ચમત્કાર : મનસા દેવીની મુર્તિ એ અચાનક બંધ કરી લીધી આંખો, ચમત્કાર જોવા માટે મંદિરમાં ઉમટી પડી ભીડ

પશ્ચિમ બંગાળનાં બીરભુમ જિલ્લામાં લોકોમાં મનસા દેવી માતા સાથે જોડાયેલા ચમત્કારને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એક વ્યક્તિએ આ ચમત્કાર ત્યારે જોયો જ્યારે મનસા દેવીની આંખો અચાનક બંધ થઈ હતી. આ ચમત્કારના સમાચાર બીરભુમનાં દુબરાજપુરમાં ઝડપથી ફેલાઈ ગયા હતાં. આ ઘટનાને જોવા માટે દુર-દુરથી ભક્તો આવવા લાગ્યા હતાં. બધા લોકો જાણવા ઉત્સુક હતા કે અહીં ખરેખર શું થયું છે.

આ પ્રાચીન મંદિર બીરભુમના દુબરાજપુરના દંગલતલા વિસ્તારમાં આવેલું છે. ઘણા લોકો દરરોજ આ મંદિરમાં આવે છે અને સવાર પડતા જ અહીં પુજા કરે છે. સોમવારે સવારે મંદિરના દર્શને આવેલા એક ભક્તે દાવો કર્યો હતો કે તેમણે જોયું કે મુર્તિની આંખો બંધ હતી. આ સમાચાર દાવાનળની જેમ ફેલાઈ ગયા હતાં. ત્યારબાદ દુર-દુરનાં વિસ્તારોમાંથી ઘણા લોકો આ સ્થળે આવવા લાગ્યા હતાં. લોકોનો એક જ હેતુ હતો કે આ “ચમત્કારિક” દૃશ્યને એકવાર પોતાની આંખોથી જોવું.

સમાચાર મળ્યા બાદ સૈનિકોએ જઈને એ જ ઘટના જોઈ હતી. જોકે બાદમાં મુર્તિનાં મોંઢામાં પાણી આપવામાં આવ્યું અને ત્યારબાદ તેમની આંખો ખુલી ગઇ હતી. કેટલાક સ્થાનિકોનો દાવો છે કે તે એક ચમત્કાર છે કારણ કે મુર્તિની આંખો શનિવારે રાત સુધી ખુલ્લી હતી. જોકે ખરેખર શું થયું હતું તે કોઈ કહી શક્યું નથી. કેટલાક લોકોનું કહેવાનું છે કે મુર્તિની આંખો રંગનાં કારણે બંધ થઈ ગઈ હશે. પાણી આપવાથી તે રંગ ધોવાઈને નીકળી ગયો અને મુર્તિ તેની મુળ અવસ્થામાં પરત આવી ગઇ હતી.

કારણ ભલે ગમે તે હોય પણ આસપાસનાં વિસ્તારોમાં તેની વ્યાપક ચર્ચા થવા લાગી છે. શ્રાવણ મહિનાના અંતિમ દિવસે હિંદુઓ પોતાના ઘરમાં માં મનસા દેવીની પુજા કરે છે. એક સ્થાનિક રહેવાસી સગોર ડેએ જણાવ્યું હતું કે, “જ્યારે અમે સવારે આવ્યા ત્યારે અમે માતા મનસાની આંખો બંધ જોઈ હતી. આ ઘટના જોયા બાદ મંદિર પરિસરમાં ભીડ જોવા મળી હતી. આવી ઘટના આ પહેલા ક્યારેય બની નથી.