જ્યોતિષશાસ્ત્ર આપણી રાશિ અને ગ્રહોનાં આધાર પર આપણું ભવિષ્ય બતાવવાનો દાવો કરે છે. તેનાં અનુસાર જ્યારે કોઈ ગ્રહ પોતાની રાશિ બદલે છે તો તેની સીધી અસર બધી જ બાર રાશિઓ પર પડે છે. આ અસર સારી અને ખરાબ બંને હોય શકે છે. બુધ ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરી ચુક્યા છે. આ ગોચરનો ૩ રાશિ પર ઘણો સારો પ્રભાવ જોવા મળશે.
મિથુન રાશિ
બુધનું ગોચર મિથુન રાશિ વાળા લોકોને મોટો ધન લાભ આપશે. ધન કમાવવા માટે તમારે વધારે મહેનત નહિ કરવી પડે. નસીબનાં જોરે તમારી પાસે પૈસા સામે ચાલીને આવશે. બિઝનેસમાં કોઈ મોટી ડીલ ફાઇનલ થવાથી લાભ થઈ શકે છે. નોકરીયાત લોકોને નોકરી માં પ્રમોશન મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા કામનાં વખાણ થશે. કોઈ મોટી કંપનીમાં નવી નોકરીની ઓફર મળવાનાં યોગ પણ બની રહ્યા છે. માર્કેટિંગ અને એજ્યુકેશન સાથે જોડાયેલા લોકો માટે સમય સારો રહેશે. માતા-પિતાનો પુરો સહયોગ મળશે. તેમનાં આશીર્વાદ અને માર્ગદર્શનથી તમારા બગડેલા કામ પણ પુરા થઈ જશે. કોઈ જુના મિત્ર સાથે મુલાકાત તમારા માટે લાભકારી રહેશે. ઘરમાં નવું મહેમાન આવી શકે છે. જીવનનાં બધા જ દુઃખ સમાપ્ત થશે.
કન્યા રાશિ
બુધ રાશિ પરિવર્તન કન્યા રાશિ વાળા લોકોનાં જીવનમાં ખુબ જ સારો સમય લાવશે. તેમને ધન, સુખ અને કરિયર દરેક ક્ષેત્રમાં લાભ મળશે. વ્યવસાય કરવાવાળા લોકો ને જબરદસ્ત સફળતા મળશે. જો તમે તમારા વ્યવસાયને વધારવા માંગો છો તો આ સાચો સમય છે. તમને ધન કમાવવાનાં ઘણા નવા અવસર મળશે. ભાગ્ય તમને પુરો સાથ આપશે. તમે જે કામમાં હાથ નાખશો તેમાં સફળતા મળશે. નસીબનાં જોરે તમારા બગડેલા કામ પણ પુરા થઈ જશે. જીવનસાથીની સાથે સંબંધો મધુર રહેશે. પરિવારમાં સુખ-શાંતિનો માહોલ રહેશે. શત્રુઓ તમારું કંઈપણ બગાડી નહિ શકે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. પોતાના લોકો સાથે પ્રેમભાવ વધશે. ઘરમાં માંગલિક કાર્યક્રમ થઈ શકે છે. લગ્નનાં યોગ બની શકે છે. પ્રેમ-પ્રસંગની બાબતમાં સફળતા મળશે.
તુલા રાશિ
બુધ ગ્રહનું ગોચર તુલા રાશિ વાળા લોકો ને નોકરી અને વ્યવસાયમાં મોટો લાભ આપશે. વેપારીઓને તેમાં સૌથી વધારે નફો થશે. જો તમે તમારો વ્યવસાય વધારવા માંગો છો તો આ સમય ઉત્તમ છે. વળી નોકરીયાત લોકો માટે પણ શુભ યોગ બની રહ્યા છે. બોસ તમારા કામથી ખુશ રહેશે. તમારી ક્રિએટિવિટીનાં લોકો વખાણ કરશે. તમારા કામની ચર્ચા દરેક જગ્યાએ થશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. નોકરી ના કારણે કોઈ લાંબી યાત્રા થઈ શકે છે. કોઈ મોટી કંપનીમાંથી નોકરીની સારી ઓફર મળી શકે છે. બેરોજગાર લોકોને રોજગાર મળવાનાં યોગ બની રહ્યા છે. જો તમે શેરબજારમાં પૈસા લગાવવા માંગો છો તો લગાવી શકો છો. વિદેશ યાત્રા થઈ શકે છે. પોતાનાં લોકોનો પ્રેમ અને સહયોગ મળશે.