કપુરનો આ પવિત્ર ઉપાય તમને રાતોરાત કરોડપતિ બનાવી દેશે, માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો સૌથી સરળ ઉપાય અપનાવો

Posted by

સનાતન ધર્મમાં કપુરનું વિશેષ મહત્વ છે. પુજાપાઠ હોય કે કોઈપણ માંગલિક કાર્ય કપુર વગર પુરું નથી થતું. પુજા સિવાય કપુર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને પણ સમાપ્ત કરે છે. તેના પ્રયોગથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પણ વાસ થાય છે. તેથી શાસ્ત્રો અનુસાર કપુરનાં અમુક ઉપાયો ઘણા બધા લાભદાયક પણ હોય છે. આ ઉપાયોથી ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે અને અચાનક ધનની પણ પ્રાપ્તિ થાય છે. જોકે તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી તેમ છતાં પણ લોકો તેનાં પ્રયોગ કરે છે. તો ચાલો જાણી લઈએ કપુરનાં આ ઉપાયો વિશે.

તંત્રશાસ્ત્ર અનુસાર ગુલાબનાં ફુલમાં કપુરનો એક ટુકડો રાખી દો. બાદમાં સાંજનાં સમયે ફુલમાં એક કપુર પ્રગટાવી દો અને આ ફુલ માતા દેવી દુર્ગાને ચડાવી દો. તેનાથી તમને અચાનક ધનની પ્રાપ્તિ થશે અને તમારૂ ફસાયેલું ધન પણ તમને પ્રાપ્ત થશે. આ કાર્ય તમે કોઈપણ સમયે શરૂ કરી ઓછામાં ઓછા ૪૩ દિવસો સુધી જરૂર કરો. જો તમે આ કાર્ય નવરાત્રી દરમિયાન કરશો તો તમને તેમનાં વધારે સકારાત્મક પ્રભાવ જોવા મળશે. કરોડપતિ બનવા માટે કપુરનો આ ઉપાય તમને જરૂર લાભ આપશે.

તેના માટે તમે રાત્રી સમયે રસોઈનું કાર્ય કર્યા બાદ ચાંદીની કટોરામાં લવિંગ તથા કપુર પ્રગટાવો. આ ઉપાય તમે દરરોજ કરશો તો તમારા જીવનમાં ક્યારેય પણ ધન-ધાન્યની કમી નહીં થાય. સાથે જ તમારા ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહેશે. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે કપુરને દરરોજ દેવી-દેવતાઓની સામે પ્રગટાવવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. સવારે અને સાંજનાં સમયે પુજા દરમિયાન કપુર પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને ઘરનું વાસ્તુ પણ સારું રહે છે.

તેનાથી ઘરમાં બધા સદસ્યોને રોગમાંથી મુક્તિ મળે છે અને સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે. ઘરમાં સુખ-શાંતિ અને સકારાત્મક ઉર્જા માટે દરરોજ કપુરને ઘી માં બોળીને પ્રગટાવો અને આખા ઘરમાં તેની સુગંધ ફેલાવો. આવું કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દુર થાય છે અને ઘરનાં બધા જ લોકો વચ્ચે પરસ્પર પ્રેમ બની રહેશે. તેનાથી ઘરમાં હંમેશા સુખ શાંતિનો વાસ થાય છે અને સકારાત્મક ઉર્જા પણ રહે છે.

જો પતિ-પત્નિ વચ્ચે લડાઈ-ઝઘડા હંમેશા થાય છે તો કપુરનો આ ઉપાય તમારા માટે કારગર સાબિત થશે. તેના માટે પત્નિએ રાત્રે પતિના તકિયા નીચે કપુર રાખી દેવું. ત્યારબાદ સવારે વહેલા ઉઠીને તેને પ્રગટાવી દેવું. આવું કરવાથી તમારા લગ્નજીવનમાં હંમેશા પ્રેમ અને શાંતિ રહેશે. જો તમને આકસ્મિક ઘટના કે પછી દુર્ઘટનાનો હંમેશા ડર રહે છે તો તમે રાત્રે હનુમાન ચાલીસાનાં પાઠ કરો અને બાદમાં કપુર પ્રગટાવો.

જોકે જે ઘરમાં સવાર-સાંજ કપુર પ્રગટે છે ત્યાં એવી કોઈપણ પ્રકારની દુર્ઘટના થવાનો ડર નથી રહેતો. વૈજ્ઞાનિક રિસર્ચમાં પણ જાણવા મળ્યું છે કે દરરોજ કપુર પ્રગટાવવાથી અને તેની સુગંધથી આસપાસ રહેલા હાનિકારક જીવાણુઓ, વિષાણુઓ વગેરે બિમારી ફેલાવવા વાળા જીવ નષ્ટ થઈ જાય છે અને વાતાવરણ શુદ્ધ થઈ જાય છે અને ક્યારેય પણ બિમારીનો ભય નથી રહેતો.