આશ્રમ-૩ ની “બબીતા” એ એવા પોઝ આપ્યા કે તસ્વીરો જોઈને “બાબા નિરાલા” ની પણ ઉંઘ ઊડી જશે, તમે પણ જુઓ એક થી એક ચડિયાતી તસ્વીરો

Posted by

MX પ્લેયરની સૌથી વિવાદાસ્પદ વેબ સિરિઝમાંની એક “આશ્રમ” ખુબ જ ચર્ચામાં રહેલી હતી. વિવાદાસ્પદ હોવા છતાં પણ પ્રકાશ ઝા દિગ્દર્શિત “આશ્રમ” ની દરેક સિઝનને ખુબ જ પસંદ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં દર્શકો તેની નવી સિઝનની હંમેશા આતુરતાથી રાહ જોતા હોય છે. માત્ર “આશ્રમ” ની સ્ટોરી જ નહીં પરંતુ તેનાં સ્ટાર્સની ફેન ફોલોઇંગ પણ સારી એવી છે. આવી સ્થિતિમાં જો અમે આ શો ની બોલ્ડ અભિનેત્રી “બબીતા” વિશે વાત કરીએ તો તે હંમેશાં તેના લુકથી દર્શકોને આશ્ચર્યચકિત કરે છે.

અભિનેત્રી ત્રિધા ચૌધરીએ “આશ્રમ” સીરિઝમાં “બબીતા” નું બોલ્ડ પાત્ર ભજવ્યું છે. આ દરમિયાન ત્રિધા નો એક બોલ્ડ વીડિયો હાલનાં સમયમાં ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. અહીં તમે ત્રિધા નો એ બોલ્ડ વીડિયો જોઈ શકો છો. થોડા સમય પહેલા જ આ વેબસીરિઝ (આશ્રમ-૩) ની ત્રીજી સીઝન રિલીઝ થઇ હતી. આવી સ્થિતિમાં આ વેબ સિરીઝનો એક મહત્વપુર્ણ કિરદાર બબીતા માતા ઉર્ફે ત્રિધા ચૌધરીનું નામ તેનાં હોટ લુકનાં કારણે ચર્ચામાં આવી ગયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury🪬 (@tridhac)

“બબીતા” એટલે કે ત્રિધા ચૌધરી માત્ર પડદા પર જ નહી પરંતુ રિયલ લાઈફમાં પણ બોલ્ડ છે. તે અવાર-નવાર પોતાના હોટ અને બોલ્ડ ફોટા અને વીડિયો પોસ્ટ કરે છે અને ફેન્સને દિવાના બનાવે છે. આ દરમિયાન તેનો એક નવો વીડિયો બધાને દિવાના બનાવી રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ત્રિધા એ બ્લુ કલરની બિકિની પહેરી છે. બિકિનીમાં સજ્જ ત્રિધા સ્વિમિંગ પુલમાં પાણીની અંદર સ્વિમિંગ કરતી જોવા મળે છે.

આ સમય દરમિયાન તેની બોલ્ડનેસ જોઈને લોકો પણ પાણી-પાણી થઈ રહ્યાં છે. આ વીડિયો પર યુઝર્સ કોમેન્ટ કરીને તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે. “આશ્રમ” વેબસિરીઝમાં સાડીમાં જોવા મળતી ત્રિધા રિયલ લાઈફમાં ગ્લેમરસ બતાવવામાં પાછળ રહેતી નથી. વાત જાણે એમ છે કે ત્રિધા ચૌધરીને બોલીવુડનાં સુપરસ્ટાર અભિનેતા બોબી દેઓલની બહુચર્ચિત વેબ સિરિઝ આશ્રમથી ખાસ ઓળખ મળી છે.

હકિકતમાં આ વેબસિરિઝમાં બોબી સાથે ત્રિધાનાં ઇન્ટીમેટ સીનનાં ખુબ જ વખાણ થયાં હતાં ત્યારથી જ ત્રિધા ચૌધરીનું નામ ચર્ચામાં આવી ગયું છે. જોકે આ પહેલા ત્રિધા ચૌધરી બંગાળી, તામિલ ફિલ્મોની સાથે-સાથે નાના પડદા પર પણ પોતાની એક્ટિંગની કમાલ બતાવી ચુકી છે. ત્રિધા ચૌધરીએ ૨૦૧૬ માં સ્ટાર પ્લસનો શો “દહલીજ” થી ટીવી ડેબ્યુ કર્યું હતું.

પ્રોફેશનલ એક્ટર અને મોડલ ત્રિધા ચૌધરી અવારનવાર પોતાના હોટ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. ત્રિધાની આ બોલ્ડ તસ્વીરોની ફેન્સ આતુરતાથી રાહ જોતા હોય છે અને તેમને ત્રિધા નો આ લુક ખુબ જ પસંદ પણ આવે છે. સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેતી ત્રિધા ચૌધરીની ફેન ફોલોઇંગ ખુબ જ વધારે છે. ઇન્સ્ટાગ્રામ પર જ ત્રિધાનાં ચાહકોની સંખ્યા ૨.૩ મિલિયનની નજીક છે.

ત્રિધા ચૌધરીનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે માત્ર હિન્દી સિનેમામાં જ નહીં પરંતુ બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ખાસ ઓળખ બનાવી છે પરંતુ ખરા અર્થમાં ત્રિધાને વેબસિરીઝ “આશ્રમ” થી જ સારી ઓળખ મળી હતી. આ ઉપરાંત ત્રિધા એ ઘણી બંગાળી અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. સાથે જ ત્રિધા ભોજપુરી પાવર સ્ટાર પવનસિંહ સાથે એક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી ચુકી છે.