રસ્તા વચ્ચે ખુલ્લેઆમ લડતા-લડતા ગટરમાં પડી કરોડપતિ પરિવારની વહુઓ, એકબીજાનાં વાળ ખેંચીને મારી લાત, જુઓ વિડિયો

રાજસ્થાનનાં અજમેરમાં પ્રોપર્ટી વિવાદને લઈને બે મહિલાઓ ખુલ્લેઆમ એકબીજા સાથે લડી પડી હતી. બંનેનો ઝઘડો એટલો વધી ગયો હતો કે મહિલાઓ લડતા-લડતા ગટરમાં પડી ગઈ હતી પરંતુ તેમ છતાં પણ બંનેએ એકબીજાને મારવાનું ચાલું રાખ્યું હતું. તેની વચ્ચે તેનાં પરિવારનાં લોકો પણ ઝઘડો રોકવાની જગ્યાએ આ ઝઘડામાં સામેલ થઈ ગયા હતાં. રાજસ્થાનનાં અજમેરમાં પ્રોપર્ટી વિવાદને લઈને ખુલ્લેઆમ મહિલાઓમાં ખુબ જ મારપિટ થઈ હતી.

પરિસ્થિતિ એવી થઈ ગઇ હતી કે લડતા-લડતા આ મહિલાઓ નાળામાં પડી ગઈ હતી. તેમ છતાં પણ બંનેએ એકબીજાને મારવાનું છોડ્યું નહિ. તેની વચ્ચે પરિવારનાં બીજા લોકો પણ બંનેને છુટા પાડવાની જગ્યાએ આ મારામારીમાં સામેલ થવા આવી ગયા હતાં. આશ્ચર્યચકિત કરવા વાળી વાત એ છે કે આ બંને મહિલાઓ કરોડપતિ ઘરની હતી અને રિલેશનમાં દેરાણી-જેઠાણી થતી હતી.

હકિકતમાં બ્યાવર કસબાના ટાટગડ રોડ સ્થિત નાયરા પેટ્રોલ પંપ પર બુધવારે મોડી સાંજે સંપત્તિનાં વિવાદને લઈને બે પક્ષ સામ-સામે થઈ ગયા હતાં. આ દરમિયાન બંને પક્ષની મહિલાઓ એકબીજા સાથે લડી પડી હતી. પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે પરસ્પર જ લડતી-લડતી આ મહિલાઓ પેટ્રોલ પંપની બહારથી પસાર થઈ રહેલી ગટરમાં જઈને પડી હતી અને ત્યાં પણ એકબીજાનાં વાળ પકડીને લડતી હતી. આ દરમિયાન એક પક્ષનો એક યુવક પણ નાળામાં કુદી ગયો હતો અને આ મહિલાઓ સાથે મારપિટ કરવા લાગ્યો હતો.

તેના પર બીજા પક્ષના એક યુવકે નાળા ની ઉપરથી બીજા યુવક પર ઘણી લાતોથી પ્રહાર કર્યો હતો. આ દરમિયાન આસપાસથી પસાર થઈ રહેલા લોકોએ વચ્ચે-વચ્ચે ગટરમાં પડેલી મહિલાઓને બહાર કાઢી હતી. બીજી તરફ આ ઘટનાની જાણકારી મળવા પર પહોંચેલી સીટી થાણા પોલીસે બંને પક્ષનાં લોકોને થાણે લઈને પહોંચી ગઈ હતી. અહીં પર બંને પક્ષો તરફથી એકબીજાની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.

પોલીસ આ ફરિયાદ વિશે તપાસ કરી રહી છે. સીટી થાણા અધિકારી સુરેન્દ્રસિંહ જોધા એ જણાવ્યું કે નાયરા પેટ્રોલ પંપ ના માલિક નરેન્દ્રકુમાર આર્ય તથા તેના પરિવારની એક વહુ સંગીતા કુમાવતની વચ્ચે સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને લઈને બંને પક્ષનાં લોકો એકબીજા સાથે લડી પડ્યા હતાં, જેમાં બંને પક્ષોનાં લોકો ઘાયલ થયા છે. બંને પક્ષ તરફથી ફરિયાદ પ્રાપ્ત થઈ છે. હાલમાં પોલીસ સીસીટીવી ફુટેજનાં આધાર પર તપાસ કરી રહી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે થોડા દિવસો પહેલા પણ એક સામાજિક કાર્યક્રમમાં પેટ્રોલ પંપ માલિકની સાથે બીજા પક્ષ દ્વારા મારપિટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા બીજા પક્ષ પર પાબંદી પણ લગાવવામાં આવી હતી પરંતુ ફરી એકવાર બંને પક્ષમાં વિવાદ થઈ ગયો હતો. આ સમયે બધો જ ઘટનાક્રમ પેટ્રોલ પંપ પર થયો હતો. જ્યાં આ મામલો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. હાલમાં પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે.