રમકડા રમવાની ઉંમરમાં આ ૯ વર્ષનો ટેણિયો બની ગયો છે અબજોપતિ, જાણો ટેણિયો કેવી રીતે બની ગયો દુનિયામાં સૌથી ઓછી ઉમરમાં અરબપતિ

Posted by

એ કહેવત તો તમે સાંભળી જ હશે કે આપવા વાળો જ્યારે પણ આપે છે તો છપ્પર ફાડીને જ આપે છે. કંઈક એવી જ રીતે ભગવાને આ ૯ વર્ષનાં બાળકને છપ્પર ફાડીને આપ્યું છે. જે પોતાનું જીવન એવી રીતે જીવે છે જાણે તે કોઈ રાજા કે મહારાજા હોય. આટલી નાની ઉંમરમાં જ્યારે બાળકો વિડીયો ગેમ, રમકડા અને પુસ્તકમાં વ્યસ્ત રહે છે જ્યારે આ બાળક પોતાનાં પર્સનલ બંગલા, જેટ અને કાર માં ફરતો નજર આવે છે. તો ચાલો આજે અમે તમને મુલાકાત કરાવી દઈએ નાઇજીરીયાનાં મોહમ્મદ અવલ મુસ્તફા સાથે જે દુનિયાનો સૌથી ઓછી ઉમરનો અરબપતિ છે.

આ નાઇજીરીયાનો રહેવાસી મોહમ્મદ અવલ મુસ્તફા છે, જેને “રિચી રિચ” ના નામથી પણ જાણવામાં આવે છે. તેની લાઈફ રાજા-મહારાજા કરતાં ઓછી નથી. ૯ વર્ષની ઉંમરમાં તે અરબોની પ્રોપર્ટીનો માલિક છે.

રિપોર્ટ પ્રમાણે તે અરબપતિ નાઈજીરીયાનાં ઇન્ટરનેટ સેલિબ્રિટી ઇસમાઈલા મુસ્તફાનો દિકરો છે, જેને મોમ્ફા ના નામથી જાણવામાં આવે છે. વળી સોશિયલ મીડિયા પર આ છોકરો “મોમ્ફા જુનિયર” ના નામથી જાણીતો છે અને ઇન્સ્ટાગ્રામ પર તેનાં ઘણા બધા ફોટા પણ જોવા મળી જાય છે, જેમાં તે પોતાની લગ્ઝરીયસ લાઈફ સ્ટાઈલ આખી દુનિયાને બતાવતો નજર આવે છે.

એક રિપોર્ટ અનુસાર ૨૦૧૮ માં તેણે પોતાનાં છઠ્ઠા જન્મદિવસ પર પોતાની પહેલી હવેલી ખરીદી હતી, જે તેના પાપા એ તેને ગિફ્ટ કરી હતી. તેની આ હવેલીમાં દુનિયાભરની બધી જ સુખ-સુવિધાઓ છે.

હવે તમે આ ફોટો જોઈ લો. આ છોકરો મોંઘીદાટ Bentley Flying Spur કાર ના બોનેટ પર બેસેલો નજર આવી રહ્યો છે, જે તેમનાં પિતાએ તેમના માટે પહેલી કાર ખરીદી હતી.

સોશિયલ મીડિયા પર તેમની ઘણી બધી તસ્વીરો શેર કરવામાં આવે છે, જેમાં તેમની લગ્ઝરી લાઇફ સ્ટાઈલની ઝલક જોવા મળે છે. હવે આ ફોટા માં જોઈ લો. તે પોતાના પ્રાઈવેટ જેટમાં બેસીને આરામથી કાનમાં હેડફોન લગાવીને ભોજન કરી રહ્યો છે.

મુસ્તફાની અમીરી લાઈફ જોઈને દરેક લોકોને ચક્કર આવી જશે કે જે ઉંમરમાં આપણે ચડ્ડી પહેરીને ક્રિકેટ રમીએ છીએ, એ ઉંમરમાં આ નાનો ટેણિયો રાજા વાળું જીવન જીવી રહ્યો છે.

વળી મોમ્ફા જુનિયરનાં વખાણમાં તેમના પિતાએ પણ લખ્યું છે કે તે સૌથી નાની ઉંમરનો લેન્ડલોર્ડ, જે Gucci ના કપડા પહેરે છે અને તેનું પોતાનું ઘર પણ છે. ડેઇલી સ્ટાર પ્રમાણે મોમ્ફા અત્યારે ૧૦ વર્ષનો પણ નથી પરંતુ પોતાની શાન-શૌકત પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લોકોને બતાવતો રહે છે. તેમના ઇન્સ્ટાગ્રામ પર ૨૫૦૦૦ ફોલોવર્સ છે. મોમ્ફા પોતાનાં પ્રાઇવેટ જેટનાં ફોટા પણ ઘણીવાર શેર કરે છે. તેના પિતા ઇસ્માઈલિયા મુસ્તફા પણ ઇન્સ્ટાગ્રામ પર પોતાની મોંઘી લાઈફ સ્ટાઈલ બતાવવા માટે જાણીતા છે.

એકંદરે તે દુબઈ અને નાઈજેરીયામાં રહેલી પોતાની સંપત્તિને સોશિયલ મીડિયા પર બતાવતા રહે છે પરંતુ તેમની પાસે ઘણી સુપરકાર્સ, પ્રાઇવેટ જેટ, શાહી મહેલ છે. વળી મોમ્ફા જુનિયરને જોઈને લાગે છે કે તેના પર પણ પોતાના પિતાનો ઘણો પ્રભાવ પડી ચુક્યો છે. તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર જે તસ્વીરો છે, તેમાં નજર આવે છે કે તે ખુબ જ મોંઘા કપડા પહેરે છે.