પતિ અને પત્નિ બહાર ફરવા નીકળવાના હતાં. પત્નિ તૈયાર થઇને આવી અને પતિને પુછ્યું : હું કેવી લાગું છું?. પતિ : એકદમ પ્રિયંકા ચોપડા જેવી. પત્નિ ખુશ થઇને : એમ… ડોન વાળી પ્રિયંકા જેવી કે ક્રિશ વાળી???. પતિ- ના…

Posted by

જોક્સ

પતિ અને પત્નિ બહાર ફરવા નીકળવાના હતાં.

પત્નિ તૈયાર થઇને આવી અને પતિને પુછ્યું : હું કેવી લાગું છું?.

પતિ : એકદમ પ્રિયંકા ચોપડા જેવી.

પત્નિ ખુશ થઇને : એમ… ડોન વાળી પ્રિયંકા જેવી કે ક્રિશ વાળી???.

પતિ- ના… બરફી વાળી પ્રિયંકા જેવી.

જોક્સ

દાદા (પૌત્રને) : તારા ટીચર આવી રહ્યા છે, જા સંતાઈ જા.

પૌત્ર : પહેલા તમે સંતાઈ જાવ. તમેં સ્વર્ગમાં ગયા છો, એ બહાને મેં બે અઠવાડિયાની રજા લઇ લીધી છે.

જોક્સ

એક ભાઇની પત્નિ આઇસીયુ માં કોમમાં જતી હતી.

ડોક્ટરે કહ્યું : બચવાની શક્યતા બહુ જ ઓછી છે.

પતિ બિચારો ભાવુક થઇ ગયો અને ડોક્ટરને કહ્યું : ડોક્ટર સાહેબ આવું ના બોલો… મારા બાળકોનું શું થશે. હજુ તો તેની ઉંમર જ શું છે?. ૩૫ વર્ષે તો કોઇ જતું હોય.

અને અચાનક જ મહિલાના હાથ હલવા લાગ્યા, હોઠ કંઇક બોલવાની કોશિષ કરવા લાગ્યા.

ડોક્ટર અને પતિ ખુશ થઇને તેની પાસે એ જાણવા ગયાં કે તે શું બોલે છે.

મહિલાએ કહ્યું : “હું હજુ તો ૩૦ વર્ષની જ છું.

જોક્સ

પપ્પુ પોતાની ગર્ભવતી પત્નિને લઈને હોસ્પિટલ ગયો અને નર્સને કહ્યું :

જો છોકરો થાય તો કહેજો ટમેટું થયું છે અને છોકરી થાય તો કહેજો ડુંગળી થઇ છે.

સંયોગથી છોકરો-છોકરી બન્ને જોડિયા થઇ જાય છે અને નર્સે કન્ફયુઝ થઈને બહાર આવીને કહ્યું, : સર અભિનંદન… તમારા ઘરે સલાડ થયું છે.

જોક્સ

કામથી પરેશાન એક ડિઝાઈનર કંપનીનાં ટોયલેટમાં ગયો. અંદર જઈને બેઠો જ હતો કે અચાનક સામેની દિવાલ પર તેની નજર પડી. સામેની દિવાલ પર લખ્યુ હતું કે, આટલુ જોર પોતાના કામ પર આપ્યું હોત તો તે કામ પુરુ થઈ જાત.

જોક્સ

આજકાલ પત્નિ વાત-વાતમાં “GST” બોલવા લાગી છે.

કોઈ પણ ચર્ચા ચાલી રહી હોય તો તે “GST” બોલીને ચર્ચા પુરી કરી દે છે.

આખરે કંટાળીને મેં પુછી જ લીધું. આ તું વાત-વાતમાં વચ્ચે “GST” બોલીને કેમ જતી રહે છે. શું અર્થ છે તારો?. અને તેણે જે જવાબ આપ્યો તે સાંભળીને હું બેભાન થતા-થતા બચી ગયો.

G – ભુલ, S – માત્ર, T – તમારી છે.

જોક્સ

જો તમારે દુનિયાનું સૌથી મોટું યુદ્ધ જોવું હોય તો પોતાની પત્નિને કહો.

“ચાલ લાંબા વેકેશન પર જઇએ”…

અને પછી તેનાં જોડે પેકિંગ કરાવો…

અને પેકિંગ થઈ ગયાં પછી કહો : રહેવા દે મન નથી… આવતા વર્ષે જઇશું.

જોક્સ

રમેશ (ફોટો દેખાડતા) : આ છે તે છોકરી છે,, જેની સાથે મારા લગ્ન થવાના છે.

સુરેશ : અરે આને તો હું સારી રીતે ઓળખું છું.

રમેશ : નાલાયક… તું એને કેવી રીતે ઓળખે છે?.

સુરેશ : તે અને હું એકસાથે સુતા-સુતા પકડાઈ ગયા હતાં.

રમેશ (આશ્ચર્ય થી) : ક્યારે?.

સુરેશ : અરે ગણિતના ક્લાસમાં.. તે મારા ક્લાસમાં જ ભણતી હતી.

જોક્સ

રામુ : તને બે છોકરીઓ પ્રપોઝ કરે તો તું કોની સાથે લગ્ન કરીશ?.

શ્યામુ : હું બન્નેને કુસ્તી કરાવીશ અને જે હારશે તેની સાથે લગ્ન કરીશ.

રામુ : હારવા વાળી સાથે કેમ?.

શ્યામુ : કેમ કે લગ્ન પછી તે મને ઓછી મારશે.

જોક્સ ૧૦

લગ્નમાં એક સુંદર છોકરી મને કહેવા લાગી : શું તમે ડાન્સ કરવાનું પસંદ કરશો?.

મેં ખુશ થઈને કહ્યું : હા-હા કેમ નહિ.

છોકરી બોલી : તો પછી તમારી ખુરશી હું લઇ જાઉં?.