ભરબપોરે એક ઘરમાં ઘુસેલા ચોરે સ્ત્રી ને દોરડેથી બાંધીને પુરૂષને ચાકુ બતાવતા કહ્યું, બધા દાગીના અને રૂપિયા મને આપી દે, પુરૂષે રોતા-રોતા ચોરને વિનંતી કરી, ભાઈ તારે જોઈ એ લઈ જા પણ આનું દોરડું ખોલી દે, આ…

Posted by

જોક્સ
બે મહિલાઓ પરસ્પર વાત કરી રહી હતી.
પહેલી મહિલા : ઘણા વર્ષો પહેલાં એક બાબા એ મને કહ્યું હતું કે ભગવાન તને એટલું આપશે કે તુ સંભાળી નહિ શકે.
બીજી મહિલા : તો શું થયું?.
પહેલી મહિલા : હવે ખબર પડી તેઓ વજનની વાત કરી રહ્યા હતાં.

જોક્સ
એક નાના છોકરાને કોઈએ સવાલ પુછ્યો.
બિલાડી પુંછડી કેમ હલાવે છે?.
છોકરાએ એકદમ નિર્દોષતાથી જવાબ આપ્યો.
કેમ કે પુંછડી એની છે, તારા બાપની નથી.

જોક્સ
કાકી : હુ ખોવાઇ જાવુ તો તમે શુ કરો…
કાકા : પેપરમાં ન્યુઝ છપાવુ અને તારો ફોટો મુકુ…
કાકી : શુ લખો?.
કાકા : જેને મળે એની.

જોક્સ
પત્નિ : તમે તો કહેતા હતાં કે તમે “લગ્ન” બાદ પણ મને આવી જ રીતે “પ્રેમ” કરશો?.
પતિ : મને ક્યાં ખબર હતી કે “તારા” લગ્ન મારી સાથે જ થઈ જશે.

જોક્સ
છોકરાનો બાપ એની ધોલાઈ કરી રહ્યો હતો.
પાડોશી : બિચારાને કેમ આટલો બધો મારી રહ્યા છો, શું થયું?.
છોકરાનો બાપ : કાલે સવારે એની સ્કુલનું રિઝલ્ટ આવવાનું છે.
પાડોશી : પણ આજે કેમ મારી રહ્યા છો?.
છોકરાનો બાપ : ભાઈ કાલે હું મારા ગામ જઈ રહ્યો છું.

જોક્સ
અમેરિકાની સાબુ બનાવાની એક કંપનીમાં એવો ફોલ્ટ આવ્યો કે દર ૧૦૦૦ સાબુએ ૧૦ ખાલી ખોખા નીકળતા,
આ ફોલ્ટને દુર કરવા કંપનીએ ૬૦,૦૦૦ ઙોલરનું એક સ્કેનર બનાવ્યુ જેની મદદથી એ ૧૦ સાબુ અલગ કરી દેવાય.
એ જ ફોલ્ટ આપણી એક ગુજરાતી કંપનીમાં પણ આવ્યો એમણે ૪૦૦-૪૦૦ ના બે પંખા મુકાવી દીધા, ખાલી ખોખા ઉડી ને અલગ થઇ જાય.
૮૦૦ રૂપિયામા પત્યું. ગુજરાતી એ ગુજરાતી ભાયા…

જોક્સ
સંતા : આ શેનું ખેતર છે?
ખેડુત : આ કપાસનું ખેતર છે, જેનાથી કપડા બને છે.
સંતા : આમા પાયજામા બનાવવા માટેનો છોડ કયો છે?.
(ખેડુત બેભાન).

જોક્સ
પતિ પત્નિ ચોરી વિષે વાત કરી રહ્યાં હતાં.
પતિ : જે ચોરી કરે છે, એ પાછળથી ખુબ જ પસ્તાય છે.
પત્નિ (રોમાન્ટિક અંદાજમાં) : અને તમે આપણા લગ્ન પહેલા જે મારી ઉંઘ ચોરી હતી, મારું દિલ ચોર્યું હતું, એના વિષે તમે શુ કહેશો?.
પતિ : એ જ તો તને કહી રહ્યો છું, જે ચોરી કરે છે, તે પાછળથી ખુબ જ પસ્તાય છે.

જોક્સ
માં એ ગભરાતા-ગભરાતા દિકરાને ફોન કર્યો.
દિકરા જલ્દી ઘરે આવ. વહુને પેરેલાસીસનો આંચકો આવ્યો છે.
આંખો ત્રાંસી, મોઢું ત્રાંસુ અને આંખો બહાર નિકળી ગઈ છે.
દિકરો- માં તુ ગભરાઈશ નહિ, એ સેલ્ફી લઈ રહી છે.

જોક્સ ૧૦
પહેલો મિત્ર : યાર મારી વાઇફ ગુસ્સો બહુ કરે છે.
બીજો મિત્ર : મારી પણ પહેલા કરતી હતી પણ હવે નથી કરતી.
પહેલો મિત્ર : તે શું ઇલાજ કર્યો?.
બીજો મિત્ર : એક દિવસ તે ગુસ્સામાં હતી તો મેં કહી દીધું, “ઘડપણમાં ગુસ્સો આવી જ જાય”.
બસ તે દિવસ છે અને આજનો દિવસ છે, ઉંચો અવાજ પણ નથી કરતી.

જોક્સ ૧૧
ટીચર ક્લાસમાં પિંટુને પુછે છે.
ટીચર : પિંટુ જણાવ, જાન કેવી રીતે નીકળે છે?.
પિંટુ : સર જાન બારીમાંથી નીકળે છે.
ટીચર : એટલે? હું સમજ્યો નહિ, સરખી રીતે જણાવ.
પિંટુ : સર… કાલે પાડોસમાં એક છોકરી કહી રહી હતી કે,
લાગે છે પપ્પા આવી ગયા છે, જાન તું બારીમાંથી નીકળી જા.

જોક્સ ૧૨
ભરબપોરે એક ઘરમાં ઘુસેલા ચોરે સ્ત્રીને દોરડેથી બાંધીને પુરૂષને ચાકુ બતાવતા કહ્યું,
બધા દાગીના અને રૂપિયા મને આપી દે…
પુરૂષે રોતા-રોતા ચોરને વિનંતી કરી,
ભાઈ તારે જોઈ એ લઈ જા પણ આનું દોરડું ખોલી દે,
આ પાડોસીની પત્નિ છે અને મારી હમણા જ આવતી હશે, લોચા થશે.