સરકારે મોટી નોટ (૨૦૦૦) પાછી લેવાની જાહેરાત કરી છે, એની જાણ કરવા માટે મેં મારા સસરાને ફોન કર્યો તો મને કહે, સરકાર ભલે પાછી લે, અમે…

Posted by

જોક્સ
એક સ્ત્રી જીન્સનાં ખિસ્સામાં iPhone 13 Pro લઈને રસ્તે ચાલતી જતી હતી અને અચાનક લપસી પડી,
ત્યાં જ “ખ… ટા… ક” એવો કંઈક તુટવાનો અવાજ આવ્યો.
આંખ બંધ કરીને છોકરી બોલી, “ભગવાન કરે આ અવાજ હાડકાનો હોય.

જોક્સ
ચિન્ટુ દુઃખી થઈને બેઠો હતો.
પિન્ટુ : શું થયું યાર, આટલો દુઃખી અને ચિંતિત કેમ છે?.
ચિન્ટુ : યાર મારા વાળ ખુબ જ ખરી રહ્યા છે.
પિન્ટુ : તેનું કારણ ખબર પડ્યું?.
ચિન્ટુ : ચિંતાનાં કારણે.
પિન્ટુ : લાઈફ તો સેટ છે તારી. હવે તને કઈ વાતની ચિંતા છે?.
ચિન્ટુ : વાળ ખરવાની.

જોક્સ
એક અંગ્રેજે પુછ્યું, “તમે તમારા કર્મચારીઓને સમયસર ઓફિસ પર આવવા માટે કેવી રીતે પ્રેરિત કરો છો?”.
વેપારી : ખુબ જ સરળ છે. ૩૦ લોકો મારી ઓફિસમાં કામ કરે છે અને મેં ફક્ત ૨૯ જ મફત પાર્કિંગની વ્યવસ્થા કરી છે. ૩૦ માં પાર્કિંગનો ચાર્જ ૧૦૦ રૂપિયા છે તેથી દરેક વ્યક્તિ ૧૦૦ રૂપિયા બચાવવા માટે એકબીજા કરતા વહેલા આવવાનો પ્રયાસ કરે છે.
બ્રિટીશરે જમીન પર બેસીને વેપારીને પ્રણામ કર્યા.

જોક્સ
બકો : શેરબજારમાં એક કરોડ કેવી રીતે કરવા ?.
જગો : ૨ કરોડ નાખીને.

જોક્સ
છોકરીએ પોતાની માં ને ફોન કર્યો,
છોકરી : માં મારો તેમની સાથે ઝગડો થઇ ગયો છે, હું ૩-૪ મહિના માટે ઘરે આવી રહી છું.
માં : ઝઘડો એણે કર્યો તો સજા પણ એને જ મળવી જોઈએ. તું ત્યાં જ રહે, હું ૫-૬ મહિના માટે ત્યાં આવું છું.

જોક્સ
ગામમાં જેલની દિવાલ ઉંચી કરાવી.
જેલરનાં મિત્ર એ જેલરને પુછયું : કેમ?. કેદીઓ દિવાલ કુદીને ભાગી જાય છે?.
જેલર : ના ભાઈ ના… આ તો ગામવાળા અંદર આવીને જમી જાય છે.

જોક્સ
દોસ્ત ૧ : તારી પત્નિ ઘરમાં શુ કરે છે?.
દોસ્ત ૨ : 😆😆🚗
દોસ્ત ૧ : આ શું છે ?.
દોસ્ત ૨ : હાહાકાર.

જોક્સ
ભુરાને નોકરીમાંથી કાઢી મુક્યો તો ભુરો દરરોજ એના બોસના ઘરની સામે છી (પોટી) કરીને ચાલ્યો જાય. એક દિવસ બોસે તેને પકડી લીધો અને પુછ્યુ, આ શું નાટક છે?.
ભુરો : હું તમને બતાવવા માંગુ છું કે તારી નોકરી વગર હું કંઈ ભુખ્યો નથી મરતો.

જોક્સ
ભુરો : આપણી આવનાર પેઢીની હાલત બહું ખરાબ હશે?.
ભગો : કાં, આવું કેમ બોલો છો?.
ભુરો : કારણ કે એમને સલાહ આપનાર ઘરડા માણસ આપણે હશું.

જોક્સ ૧૦
ઝાડાની સમસ્યાથી પરેશાન થયેલ ટ્રાફિક કોન્સ્ટેબલ ડોક્ટર પાસે જાય છે.
દવા લેતી વખતે ટ્રાફિક કોન્સ્ટેબલે ડોક્ટરને પુછ્યું, કંઈ પરેજી જેવું છે?.
ડોક્ટરે કહ્યું : જોરથી સીટી ના વગાડતા બસ.

જોક્સ ૧૧
જન્મ થયા પછી આંખ ક્યારે ખુલે છે?.
ગાયની તરત જ,
બકરીની ૨ કલાક પછી,
બિલાડીની ૬ દિવસ પછી
અને માણસની લગ્ન પછી.

જોક્સ ૧૨
શ્રીમંત માણસ : મારી પાસે કાર છે, બંગલો છે, નોકર છે, ફાર્મહાઉસ છે, તારી પાસે શું છે?.
ગરીબ માણસ : મારી પાસે એક દિકરો છે, જેની ગર્લફ્રેન્ડ તમારી એક ની એક દિકરી છે.

જોક્સ ૧૩
પતિ : તને દેખાવડો માણસ ગમે કે બુદ્ધિશાળી?.
પત્નિ : બેમાંથી એકેય નહીં, મને તો તમે જ ગમો.

જોક્સ ૧૪
લગ્નમાં પંડિતજીએ વરરાજાનો હાથ નવવધુનાં હાથમાં આપી દીધો.
એક બાળક આ બધું જોઈ રહ્યો હતો. તેણે પિતાને પુછ્યુ : પપ્પા, વરરાજા અને નવવધુ એકબીજાનો હાથ કેમ મિલાવી રહ્યા છે?.
પિતા એ જવાબ આપ્યો : દિકરા, પહેલવાન અખાડામાં ઉતરતા પહેલા હાથ જરુર મિલાવે છે!

જોક્સ ૧૫
સરકારે મોટી નોટ (૨૦૦૦) પાછી લેવાની જાહેરાત કરી છે,
એની જાણ કરવા માટે મેં મારા સસરાને ફોન કર્યો તો મને કહે,
સરકાર ભલે પાછી લે, અમે પાછી નહિ લઈએ.
આટલું કહીને મારા સસરાએ ફોન કાપી નાખ્યો.
(સમજાય તો કોમેન્ટ જરૂર કરજો).