ટીચરે સાયન્સ લેબમાં તેમના ખિસ્સાથી સિક્કો કાઢ્યો અને એસિડમાં નાખ્યો. ટીચરે પુછયું હવે જણાવો કે આ સિક્કો ઓગળી જશે કે નહીં?. બાળક : સર નહી ઓગળે. ટીચર : શાબાશ, પણ તને કેવી રીતે ખબર પડી?. બાળક : જો સિક્કો ઓગળતો હોત તો…

Posted by

જોક્સ
પત્નિ સવારે ઉંઘમાંથી ઉઠીને પતિને,
એય સાંભળો છો, મને હમણા-હમણા સપનું આવ્યું કે,
તમે મારા માટે હિરાનો હાર લઈ આવ્યા છો.
પતિ : પછી સુઈ જા અને પહેરી લે.

જોક્સ
નોકરાણી : મેમ સાહેબ, હું ગર્ભવતી છું મને લાંબી રજા જોઈએ છે.
માલકિન : અરે વાહ, શું વાત છે બાઈ, તારું ધ્યાન રાખજે હો.
નોકરાની : હા મેમ સાહેબ, તમે પણ ધ્યાન રાખજો. સાહેબનું નસબંદીનો ઓપરેશન ફેઇલ થઈ ગયું છે.

જોક્સ
પપ્પુએ પોતાના બાપને તમાચો મારી દીધો.
આ જોઈને પાડોશી બોલ્યો : અરે તમારો દિકરો તો તમારા પર હાથ ઉપાડે છે. તમે કાંઈ કેમ કરતા નથી?.
બાપ : શું કરું?. એ પોતાની માં પર ગયો છે.

જોક્સ
બંતા : તારી આંખ કેમ સોજેલી છે?.
સંતા : હુ કાલે મારી પત્નિનાં જન્મદિવાસ પર કેક લાવ્યો હતો.
બંતા : તો એને આંખ સોજાવાથી શું સંબંધ?.
સંતા : મારી પત્નિનું નામ તપસ્યા છે પણ કેકવાળા એ તેના પર ભુલથી લખી દિધુ
“હેપ્પી બર્થ-ડે સમસ્યા”.

જોક્સ
નાનુ બાળક : અંકલ ડેટોલ સાબુ છે?.
દુકાનદાર (નાકમાંથી આંગળી કાઢીને) : હા દિકરા છે.
બાળક : તો પછી હાથ ધોઈ લો અને એક ક્રિમરોલ આપો.

જોક્સ
ગર્લફ્રેન્ડ : હું મારું પર્સ ઘરે ભુલી ગઈ છું, મને ૧૦૦૦ રૂપિયાની જરૂર છે.
બોયફ્રેન્ડ : કરી દીધીને નાની વાત, અરે ગાંડી આ લે ૧૦ રૂપિયા અને અત્યારે જ રીક્ષા કરીને ઘરે જા અને પર્સ લઇ આવ.
(ગર્લફ્રેન્ડ બેભાન).

જોક્સ
પતિ (મરતા સમયે પોતાની પત્નિને) : મેં કબાટમાંથી તારા સોનાના દાગીના ચોરી લીધા હતાં.
પત્નિ રડતા રડતા : કાંઈ વાંધો નહીં.
પતિ : તારા ભાઈએ આપેલા એક લાખ રૂપિયા પણ મેં ગાયબ કરી દીધા હતાં.
પત્નિ : કાંઈ વાંધો નહિ, મેં તમને માફ કરી દીધા.
પતિ : મેં તારી કિંમતી સાડીઓ ચોરીને મારી ગર્લફ્રેન્ડને આપી હતી.
પત્નિ : વાંધો નહિ, તમને ઝેર પણ મેં જ આપ્યું હતું એટલે હિસાબ બરાબર થઈ ગયો.

જોક્સ
ટીચરે સાયન્સ લેબમાં તેમના ખિસ્સાથી સિક્કો કાઢ્યો અને એસિડમાં નાખ્યો.
ટીચરે પુછયું : હવે જણાવો કે આ સિક્કો ઓગળી જશે કે નહીં?.
બાળક : સર નહી ઓગળે.
ટીચર : શાબાશ, પણ તને કેવી રીતે ખબર પડી?.
બાળક : જો સિક્કો ઓગળતો હોત તો તમે અમારી પાસેથી માંગ્યો હોત, તમારો પોતાનો નાખ્યો ના હોત.

જોક્સ
પતિ ઘરની બહાર નીકળ્યો,
તો પત્નિ બોલી : ભગવાન સામે હાથ જોડીને ઘરમાંથી નીકળવાનું રાખો, બધા કામ સારા થાય છે.
પતિ : હું નથી માનતો કારણ કે લગ્નનાં દિવસે પણ હું ભગવાન સામે હાથ જોડીને જ નીકળ્યો હતો.

જોક્સ ૧૦
પત્નિ પોતાના હનીમુન પર પતિને : સાંભળો છો?.
પતિ : શું થયું?.
પત્નિ : કંઈક એવું કરો કે પરસેવો આવી જાય.
પતિ ઉઠ્યો અને પંખો બંધ કરીને ઉંઘી ગયો.

જોક્સ ૧૧
પતિ : આ જો, આજના છાપામાં સમાચાર છે કે પત્નિ એ એના પતિ ને વેચી નાખ્યો.
પત્નિ : હે?. કેટલામાં વેચ્યો?.
પતિ : એક સાયકલનાં બદલામાં પણ જો જે હો, તું આવું ના કરતી.
પત્નિ : અરે હું કાંઈ ગાંડી છું?, તે આવું કરું?. મને એટલી તો ખબર પડે જ છે કે તમારું એકટીવા તો આવે જ.

જોક્સ ૧૨
પત્નિ : કોણ હતી એ?.
પતિ : કોલેજની જુની ફ્રેન્ડ હતી.
પત્નિ : એ તમને કાનમાં શું કહીને ગઈ?.
પતિ : અરે કંઈ નહીં, બસ એટલું જ કીધું કે મારી સાથે લગ્ન કર્યા હોત તો તમને આ થેલા ઉપાડવા ના દેત.
પત્નિ : વાયડીની છે, અહીંયા લાવો એ થેલા.

જોક્સ ૧૩
એક બેન પોતાનાં નાના છોકરાને ફ્લાઈટનાં એક ટોયલેટમાં બેસાડીને કહ્યું :
“બેટા, તું કર, હું પાંચ મિનિટમા આવું છું.
છોકરો ૧ મિનિટમાં જ બહાર નિકળીને બીજી દિશામા ચાલવા લાગ્યો.
જેવો જ છોકરો નીકળ્યો કે તરત જ બાઘો ટોયલેટમાં ઘુસી ગયો.
૫ મિનિટ પછી તે છોકરાની મમ્મી આવી અને દરવાજો ખટકાવતા બોલી : “થઈ ગયુ હોય તો ધોઈ દઉં?”.
બાઘો : શુ વાત છે, આને કહેવાય સર્વિસ.

જોક્સ ૧૪
પપ્પુ ૫૦૦ ગ્રામ લાડુ ખાયને પૈસા દિધા વગર ચાલવા લાગ્યો.
દુકાનદાર : ઓ ભાઈ, પૈસા તો આપ.
પપ્પુ: પૈસા તો નથી.
પછી તો દુકાનદારે પપ્પુને જોરદાર ઢીબ્યો નાખ્યો.
પપ્પુ કપડા ઝટકતા ઉભો થયો અને બોલ્યો :
“ભાઈ તું આજ ભાવમાં હજુ ૧ કિલો તોલી નાખ”.

જોક્સ ૧૫
પત્નિ : તમે મને બગીચામાં ગુલાબનાં છોડવા રોપવામાં મદદ કરશો?.
પતિ : તને શું લાગે છે, હું કાંઈ માળી છું?.
પત્નિ : આપણા બેડરૂમનાં દરવાજાનું હેન્ડલ તુટી ગયું છે, એ રિપેર કરી આપશો?.
પતિ : તને શું લાગે છે, હું કંઈ સુથાર છું?.
સાંજે જ્યારે પતિ ઓફીસેથી ઘરે આવ્યો તો બગીચામાં છોડવા રોપાઈ ગયા હતાં અને દરવાજાનું હેન્ડલ પણ રિપેર થઈ ગયું હતું.
પતિ : આ બધા કામ કોણે કરી આપ્યાં?.
પત્નિ : આપણા પરોપકારી પાડોશી પ્યારેલાલે. આ બે કામ કરવા માટે તેમણે મને બે ચોઇસ આપી હતી.
પતિ : કઈ-કઈ?.
પત્નિ : કાં તો હું તેમને પીઝા ખવડાવું અથવા એક ચુંબન આપું.
પતિ : મને ખાતરી છે, તેં એમને પીઝા જ ખવડાવ્યા હશે, ખરું ને?.
પત્નિ : તમને શું લાગે છે?, હું કાંઈ મેકડોનાલ્ડ છું?.