પૈસા ને પોતાની તરફ આકર્ષિત કરે છે આ પાંચ છોડ, જે ઘરમાં આ છોડ હોય છે ત્યાં પૈસા ખેંચાઇને આવે છે

મોટાભાગનાં લોકોને પોતાનાં ઘરમાં ઝાડ-છોડ લગાવવાનો શોખ હોય છે. આ ઝાડ-છોડ ઘરનું વાતાવરણ તો શુદ્ધ કરે જ છે પરંતુ સાથે જ તમારું નસીબ ચમકાવવાનું કામ પણ કરે છે. વાસ્તુશાસ્ત્રમાં એવા ઘણા છોડ વિશે જણાવવામાં આવ્યું છે, જે ઘરમાં સકારાત્મકતા લાવવાનું કામ કરે છે. કહેવામાં આવે છે કે આ છોડ ને જે વ્યક્તિ ઘરમાં યોગ્ય દિશામાં લગાવે છે તો તેનાં જીવનમાં ધનની ક્યારેય કમી થતી નથી.

Advertisement

તુલસી

આ છોડ સામાન્ય રીતે મોટાભાગનાં લોકોનાં ઘરમાં જોવા મળે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છોડ ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવાનું કામ કરે છે પરંતુ આ છોડને સાચવવો ખુબ જ જરૂરી હોય છે અને ધ્યાન રાખવું કે તેને ક્યારેય પણ ઘરની દક્ષિણ દિશામાં ના રાખવો જોઈએ. તેને લગાવવાની સાચી દિશા પુર્વ દિશામાં એટલે કે ઈશાન કોણ માનવામાં આવે છે. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવું કે રવિવારનાં દિવસે તેનો સ્પર્શ કરવો નહિ.

શમી

આ છોડને ઘરની જમણી તરફ લગાવવો જોઈએ. તેની વિધિવત પુજા પણ કરવી જોઈએ. માન્યતા છે કે આ છોડને ઘરમાં લગાવવાથી ધન-ધાન્યની ક્યારેય કમી નથી થતી. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છોડ પૈસા ને પોતાની તરફ આકર્ષિત કરે છે. સાથે શનિ ગ્રહને પણ મજબુત કરે છે.

હળદર

આ છોડને ઘરમાં લગાવવો શુભ માનવામાં આવે છે. તેને લગાવવાની સારી જગ્યા ઉત્તર કે પુર્વ દિશા માનવામાં આવે છે. આ છોડને ઘરમાં લગાવવાથી વ્યક્તિની બધી જ ઈચ્છાઓ પુરી થઇ જાય છે. આ છોડ ઘરની નકારાત્મક ઊર્જાને દુર કરે છે.

મની-ટ્રી કે ક્રસુલા

આ છોડને જેડ પ્લાન્ટનાં નામથી પણ જાણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં લગાવવાથી ધન-ધાન્યમાં ઝડપથી વધારો થવા લાગે છે. તેને મેઈન ગેટ ની પાસે પ્રવેશદ્વારની અંદરની તરફ સ્થાપિત કરવો જોઈએ.

વાનો છોડ

માન્યતા છે કે વાસના છોડને ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. વાંસના નાના નાના છોડને લાલ દોરામાં બાંધીને ઘરની ઉત્તર-પુર્વ કે ઉત્તર દિશામાં રાખી શકાય છે. ઘણા લોકો ઓફિસમાં પણ તેને રાખે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર વાંસના ૬ દંથલ ધનને પોતાની તરફ ઝડપથી આકર્ષિત કરે છે.

Advertisement