ઠંડીની સીઝનમાં ખૂબ જ ફાયદાકારક હોય છે હળદરનું સેવન કરવું, આવા ગંભીર રોગોને પણ રાખે છે દૂર

Posted by

હળદર દરેક ભારતીય કિચનમાં મળી આવનાર મસાલો છે. હળદર વગર કોઈપણ ડિશને અધૂરી માનવામાં આવે છે. આ જ કારણથી હળદરને મસાલાની રાણી પણ કહેવામાં આવે છે. હળદર પીળા રંગની હોય છે. તેમની સુગંધ દૂરથી જ આવી જાય છે. હળદરમાં હળવી કડવાશ અને કાળા મરીનો સ્વાદ હોય છે. તેમને ઉમેરવાથી ભોજનનો રંગ તો બદલાય જ છે સાથે સ્વાદમાં પણ નિખાર આવી જાય છે. હળદર ઘણા પ્રકારની ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે. તેવામાં લોકો તેમનો પ્રયોગ દવાના રૂપમાં પણ કરે છે. ખાસ કરીને ઠંડીની ઋતુમાં તેમને ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. હળદર એન્ટી-વાયરલ, એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટિ-ફંગલ, એન્ટી-મ્યુટાજેનીક અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી હોય છે. અમુક લોકો તો પોતાને સુંદર બનાવવા માટે પણ તેમનો ઉપયોગ કરે છે. આજની આ સ્ટોરીમાં અમે તમને ઠંડીની ઋતુમાં હળદરથી થનાર અમુક મહત્વપૂર્ણ ફાયદાઓનાં વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ઇમ્યુનિટી વધારવામાં મજબૂત

ઠંડીની ઋતુમાં મોટાભાગના લોકોની ઇમ્યુનિટી કમજોર બની જતી હોય છે, જેના કારણે તેમને ઉધરસ, શરદી જેવી ઘણી બીમારીઓ ઘેરી લેતી હોય છે. તેવામાં ઇમ્યૂનિટીને મજબૂત બનાવવામાં હળદર ખૂબ જ મદદગાર સાબિત થાય છે. ઠંડીની ઋતુમાં હળદરવાળું ગરમ દૂધ પીવાથી તમારી ઇમ્યુનીટી સ્ટ્રોંગ રહે છે અને બીમારીઓ તમને સ્પર્શ પણ કરી શકતી નથી.

સાંધાના દુખાવામાં આરામ

અસ્થમાની સમસ્યાઓ ઠંડીની ઋતુમાં વધી જાય છે, તેવામાં આ સમસ્યામાંથી છુટકારો તમને હળદર અપાવી શકે છે, એટલું જ નહી ઠંડીની ઋતુમાં લોકો સાંધાના દુખાવાની સમસ્યાથી પણ પરેશાન રહેતા હોય છે. જે લોકો આ રોગથી પહેલેથી જ ગ્રસિત હોય છે, તેમને આ સમસ્યા ઠંડીની ઋતુમાં વધારે વધી જતી હોય છે. તેવામાં હળદર તમારી આ સમસ્યાને દૂર કરી શકે છે. હળદરમાં રહેલા એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો સાંધાના દુખાવામાં રાહત અપાવે છે.

વજનમાં કરે છે ઘટાડો

ઠંડીની ઋતુમાં લોકો તળેલું ભોજન અને મીઠી ચીજોનું વધારે સેવન કરતા હોય છે, જેના લીધે તેમનું વજન પણ ખૂબ જ વધવા લાગે છે, પરંતુ વધતા વજનમાંથી તમને હળદર છુટકારો અપાવી શકે છે. વધેલા કોલેસ્ટ્રોલથી પણ હળદર તમને છુટકારો અપાવી શકે છે. તમે તેમનું સેવન મધમાં ઉમેરીને કે પછી શાકમાં ઉમેરીને પણ કરી શકો છો અથવા તો પછી હળદર વાળા દૂધનું પણ તમે સેવન કરી શકો છો.

ત્વચાની સમસ્યાઓમાં મદદરૂપ

ઠંડીની ઋતુમાં ત્વચા સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. જેમ કે ત્વચા શુષ્ક થવા લાગે છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આપણે ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ. ઘણીવાર આ બ્યુટી પ્રોડક્ટની ત્વચા પર ઊલટી જ અસર જોવા મળતી હોય છે. ઘણીવાર તે તમારી ત્વચાને વધારે ખરાબ કરી નાખે છે. તેવામાં ત્વચા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે હળદરનો ઉપયોગ કરી શકો છો. તેના માટે બસ તમારે મધ અને દૂધમાં હળદર ઉમેરીને એક પેસ્ટ તૈયાર કરવાની છે અને તેમને પોતાના શરીર પર લગાવવાની રહેશે. આ પેસ્ટ એક્સફોલીએટિંગ એજેંટની જેમ કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *