રામાનંદ સાગરની સિરિયલ રામાયણમાં માતા સીતાનું પાત્ર ભજવીને દીપિકા ચીખલિયા પ્રખ્યાત થઇ હતી. ૨૫ એપ્રિલ ૧૯૬૫ ના રોજ મુંબઈમાં જન્મેલી દીપિકા “રામાયણ” સિરિયલ સમયે લગભગ ૨૩ વર્ષની હતી. લોકો આજે પણ તેની એક્ટિંગને સારી રીતે યાદ કરે છે.
દીપિકાએ પોતાના બેસ્ટ કામથી બધા લોકોનું દિલ જીતી લીધું હતું. તેણે સીરિયલની સાથે સાથે મોટા પડદા પર પણ કામ કર્યું છે. તેમને દર્શકોએ માતા સીતાના રૂપમાં ખુબ જ પસંદ કર્યા હતાં પરંતુ શું તમે દીપિકાના અસલી પરિવાર વિશે જાણો છો?, જે પડદા પર ભગવાન શ્રી રામની પત્નિનાં રોલમાં જોવા મળે છે. તો ચાલો આજે તમને દીપિકાનાં પરિવાર સાથે પરિચય કરાવી દઈએ.
૫૮ વર્ષીય આ અભિનેત્રીએ રામાયણની સાથે ઘણી બધી બોલિવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. પોતાના અંગત જીવનની વાત કરીએ તો તેણે અભિનેત્રી હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યા હતાં. દીપિકાનો પતિ બિઝનેસમેન છે. હેમંત અને દીપિકાએ વર્ષ ૧૯૯૧ માં લગ્ન કર્યા હતાં. આ લગ્ન બાદ બંને બે દિકરીઓનાં માતા-પિતા બની ગયા હતાં.
દીપિકા પોતાના પતિ અને પુત્રીઓ સાથે સુખી જીવન જીવી રહી છે. દીપિકાની બંને પુત્રીઓ પણ તેમની માતા જેવી જ દેખાય છે. દીપિકા અને હેમંતની પુત્રીઓનું નામ નિધિ ટોપીવાલા અને જુહી ટોપીવાલા છે.
દીપિકા ૫૮ વર્ષની છે. આ ઉંમરે પણ તે ખુબ જ સુંદર લાગી રહી છે. તેમની બંને દિકરીઓ પણ તેમના જેવી જ છે. સુંદરતાની બાબતમાં દીપિકા પોતાની બંને યુવાન દિકરીઓને આજે પણ જોરદાર ટક્કર આપે છે.
આ તસ્વીર મધર્સ-ડે નિમિત્તેની છે. આ તસ્વીરમાં દીપિકા પોતાની બંને દિકરીઓ સાથે જોવા મળી રહી છે. મધર્સ-ડે પર તેમની બંને પુત્રીઓએ તેમને શુભેચ્છા પાઠવી હતી.
View this post on Instagram
તાજેતરમાં દીપિક ચીખલિયાનો જન્મદિવસ હતો. ૨૯ એપ્રિલે તે ૫૮ વર્ષની થઈ હતી. તેણે પોતાનો જન્મદિવસ બંને પુત્રીઓ અને પતિ હેમંત સાથે ઉજવ્યો હતો. તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે, “ગુડ મોર્નિંગ. માય ઇન્સ્ટા ફેમ… બસ, મારા જન્મદિવસની એક ઝલક… તમારી પ્રેમાળ શુભેચ્છાઓ માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર”.
આ વીડિયોમાં જુહી અને નિધિ ખુબ જ સુંદર લાગી રહી છે. સાથે જ સુંદરતામાં તો દીપિકાનો પણ કોઇ જવાબ નથી. આ ઉંમરે પણ તે સુંદર દેખાય છે. જોકે તમને જણાવી દઇએ કે તેમની બંને પુત્રીઓ તેમનાં રસ્તે જ ચાલી રહી નથી. દીપિકાએ શરૃઆતથી જ અભિનયને કારકિર્દી તરીકે પસંદ કરી હતી તો નિધિ અને જુહીએ આવું કર્યું નથી. બંનેએ પોતાની માતાનો રસ્તો પસંદ કર્યો નથી અને તેઓ ફિલ્મી દુનિયામાં પ્રવેશ્યા નથી.
દીપિકાની બંને દિકરીઓને એક્ટિંગની દુનિયા સાથે કોઈ લેવાદેવા નથી. જોકે તેમની દિકરી નિધિ મેકઅપ આર્ટિસ્ટ છે. તમને જણાવી દઈએ કે નિધિ ઘણા હદ સુધી તેની માતા જેવી જ દેખાય છે. તેનો ચહેરો લગભગ તેની માતા જેવો જ છે.
સાથે જ દીપિકાની બીજી દીકરી જુહી ટોપીવાલા વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી. જુહી સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ નથી. તેમને પણ લાઈમલાઈટમાં રહેવું પસંદ નથી.