સિસ્ટમનો ઉપયોગ કરી શકે છે. તેને સબ્સ્ક્રિપ્શન પ્લાનની અંદર પણ રજુ કરી શકાય છે જેમકે Bounce ઈલેક્ટ્રીક પોતાનાં સ્કુટર માટે કરે છે. આ સ્કુટરની બેટરીને ડિસ્ચાર્જ થવા પર તેમાં સરળતાથી બીજી બેટરીને લગાવી શકાશે અને કોઈ ઝંઝટ વગર તમે સરળતાથી મુસાફરી કરી શકશો. એવું પણ જાણવા મળે છે કે કંપની આ સ્કુટરને બેટરીની સાથે અને બેટરી વગર પસંદ કરવાનો ઓપ્શન આપી શકે છે.

હાલમાં હોન્ડા એકટીવા ઈલેક્ટ્રીક સ્કુટરનાં મેકેનિઝમ, ડ્રાઇવિંગ રેન્જ અને કિંમત વિશે કોઇ જાણકારી મળી શકી નથી પરંતુ જાણકારોનું માનવું છે કે તેને બજારમાં સૌથી સારી ડ્રાઇવિંગ રેન્જ અને સસ્તી કિંમતમાં રજુ કરવામાં આવશે. બજારમાં બજાજ ચેતક ટીવીએસ સ્કુટરની કિંમત લગભગ ૧ થી ૧.૨૫ લાખ રૂપિયાની આસપાસ છે. એવી આશા છે કે હોન્ડા એક્ટિવા પણ પોતાના ઇલેક્ટ્રિક સ્કુટરને આ કિંમતમાં જ રજુ કરી શકે છે.